ગુજરાત યુનિ. ફરી વિવાદમાં! વનરાજ મીર એકાએક ગુમ થતાં હડકંપ મચ્યો, NSUIનો મોટો આક્ષેપ
ગુજરાત યુનિવર્સીટીના સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયા સામે NSUIના આક્ષેપ મામલે સાયબર ક્રાઇમમાં શ્વેતલ સુતરિયા NSUI ના વનરાજ મીર સામે બદનક્ષીની ફરિયાદ કરવા પહોંચ્યા હતા.
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના NSUIના પ્રમુખ વનરાજ મીર ગાયબ થઈ જતા વિવાદ સર્જાયો છે. કાલે રાત્રે (ગુરુવાર) અઢી વાગે વનરાજ મીરને પોલીસ ઘરેથી ઉઠાવી લેવા પહોંચ્યાનો NSUI આક્ષેપ લગાવી રહી છે. કોંગ્રેસના નેતા શાહનવાઝ શેખ તેમજ NSUIના કાર્યકરો વનરાજ મીરની શોધમાં સાયબર ક્રાઈમ પહોંચ્યા હતા.
શાહનવાઝ શેખે જણાવ્યું છે કે, કોઈપણ કારણ વિના ગુજરાત યુનિવર્સિટીના NSUIના પ્રમુખ વનરાજ મીરને પોલીસ તેમના જ ઘરે થલતેજથી ઉઠાવી ગઈ છે. ગુજરાત યુનિવર્સીટીના ખર્ચે સિન્ડિકેટ સભ્ય પોતાના પરિવાર સાથે મેઘાલયના શિલોન્ગમાં આવેલી નોર્થ ઇસ્ટર્ન હિલ યુનિવર્સીટી ખાતે પહોંચ્યા હતા, જેનો વિરોધ કરવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. NSUI ગુજરાત યુનિવર્સીટીમાં સિન્ડિકેટ સભ્યનો વિરોધ કરે એ પહેલાં જ NSUI ના પ્રમુખ વનરાજ મીરને પોલીસ ઉઠાવી ગઈ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. નિયમ મુજબ કોઈપણ સિન્ડિકેટ સભ્ય ગુજરાત યુનિવર્સીટીના ખર્ચે પારિવારિક પ્રવાસ ના કરી શકે.
ગુજરાત યુનિવર્સીટીના સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયા સામે NSUIના આક્ષેપ મામલે સાયબર ક્રાઇમમાં શ્વેતલ સુતરિયા NSUI ના વનરાજ મીર સામે બદનક્ષીની ફરિયાદ કરવા પહોંચ્યા હતા. શ્વેતલ સૂતરિયા શીલોન્ગમાં નોર્થ ઇસ્ટર્ન હિલ યુનિવર્સીટી ખાતે ગુજરાત યુનિવર્સિટીના આયોજિત કાર્યક્રમમાં પરિવારજનો સાથે પહોંચ્યા હતા. શ્વેતલ સુતરિયા પોતાની પત્ની, દીકરી અને સાળા સાથે ગુજરાત યુનિવર્સીટીના ખર્ચે પહોંચ્યા હતા તેવો NSUI આક્ષેપ લગાવી રહી છે. ગુજરાત યુનિવર્સિટીના IIS વિભાગનો 21 મેના રોજ કાર્યક્રમ આયોજિત થયો હતો, જેમાં ગુજરાતના રાજ્યપાલ પણ ઉપસ્થિત હતા.
સમગ્ર મામલે શ્વેતલ સુતરિયાએ હાલ મીડિયા સામે આવવાનું ટાળ્યું હતું. શ્વેતલ સુતરિયાએ કહ્યું કે, મેં રૂપિયા પરત કરી દીધા છે, જે ખર્ચ થયો એનો ચેક આપ્યો છે. મને LIC તરફથી LTC મળે છે, જે મેં પરત ગુજરાત યુનિવર્સિટીને કરી દીધો છે. શ્વેતલ સુતરિયાએ પરિવાર સાથે સમગ્ર પ્રવાસ પોતાના ખર્ચે કર્યો હોવાનો દાવો કર્યો છે. સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયા પોતાના પરિવારને શીલોન્ગ ગુજરાત યુનિવર્સીટીના ખર્ચે ગયા હોવાનો સમગ્ર મામલો વિવાદિત બન્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે