બે મહાસાગરના ભેજને કારણે ગુજરાત પર આવ્યું મોટું સંકટ, અંબાલાલે કરી ભયાનક આગાહી

Monsoon Prediction By Ambalal Patel : હાલ ગુજરાતનું વાતાવરણ વિચિત્ર રીતે કરવટ બદલી રહ્યું છે... સમજી ન શકાય તે રીતે વાતાવરણમાં પલટા આવી રહ્યાં છે, ગરમી-વરસાદની અવરજવર વધી રહી છે 
 

બે મહાસાગરના ભેજને કારણે ગુજરાત પર આવ્યું મોટું સંકટ, અંબાલાલે કરી ભયાનક આગાહી

Gujarat Weather : ભરઉનાળે અડધા ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રના કેટલાક પંથકોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે. ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. ત્યારે અંબાલાલ પટેલની આગાહી પર પણ નજર કરી લઈએ. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આવતીકાલથી 26 એપ્રિલથી થી 28 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. બંગાળના ઉપસાગરને ભેજ અને અરબ સાગરનો ભેજના કારણે પ્રિ-મો્સુન એક્ટિવિટીની શરૂઆત થઈ છે. જોકે, તેના બાદ કાળઝાળ ગરમી પડશે. 

ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી. છે. બિહાર, ઉત્તર પ્રદેશ સહિત 8 રાજયમાં હીટવેવની આગાહી છે. આ વચ્ચે પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્રના કેટલાંક ભાગમાં માવઠું પડી શકે છે. જોક, આગાહી મુજબ ગુજરાતમા પણ માવઠું આવ્યું છે. ગુજરાતમાં સવારથી અનેક જિલ્લાઓમાં વરસાદ આવી પડ્યો છે. જોકે, તેમ છતાં રાજ્યમાં લોકોને અંગ દઝાડતી ગરમીમાં શેકાવું પડશે. મોટાભાગના શહેરોમાં તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતાં 2 દિવસ બાદ ગરમીમાં રાહત મળશે. લેટેસ્ટ અપડેટ અનુસાર, અમદાવાદ 41.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું. ગાંધીનગર, રાજકોટ, અમરેલીમાં પણ પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હાલ ગરમી ઘટવાના એંધાણ નથી.  

વાતાવરણ અંગે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી એવી છે કે, રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. પવનની દિશા બદલાતા ગરમીનો પ્રકોપ વધશે. રાજ્યના તાપમાનમાં 2 ડિગ્રી આસપાસ તાપમાન વધશે. મોટાભાગના શહેરોમાં તાપમાન 42 ડિગ્રી આસપાસ રહેશે.. ડીસા, રાજકોટ, અમરેલી અને, સુરેન્દ્રનગરમાં પણ તાપમાન 40 ડિગ્રી પહોંચશે. આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતા છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો થયો છે.

અંબાલાલ પટેલની નવી આગાહી 
અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, તારીખ 28-29 એપ્રિલ દરમિયાન મધ્ય ગુજરાતમાં વડોદરા આણંદ ભાગોમાં મહત્તમ તાપમાન ૪૩ થી ૪૪ ડિગ્રી રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમી વધશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમી ૪૧ ડિગ્રી કે તેથી વધુ ગરમી રહેશે. તો કચ્છમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી તાપમાન રહેશે. જૂનાગઢમાં ગરમી 41 ડિગ્રી, અમરેલી અને ભાવનગરમાં ૩૮ થી ૪૦ ડિગ્રીએ પહોંચી જશે. તેમણે વધુમાં કહ્યું કે, દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ ગરમીનું પ્રમાણ વધશે. વિદર્ભના ભાગોમાં ગરમીના કારણે મહારાષ્ટ્રના સંલગ્ન ભાગોમાં ગરમી વધશે. આહવા, ડાંગ અને વલસાડમાં ગરમી રહેશે. મે માસની શરૂઆતમાં ફરી એકવાર કમોસમી વરસાદ દસ્તક આપશે. દેશના ઘણા ભાગોમાં પ્રી મોનસુન એક્ટિવિટી થશે. જેથી ગરમીનો પારો ફરી નીચે જશે. 

આંધી સાથે વરસાદ આવશે 
અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news