Biparjoy Cyclone Live Update : ગુજરાતના બંદરો પર 4 નંબરનું સિગ્લન લાગ્યું, જાણો વિવિધ સિગ્નલનો શુ અર્થ થાય

Biparjoy Cyclone : ગુજરાતમાં વધ્યો બિપરજોયની ખતરો...રાજ્યના અનેક દરિયાકાંઠે લગાવવામાં આવ્યા ભયજનક સ્થિતિના સિગ્નલ...મોરબીના નવલખી, પોરબંદર અને ઓખા બંદરે લગાવાયા 4 નંબરના સિગ્નલ....
 

Biparjoy Cyclone Live Update : ગુજરાતના બંદરો પર 4 નંબરનું સિગ્લન લાગ્યું, જાણો વિવિધ સિગ્નલનો શુ અર્થ થાય

Gujarat Weather Forecast : અતુલ તિવારી/વેરાવળ : ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ ટળ્યુ નથી, કારણ કે વાવાઝોડાએ ફરી દિશા બદલી છે. પાકિસ્તાન તરફ ફંટાયેલુ વાવાઝોડું હવે ગુજરાત તરફ આવી રહ્યું છે. બિપરજોય વાવાઝોડા મામલે અતિ મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ફરી એકવાર સાયક્લોન બિપરજોયે પોતાની દિશા બદલી છે. હાલ દિશા બદલાતા સાયક્લોન ગુજરાત કાંઠે ટકરાય એવી સંભાવના છે. દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉદભવેલુ ચક્રવાત બિપરજોય એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. સાયક્લોન બિપરજોય સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ટકરાય એવી હાલની સ્થિતિ મુજબની સંભાવના છે. હવે બિપોરજોય વાવાઝોડું 15 જૂન બપોર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠે ટકરાઈ શકે એવી સંભાવના છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર ane કચ્છ દરિયાકાંઠા માટે યલો એલર્ટ આપ્યું છે. હાલ બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 480 કિલોમીટર, દ્વારકાથી 530 કિલોમીટર અને કચ્છના નલિયાથી 610 કિમિ દૂર છે. જે બતાવે છે કે તે હવે ગુજરાતની નજીક આવી રહ્યું છે. હાલ હવામાન વિભાગ અને રાજ્ય સરકાર વાવાઝોડાની સતત બદલાતી સ્થિતિ પર નજર રાખી રહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, વાવાઝોડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. તેનાથી હવે ગુજરાતને ખતરો વધ્યો છે. જેને કારણે ગુજરાતના કેટલાક બંદરો પર 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે, ત્યારે ગુજરાતના બંદરો પર લગાવાતા આ સિગ્નલના નંબરોનું શું છે ગણિત એ જાણીએ. 

બંદરો પર ભયજનક સિગ્નલ મૂકાયા
બિપરજોયની અસરથી ગુજરાતના બંદરો પર ભયજનક સિગ્નલ મૂકાયા છે. અત્યાર સુધી ગુજરાતના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્લન લગાવાયુ હતુ. ત્યારે ભારતીય હવામાન વિભાગ તરફથી આજે રોજ સવારે 10:00 કલાકે મળેલી પોર્ટ ચેતવણી મુજબ કેટલાક બંદર પર 4 નંબર વોર્નિંગ સિગ્નલ લગાવાયું છે. મોરબીના નવલખી બંદર, પોરબંદરના બંદર અને ઓખા બંદર પર 4 નંબરનું સિગ્નલ લગાવ્યું છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 11, 2023

હાલ વેરાવળ બંદર પર હાલ બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જેનો ઉપયોગ વાવાઝોડાની ભયાવહતા દર્શાવવા માટે 11 જેટલા સાંકેતિક સિગ્નલ માટે કરવામાં આવે છે. NDRF સહિત GISF ના કર્મચારીઓ એલર્ટ મોડ પર છે. ત્યારે ગુજરાત મેરીટાઈમ બોર્ડની વેરાવળ ઓફિસના સુરેશ પરમારે જણાવ્યું કે, બંદરો પર લગાવવામાં આવતા જુદા જુદા સિગ્નલના સંકેત અલગ અલગ છે, જેથી સ્થાનિક લોકો તથા માછીમારો તેનાથી એલર્ટ થાય છે.  

— Zee 24 Kalak (@Zee24Kalak) June 11, 2023

  • સિગ્નલ નંબર 1 એ વાવાઝોડાને લઈને ચેતવણી આપે છે, જેનો અર્થ થાય છે હવા તોફાની અથવા સપાટાવાળી છે જેમાંથી વાવાઝોડું થઈ જવા સંભવ છે
  • સિગ્નલ નંબર 2 એ વાવાઝોડા અંગે ચેતવણી આપે છે, જેનો અર્થ થાય છે વાવાઝોડું ઉદભવ્યું છે સિગ્નલ એક અને બે બતાવે છે કે બંદર છોડ્યા પછી વહાણોને ભયનો સામનો કરવો પડશે
  • સિગ્નલ નંબર 3 એ સાવચેતીની ચેતવણી આપે છે, સપાટાવાળા હોવાથી બંદર પર ભય રહ્યો હોવાનો સંકેત દર્શાવે છે,
  • સિગ્નલ નંબર 4 એ ચેતવણી આપે છે કે થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી દક્ષિણ દિશા તરફ કિનારાઓ ઓળંગવાનો સંભવ છે, જેથી બંદર ભારે તોફાની હવાનો અનુભવ થઈ શકે છે
  • સિગ્નલ નંબર 5 એ ભયજનક પરિસ્થિતિ સૂચવે છે, જેનો અર્થ થાય છે કે વાવાઝોડા થી બંદર ભયમાં છે, પરંતુ અત્યાર સુધી ભય એવો ગંભીર જણાતો નથી કે જેના માટે સાવચેતીના કડક પગલાં લેવા જરૂરી છે 
  • સિગ્નલ નંબર 7 એ ભયનો સંકેત દર્શાવે છે, જેનો અર્થ થાય છે કે સાધારણ જોરવાળું વાવાઝોડું બંદરની ઉપરથી પસાર થઈ શકે છે, જેના કારણે બંદર પર ભારે તોફાની હવાઓ અનુભવાય શકે છે
  • સિગ્નલ નંબર 6 એ ભયજનક પરિસ્થિતિ દર્શાવે છે પરંતુ તેનો અર્થ થાય છે કે થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી ઉત્તર કિનારા તરફ ઓળંગવાની સંભાવનાઓ છે જેથી બંદરે ભારે તોફાની હવાઓનો અનુભવ થઈ શકે છે
  • સિગ્નલ નંબર 8 એ મહાભયનું સંકેત આપે છે જેનો અર્થ થાય છે કે ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી દક્ષિણ તરફ કિનારો ઓળંગવાનો સંભવ છે, જેથી બંદર પર બહુ જ તોફાની હવાઓનો અનુભવ થઈ શકે છે
  • સિંગલ નંબર 9 દર્શાવે છે કે મહાભયની પરિસ્થિતિ છે, જેનો અર્થ થાય છે કે ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી દક્ષિણ કિનારો ઓળંગી શકે છે, જેથી બંદર પર બહુ જ તોફાની હવાનો અનુભવ થતો હોય છે
  • સિગ્નલ નંબર 10 મહાભયજનક પરિસ્થિતિ દર્શાવે છે જેનો અર્થ છે ભારે ચોરવાળું વાવાઝોડું બંદર નજીક અગર બંદર ઉપર થઈને પસાર થવાનો સંભવ છે, જેનાથી બંદરને ભારે તોફાની હવાઓનું અનુભવ થઈ શકે છે
  • સિંગલ નંબર 11 જે ખૂબ જ ભયાવ પરિસ્થિતિ દર્શાવે છે, જેનો અર્થ થાય છે કે તમામ પ્રકાર ના સંદેશા વ્યવહાર બંધ થઈ ચૂક્યા છે, કોલાબા હવા ચેતવણી કેન્દ્ર સાથેના તાર વ્યવહાર ખોવાઈ ચૂક્યો છે, અને ખરાબ હવામાનનો ભય છે, સિગ્નલ નંબર ત્રણથી 11 દર્શાવે છે કે બંદર અને બંદરના વહાણો ભય છે.

