આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી : વીજળીના કડાકા ભડાકા સાથે તૂટી પડશે વરસાદ

Gujarat Weather Forecast : ગુજરાતમાં આવતીકાલથી બેસશે ચોમાસુ... હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી....આગામી 24 કલાકમાં રાજ્યમાં જોવા મળશે વરસાદી માહોલ....
 

આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી : વીજળીના કડાકા ભડાકા સાથે તૂટી પડશે વરસાદ

Ambalal Patel Prediction : ગુજરાતમાં હરખની ઘડી આવી ગઈ છે. આવતીકાલથી ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું બેસી જશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી કે, આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. ત્યારે હવે આગામી ત્રણ કલાકને લઇ હવામાન વિભાગની આગાહી આવી છે. આગામી 3 કલાક ગુજરાતમાં વરસાદ રહેશે. આગામી ત્રણ કલાકમાં પંચમહાલ, વડોદરા,  દાહોદ, મહીસાગર,  છોટા ઉદેયપુરમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ હળવા વરસાદની આગાહી છે. 

હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડો.વિજીન લાલે લેટેસ્ટ અપડેટ આપતા જણાવ્યું કે, આગામી બે દિવસ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થશે. આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. હાલ મોન્સૂનની સયાસર એક્ટિવ થવાથી વરસાદ થશે. જે અંતર્ગત અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આવતીકાલે ગુજરાતના પૂર્વ ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં નર્મદા, આણંદ, ભરૂચ, પંચમહાલ, દાહોદ, વડોદરામાં આવતીકાલે ભારે વરસાદની સંભાવના છે. તો બીજા અને ત્રીજા દિવસે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં પણ પાંચ દિવસ વરસાદની આગાહી છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 24, 2023

 

આજે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ 
રાજ્યમાં આજે સવારે છ વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 59 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આપેલા આંકડા અનુસાર, સવારથી લઈને અત્યાર સુધી સૌથી વધુ વરસાદ પંચમહાલ જિલ્લામાં વરસ્યો છે. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં સૌથી વધારે 4 ઇંચ વરસાદ રહ્યો. તો જાંબુઘોડામાં બે કલાકમાં જ 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે. પંચમહાલના ગોધરામાં પણ 4 ઇંચ જેટલો વરસાદ તૂટી પડ્યો હતો. વડોદરાના ડેસરમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ રહ્યો. આમ, રાજ્યના સાત તાલુકામાં બે ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો. તો રાજ્યના ૧૩ તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 24, 2023

આ દિવસથી વરસાદ વધશે 
અંબાલાલ પટેલે કહ્યું કે, આગામી 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસું બેસી જશે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવશે. 25 તારીખથી ધીમે ધીમે ચોમાસું બેસશે અને 26 તારીખથી ધડબડાટી બોલાવશે. આ દિવસો બાદ નદીઓ બે કાંઠે વહેતી થશે. હાલ મધ્ય ગુજરાતમાં વરસાદ છે, પરંતુ ધીરે ધીરે ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ પહોંચી જશે. 

ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 46.80% પાણી સંગ્રહ થયો 
મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 30.60% પાણી સંગ્રહ
દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 33.67% જળ સંગ્રહ
સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં માત્ર 19. 24% પાણી નો સંગ્રહ

— Zee 24 Kalak (@Zee24Kalak) June 24, 2023

ચોમાસાની શરૂઆતમાં જ ડેમ ભરાયા 
ચોમાસું હજી સત્તાવાર શરૂ થયુ નથી, ત્યાં જ ગુજરાતના જળાશયો ભરાવા લાગ્યા છે. રાજ્યના 207 જળાશયોમાં 39.61% પાણી સંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમમાં ધીમે ધીમે પાણીની આવક થઈ રહી છે. સરદાર સરોવર ડેમમાં અત્યાર સુધી 51.04% પાણી સંગ્રહ થયો છે. માત્ર 4 જળાશયોમાં 90% કરતા વધુ પાણી ભેગુ થયું છે. તો 199 જળાશયોમાં 70% કરતા ઓછુ પાણી છે. 

મધ્ય ગુજરાતમાં વરસાદની એન્ટ્રી 
મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આજ સવારથી જ વરસાદ પડી રહ્યો છે. વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. એમાં પણ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે. દાહોદમાં પણ વરસાદના કારણે નદી-નાળામાં નવી નીરની આવક થઈ છે. પહેલા વરસાદમાં દેવગઢ બારિયાની પાનમ નદી છલકાઈ છે. દાહોદ જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે.  તોખેડાના તમામ તાલુકાઓમાં વરસાદ છે. યાત્રાધામ ડાકોરમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. નડિયાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. આ સાથે છોટાઉદેપુરના પાવી જેતપુર અને બોડેલીમાં મેઘરાજાએ મહેર કરી. સારો વરસાદ આવતા સ્થાનિકોને ગરમીથી રાહત મળી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news