ગુજરાતમાં વરસાદ અંગે મહત્ત્વના સમાચાર, આ બે જિલ્લાઓમાં તો રીતસર ભુક્કા બોલાવશે વરસાદ
Gujarat Weather Forecast: છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. શરૂઆતના બે દિવસ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને ધમરોળ્યું હતું. ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છનો વારો આવ્યો છે.
Trending Photos
Gujarat Weather Update: ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા મહત્ત્વની આગાહી કરવામાં આવી છે. છેલ્લાં કેટલાંક દિવસોથી વરસાદે જે વિરામ લીધો હતો તેના પછી ફરી એકવાર મેઘરાજાએ એન્ટ્રી પાડી છે. ફરી એકવાર મેઘરાજાએ ધુઆંધાર બેટિંગ શરૂ કરી દીધી છે. રાજ્યમાં વરસી રહેલાં વરસાદને કારણે જળાશયો પણ છલકાઈ રહ્યાં છે. જોકે, હવામાન વિભાગની આગાહીને કારણે એલર્ટ રહેવાની પણ જરૂર છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસાદની તીવ્રતા ઘટશે તેવી જાહેરાત કરી છે. જ્યારે કચ્છ અને દ્વારકા જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. જેમાં ગુજરાતના બે જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, અત્યાર સુધી રાજ્યમાં સારો એવો વરસાદ થઈ ચુક્યો છે. આંકડાઓની વાત કરીએ તો અત્યાર સુધીમાં રાજ્યમાં
રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે રાજ્યના મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 93.44 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં કુલ જળસંગ્રહ શક્તિના 99.73 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જ્યારે 54 જળાશયો એવા છે કે જેમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે.
તો બીજી તરફ, 90 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા જળસંગ્રહ, 29 જળાશયોમાં 50 ટકાથી 70 ટકા જળસંગ્રહ, 23 જળાશયોમાં 25 ટકાથી 50 ટકા જળસંગ્રહ, 10 જળાશયોમાં 25 ટકા કરતાં ઓછો જળસંગ્રહ થયો છે. તેમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17 જળાશયો, દક્ષિણ ગુજરાતના 13, કચ્છના 20 અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો, મહેસાણાનો ધરોઇ ડેમ 93.50% ભરાયો છે. આ ડેમમાં 5500 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. બીજી તરફ, ડેમમાંથી 500 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ડેમની ભયજનક જળ સપાટી 622 ફૂટ સામે હાલમાં 620.35 ફૂટે સપાટી પહોંચી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે