ગુજરાતના આ હિલ સ્ટેશન સામે મનાલીની પહાડીઓ પણ ફિક્કી લાગશે, જ્યાં દરિયો પણ ભરે છે સલામી

ગુજરાતના આ હિલ સ્ટેશન સામે મનાલીની પહાડીઓ પણ ફિક્કી લાગશે, જ્યાં દરિયો પણ ભરે છે સલામી
  • વિલ્સન હિલ્સ ગુજરાતનું પ્રખ્યાત હિલ સ્ટેશન છે, પરંતુ તે વધુ એક્સપ્લોર થયુ નથી. ચોમાસામાં તેની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠે છે
  • હરિયાળીથી ઢંકાયેલી પહાડી, વાદળોનુ ચાદર ઓઢતુ અદભૂત દ્રશ્ય, ચોમાસામાં દરેક પહાડી પરથી ટપકતા ઝરણા અને ખુશ્નુમા માહોલ તથા ચારેતરફ છવાયેલુ ધુમ્મસ તમારુ દિલ જીતી લેશે

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતીઓ ફરવા માટે બીજા રાજ્યો જવાનુ પસંદ કરે છે. ખાસ કરીને હિલ સ્ટેશનનો પ્રવાસ માણવા માટે હિમાચલ, મસૂરી, લેહ લદ્દાખ જવાનુ પસંદ કરે છે. પરંતુ ગુજરાત (gujarat tourism) પાસે પણ આલાગ્રાન્ડ હિલ સ્ટેશનનો ખજાનો છે. તેમાં પણ એક હિલ સ્ટેશનની વાત કરીએ તો કુલુમનાલીની પહાડીઓ પણ તેની સામે ફિક્કી લાગશે. આ હિલ સ્ટેશન છે વલસાડનુ વિલ્સન હિલ્સ (Wilson hills) અનેક લોકો આ હિલ્સની ખાસિયત નથી જાણતા. ગુજરાત આ એકમાત્ર એવુ હિલ સ્ટેશન છે, જ્યાથી સમુદ્રનો નજારો પણ જોઈ શકાય છે. એકવાર તમે આ પહાડી પર આવશો તો તમને બીજે ક્યાય જવાનું મન નહિ થાય. 

વિલ્સન હિલ્સ ગુજરાતનું પ્રખ્યાત હિલ સ્ટેશન (hill station) છે, પરંતુ તે વધુ એક્સપ્લોર થયુ નથી. તેમા પણ ચોમાસામાં તેની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠે છે. વિલ્સન હિલ્સ વલસાડના ધરમપુરમાં આવેલુ છે. વિલ્સન હિલ્સ જંગલોથી ઘેરાયેલુ હિલ સ્ટેશન છે. તે પયંગબરી વન્યજીવ અભ્યારણ્ય પાસે આવેલુ છે. તે ગુજરાતનુ એકમાત્ર એવુ હિલ સ્ટેશન છે, જ્યાં સમુદ્રને પણ જોઈ શકાય છે. પરંતુ જો તમે વિલ્સન હિલ જવાનો વિચાર કરી રહ્યા છો તો તમારે તેના વિશે માહિતી મેળવવી જરૂરી છે.  

વિલ્સન હિલ્સનું નિર્માણ કાર્ય લોર્ડ વિલ્સન અને ધરમપુરના અંતિમ રાજા વિજય દેવજીના કાળમાં આરંભ કરાયુ હતું. લોર્ડ વિલ્સન મુંબઈના ગર્વનર હતા, અને તેમની યાદમાં જ આ હિલનું નામ રાખવામાં આવ્યું છે. 

No description available.

વિલ્સન હિલ્સ સમુદ્રની લેવલથી અંદાજે 750 મીટરની ઊંચાઈ એટલે કે 2500 ફીટની ઊંચાઈએ આવેલુ છે. ઉનાળાના દિવસોમાં આ હિલ સ્ટેશન એકદમ શાંત અને શીતળ અનુભવ કરાવે છે. અહીના વળાંકવાળા રસ્તાઓ સૌથી વધુ પોપ્યુલર છે. જે સર્પાકાર આકારમાં છે. હરિયાળીથી ઢંકાયેલી પહાડી, વાદળોનુ ચાદર ઓઢતુ અદભૂત દ્રશ્ય, ચોમાસામાં દરેક પહાડી પરથી ટપકતા ઝરણા અને ખુશ્નુમા માહોલ તથા ચારેતરફ છવાયેલુ ધુમ્મસ તમારુ દિલ જીતી લેશે. સાપુતારા હિલ સ્ટેશનની સરખામણીમાં આ હિલ સ્ટેશન થોડુ નાનુ છે. પરંતુ તેને મિની સાપુતારા જ કહેવાય છે. જો તમે ચોમાસામાં ક્યાંય જવા માંગો છો તો આ હિલ સ્ટેશન પરફેક્ટ લોકેશન છે. 

No description available.

ગુજરાતના અલગ અલગ શહેરોથી વિલ્સન હિલ્સનું અંતર 

  • સુરતથી 130 km
  • સાપુતારાથી 120 km
  • મુંબઈથી 250 km
  • નવસારીથી 80 km
  • વલસાડથી 60 km
  • અમદાવાદથી 485 km
  • ધરમપુરથી 27 km (જેમાંથી 20 કિમીનો રસ્તો સર્પાકાર આકારનો છે) 

No description available.

અહી પહાડી પર મધ્યમાં બિરુમલ મંદિર એ વિલ્સન હિલ્સનું સૌથી મોટુ આકર્ષણ છે. આ સ્થાન પર પહોંચવા માટે તમને 40 મિનિટની મુસાફરી ખેડવી પડશે. 

અહી જોવાલાયક સ્થળો
વિલ્સન હિલ સ્ટેશન તેમજ તેની આસપાસના વિશેષ આકર્ષક સ્થળોમાં ખાસ કરીને ઓઝોન ઘાટી, સૂર્યોદય-સૂર્યાસ્ત પોઈન્ટ, સંગેમરમર છતરી, ધરમપુર શહેર, વિલ્સન હિલ્સ મ્યૂઝિયમ, શંકર વોટરફોલ વગેરે જોવા જોવાલાયક છે. આ ઉપરાંત ધરમપુર શહેરથી લગભગ 10 કિલોમીટર દૂર બિલપુડી ટ્વીન ઝરણુ છે, જેને લોકો માવલી માતા ઝરણા નામથી પણ ઓળખે છે. આ ઝરણા પરથી 20 ફીટ ઉંચાઈથી પાણી પડે છે. તેની સુંદરતા મનમોહક હોય છે. 

No description available.

અહી આવવાનો સૌથી સારો સમય ચોમાસાની સીઝન છે. અહી તમને ચોમાસામાં ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળશે.  અહી તમને રહેવા માટે રિસોર્ટ પણ મળી જશે. તો સાથે પ્રવાસીઓમાટે કેટલીક ઝૂંપડી (Huts) પણ બનાવાયેલી છે. જેમા તમે રોકાઈ શકો છો. વિલ્સન હિલ્સ પર જવા માટે સૌથી સારુ માધ્યમ રસ્તાનો છે. ટ્રેનથી જવા માટે તમારે ધરમપુર સુધી જવુ પડશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news