માછીમારો મહિના પહેલા જ આવી ચૂક્યા છે - વેરાવળ
ઝી 24 કલાકની ટીમ વેરાવળ બંદર પહોંચી. જ્યાં અમે બોટ એસોસિયેશનના પ્રમુખ અને હોદેદારો સાથે વાતચીત કરી. અહીં બોટ એસોસિયેશનના પ્રમુખ તુલસી ગોહેલે ઝી 24 કલાક સાથે વાત કરતા કહ્યું કે, 4500 જેટલી બોટ વેરાવળ બંદરની ખાડીમાં પાર્ક થઈ છે. વેરાવળ બંદરના લેન્ડિંગ એરિયામાં 1700 બોટ પાર્ક કરી શકાય છે. એક મહિના પહેલા જ તમામ બોટ પરત ફરી ચુકી છે. બાન પિરિયડ 1 જૂનથી 31 જુલાઈ સુધી હોય છે, જે દરમિયાન કોઈ દરિયો ના ખેડી શકે, આ નિયમનું પાલન થયું છે. જેના કારણે જે બોટ બહાર રહેતી, એ આ વખતે બહાર ના જતા બંદરની ખાડીમાં પાર્ક કરાઈ છે. ક્રેનના માધ્યમથી તમામ બોટને લેન્ડિંગ એરિયમાં મુકવામાં આવી રહી છે. જો કે લેન્ડિંગ એરિયામાં તમામ બોટ પાર્ક કરવાની જગ્યા ના હોવાથી 2500 જેટલી બોટને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરાઈ છે. સરકારને વિનંતી છે કે વધુ બોટ લેન્ડિંગ એરિયામાં મૂકી શકાય તે માટે વ્યવસ્થા કરવી જોઈએ.

વાવાઝોડું ટકરાય ત્યારે પવનની ગતિ 135 પ્રતિ કલાકની રહેશે 
હાલ વાવાઝોડુ એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોનમાં પરાવર્તિત થયું છે. પરજોય મુંબઇ થી ૫૮૦ પોરબંદર થી ૪૮૦ દ્વારકા થી ૫૩૦ અને નલિયા થી ૬૧૦ કિલોમીટર દુર છે. ૧૫ જુન બપોરે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારા પરથી પસાર થવાની શક્યતા છે. વાવાઝોડું વેરી સિવિયર સાયક્લોનના રૂપે જમીન સાથે ટકરાઇ શકે છે. વાવાઝોડું ટકરાતા સમયે પવનની ગતિ ૧૨૫ થી ૧૩૫ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. 

મુખ્યમંત્રીએ પરિસ્થિતિની માહિતી મેળવી
ત્યારે ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ વધતા જ ગાંધીનગરમાં તંત્ર દોડતું થયું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મોટી હલચલ જોવા મળી છે. સીએએના અધિકારીઓએ કંટ્રોલ રૂમ પહોંચ્યા છે. બિપર જોય વાવાઝોડાએ દિશા બદલતાં ગુજરાતનું તંત્ર એલર્ટ 
રાજ્યના મુખ્યમંત્રીએ સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી. તેઓએ કંટ્રોલ રૂમમાં ચાલતી કાર્યવાહીની સમીક્ષા કરી. તો દરિયાકાંઠા વિસ્તારના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સથી સ્થિતિનો તાગ મેળવ્યો. રાહત અને બચાવ કાર્યના સંસાધનો અંગે પણ ચર્ચા વિચારણા કરી. એનડીઆરએફની ટીમના ડિપ્લોયમેન્ટના અપડેટ મેળવ્યા. તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઇ કાંઠા વિસ્તારમાં કરેલ તૈયારીની પણ સમીક્ષા મુખ્યમંત્રીએ કરી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news