દિવાળી વેકેશનમાં મોસ્ટ પોપ્યુલર ડેસ્ટિનેશન બન્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી, બહારથી આવ્યા પ્રવાસીઓ

Statue Of Unity : પ્રવાસીઓ દિવાળી ઉજવવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીને આ વર્ષે વધુ પસંદ કરી રહ્યાં છે... મોટી સંખ્યામાં પ્રવાસીઓ નર્મદા તટે દિવાળી ઉજવવા આવી પહોંચ્યા 
 

દિવાળી વેકેશનમાં મોસ્ટ પોપ્યુલર ડેસ્ટિનેશન બન્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી, બહારથી આવ્યા પ્રવાસીઓ

Gujarat Tourism જયેશ દોશી/નર્મદા : આ દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓની સૌથી પહેલી પસંદગી એકતા નગર બની રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અત્યાર સુધીમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧.૫૩ કરોડ પ્રવાસીઓ નોંધાઈ ચુક્યા છે. પ્રવાસીઓ અન્ય જગ્યાS જવાને બદલે નર્મદા જિલ્લાને પસંદ કરતા થયા છે. તેને કારણે જ નર્મદા જિલ્લાનું પ્રવાસન સ્થળ કેવડિયા દિવાળીની રજાઓમાં પ્રવાસીઓની ચલપહલથી ધમધમી ઉઠ્યું છે. સાથે સ્ટેચ્યુ પાસે જે બનાવેલ જંગલ સફારી, ચિલ્ડ્રન પાર્ક, જેવા તમામ 17 પ્રોજેક્ટો પણ દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. દિવાળીની રજાઓમાં દૂર ફરવા જવાને બદલે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીને પસંદ કરતા થયા છે અને અહિયાનું વાતાવરણ પણ ખૂબ સુંદર છે. એટલે દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ આ સ્થળ ખૂબ પસંદ કરે છે. પ્રવાસીઓ દિવાળી ઉજવવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પસન્દ કરી રહ્યા છે તથા પ્રધાનમન્ત્રી ની આ પરિકલ્પનાને વખાણી રહ્યાં છે. 

નર્મદા જિલ્લામાં કેવડીયા સ્થિત એકતાનગરમાં બનાવવામાં આવેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે દેશ દુનિયાથી પ્રવાસીઓ આવી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે વિશ્વના તમામ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની વર્ષ ૨૦૨૩માં જાન્યુઆરીથી ઓક્ટોમ્બર સુધીમાં સૌથી વધુ ૩૧.૯૨ લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. 

છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો...

  • વર્ષ-૨૦૧૮માં ૪.૫૩ લાખ
  • વર્ષ-૨૦૧૯માં ૨૭.૪૫ લાખ
  • વર્ષ-૨૦૨૦માં ૧૨.૮૧
  • વર્ષ-૨૦૨૧માં ૩૪.૨૯ લાખ
  • વર્ષ-૨૦૨૨માં ૪૧.૩૨ લાખ
  • વર્ષ-૨૦૨૩માં ૩૧.૯૨ લાખ 

એમ કુલ ૧.૫૩ કરોડ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત આસપાસના વિવિધ પ્રોજેક્ટની મુલાકાત લીધી છે.

અહીં આવતા પ્રવાસીઓ એ કારણે પણ ખુબ ખુશ છે કે અત્યારસુધી તેમને જે મુલાકાત લીધી તે ઐતિહાસિક અને જુના વર્ષો પહેલા બનેલા હતા. જ્યારે આ સ્ટેચ્યુ તાજેતરમાં અને પોતાની હયાતીમાં બનેલું હોવાથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે

અહીંના વાતાવરણથી પ્રવાસીઓ ખુબજ પ્રભાવિત થાય છે અને વિદેશી પર્યટક સ્થળો સાથે સરખાવી ભારતમાં બનેલ આ સ્થળને વખાણવાનું ચુકતા નથી અને આ દિવાળી વેકેશનમાં આ સ્થળ પસંદ કરવાનું કારણ પણ એ જ બતાવી રહ્યા છે કે વિદેશ કરતાપણ સારું પ્રવાસન સ્થળ હવે ભારતમાં ઉપલબ્ધ છે. વળી ખાસ મુંબઈથી આવેલ ગ્રુપ પણ જણાવે છે કે, ભવિષ્ય માટે પણ આ એક ખુબ સારું છે અહીં સગવડો પણ ખુબ સારી છે અને સ્વછતા પણ ખુબજ સારી છે. વળી મુંબઈ કરતા અહીંનું વાતાવરણ અને અહીંની માનવતા ભર્યા માહોલના વખાણ કરતા પ્રવાસીઓ થાકતા નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news