અંબાલાલ પટેલની આગાહી : આ ચોમાસું તોફાની બનશે, ચક્રવાતને લઈને આપ્યા મોટા સંકેત

Gujarat Weather Forecast :   ચોમાસા અંગે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી... રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ: અંબાલાલ પટેલ... ચોમાસામાં સરેરાશ 70થી 75 ટકા વરસાદ રહેશે: અંબાલાલ પટેલ 

અંબાલાલ પટેલની આગાહી : આ ચોમાસું તોફાની બનશે, ચક્રવાતને લઈને આપ્યા મોટા સંકેત

Ambalal Patel Prediction : મોસમના આગાહીકારો અવનવી રીતે ચોમાસાને લઈને આગાહી કરતા હોય છે. કોઈ પંખીઓના અવાજના આધારે, તો કોઈ પ્રકૃતિમાં જોવા મળતા અવનવા પરિવર્તનના આધારે, તો કોઈ અખાત્રીજના પવનના આધારે આગાહી કરતા હોય છે. આ લોકો પ્રાચીન વિદ્યાના નિષ્ણાત ગણાય છે. જેઓ દસ આની, બાર આની, પંદર આની વરસાદ પડશે તેવુ કહે છે. ત્યારે આ આની વરસાદ શુ છે અને કેવી રીતે ગણાય છે તેનુ ગણિત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સમજાવ્યું. 

2023 નું ચોમાસું કેવુ રહેશે 
2023 નું ચોમાસું ખેડૂતો માટે કેવું રહેશે તેને લઇ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કરી કે, આ વર્ષે 10-12 આનીનો વરસાદ રહેશે. સામાન્ય રીતે પહેલાના સમયે કેટલી આનીનો વરસાદ પડશે તે જાણવા જાણકારો વડની વડવાઈઓ કેટલી ફૂટી તેના ઉપરથી માહિતી મેળવતા હોય છે. જો 4 આની વરસાદ પડે તો ઓછો વરસાદ પડે છે. 16 આનીનો વરસાદ શ્રેષ્ઠ વરસાદ ગણાય છે. 

રોહિણીમાં વરસાદ રહે તો તે ચોમાસાની ગતિવિધિ માટે સારી ગણાય છે. જે પવન ફૂંકાય તેનાથી વરસાદ રેગ્યુલર શરૂ થાય છે. વરસાદના આ પડઘમ સારા છે. અરબ સાગરમાં પણ ચક્રવાત આવશે અને બંગાળ મહાસાગરમાં ચક્રવાત આવશે. આ ચક્રવાત દક્ષિણ ગુજરાતના ભાગોમાં તરફ જાય તો ભારે વરસાદ થતો હોય છે, અને ઓમાન તરફ જાય તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થતો હોય છે. બે ચક્રવાતને કારણે વરસાદની સ્થિતિ સાનુકૂળ બની છે, પરંતુ જેમ જેમ ચક્રવાત આગળ આવશે ત્યારે વાયુને કારણે ચોમાસામાં વિલંબ પણ થઈ શકે છે. 

ચોમાસાની પેટર્ન જોઈએ તો આપણુ ચોમાસું સ્વતંત્ર નથી. આપણું ચોમાસું પેસિફિક મહાસાગરની અસર જોવા મળે છે. વાવાઝોડાને કારણે સારો વરસાદ રહેશે. જૂનમાં જે નક્ષત્ર છે, તે ચોમાસું લાવશે. જુન જુલાઈમાં સારો વરસાદ થશે. ઓગસ્ટમાં થોડો ઓછો વરસાદ રહેશે, સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ રહેશે. નવેમ્બરમાં પણ આ હવાઓ ચાલશે, જેથી આ મહિનામાં પણ વરસાદ જોવા મળશે. 20 નવેમ્બરની આસપાસ ચક્રવાત આવશે. તેથી આ વર્ષ ચક્રવાતનું વર્ષ ગણાશે. 
 
આ ચોમાસામાં તોફાન આવતા રહેશે
ચોમાસાને લઇ અંબાલાલ પટેલની આગાહી કરી કે, આગામી 3 જૂન સુધી ગુજરાતમાં વરસાદ રહેશે. આ વરસાદ પ્રિમોન્સૂન અથવા વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સને કારણે હોઈ શકે છે. 2023 નું ચોમાસુ મોટા ભાગે સારું રહેશે, પણ ચક્રવાત વારંવાર આવતો રહેશે. 3 -4 જૂને અરબસાગરમાં હળવું દબાણ ઉભું થશે, જે ધીમે ધીમે આગળ વધશે. ગુજરાતમાં આ વર્ષે નવેમ્બર મહિના સુધી વરસાદ રહેશે, નવેમ્બરમાં પણ ચક્રવાત આવશે. ખેડૂતોના પાકને વરસાદ અને વાવાઝોડું ફૂંકાતા નુકશાન થઇ શકે છે. 

આગામી પાંચ દિવસ વરસાદ રહેશે 
આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગે પણ આગાહી કરી કે, આગામી 24 કલાક ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આવતીકાલથી વીજળી અને ભારે પવનમાં વરસાદ રહી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ટ્રફ અને રાજસ્થાન સિસ્ટમ સક્રિય થવાથી વરસાદના વાદળો બંધાય છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ રહી શકે છે. મોટાભાગના જિલ્લાઓમાં 40 ડિગ્રીથી નીચે તાપમાન રહી શકે છે. 

આગાહીકાર ભીમબાઈ ઓડેદરાની આગાહી 
આજે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આગામી ચોમાસાની સિઝનને લઈને ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અહી આયોજીત 29 માં વર્ષા વિજ્ઞાન પરિસંવાદ કાર્યક્રમમા 56 હવામાનના જાણકારો એકઠા થયા હતા. જે તમામની આગાહીના નીચોડ રૂપે નિષ્કર્ષ એ નીકળ્યું હતું કે, આ વર્ષનું ચોમાસુ 11 (અગિયાર) આની રહેશે. પોરબંદર જિલ્લાના કેવલંકા ગામના ભીમભાઇ ઓડેદરાએ પશુ-પક્ષીઓની ચેષ્ટા ઉપરથી આગાહી કરવામાં નિષ્ણાત છે. તેઓએ કહ્યું કે, આ વખતે ચોમાસું મોડું રહેશે. તેમાં વરસાદ પણ ખેંચાશે. વરસાદ સમયસર થશે, પરંતુ ખેંચાશે. આ વર્ષનું ચોમાસું તોફાની બની રહેશે. જે લગભગ 10 તી 12 આની વરસાદ થવાની શક્યતા છે. ચાર આની ચોમાસુ મધ્યમ રહે તેવું જણાય બાર આની એટલે સારું વર્ષ થાય તેવું તેમણે જણાવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news