ગુજરાત પર વધુ એક આફતની આગાહી : કાતિલ ઠંડીના જબરદસ્ત રાઉન્ડની એન્ટ્રી

Weather Update Today : ગુજરાતમાં ઠંડીના છેલ્લા રાઉન્ડની શરૂઆત,,, કચ્છના નલિયામાં 9 ડિગ્રીએ પહોંચ્યો પારો,,, રાજકોટમાં 12.4 અને ડીસામાં 12.5 ડિગ્રી નોંધાયું તાપમાન

ગુજરાત પર વધુ એક આફતની આગાહી : કાતિલ ઠંડીના જબરદસ્ત રાઉન્ડની એન્ટ્રી

Gujarat Weather Forecast : ગુજરાતમાં ફરી ઠંડી વધી છે. કાતિલ ઠંડીથી જાણે હિમયુગ આવ્યો હોય તેવુ અનુભવાઈ રહ્યું છે. ગુજરાતમાં ફરી એકાએક ઠંડીનું જોર વધ્યું વધ્યું છે. 9 ડિગ્રી સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુંગાર શહેર બન્યું છે. તો ગુજરાતના અન્ય શહેરોમાં પણ ઠંડીનો પારો ડાઉન થયો છે. ગાંધીનગરમાં 12 ડિગ્રી, અમદાવાદમાં 12.3 ડિગ્રી, રાજકોટનું 12.4 અને ડીસાનું 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 3 દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે. તેમાં કોઈ બદલાવ નહિ આવે. પાંચથી છ દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાનની આગાહી છે. તો અમુક જગ્યાએ એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે. આગામી 2 દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ પણ રહેશે. 

ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનું જોર વધ્યું 
આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગની આગાહી એવી છે કે, પાંચ દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગના રામાશ્રય યાદવે જણાવ્યું કે, પાંચ થી છ દિવસ તાપમાન યથાવત રહેશે. કોઈ કોઈ જગ્યાએ એક થી બે ડિગ્રી તાપમાન વધી શકે છે. ગાંધીનગરમાં 11.8 ડિગ્રી, અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન થયું છે. તો નલિયામાં 10.5 ઓછું તાપમાન નોંધાયું છે. વાદળોના કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વાદળો દેખાશે. આગામી બે દિવસ ગુજરાતમાં વાદળો રહેશે. 

આ દિવસોમાં વરસાદની આગાહી 
આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. ગુજરાતમાં ફરીથી માવઠું પડવાની અંબાલાલની આગાહી છે. તેમણે કહ્યું કે, 27થી 30 જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની શક્યતા છે. આ દિવસોમાં કચ્છ, સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. ફેબુઆરીના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં મોટો ફેરફાર થશે.

ગુજરાતનું વાતાવરણ ફરી બગડશે 
અંબાલાલ પટેલે કહ્યું કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષાની શક્યતા છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમ વર્ષા ન થતા સંતુલિત હવામાન ન રહ્યું. તેથી ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે. કેટલાક ભાગોમાં ન્યુન્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે. આ સમયે ખેડૂતોએ પીયત આપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news