IRCTC: 'કુછ દિન ગુજારો ગુજરાત મેં'... સસ્તામાં બૈરા-છોકરાને બતાવી દો આખું ગુજરાત, આખું વર્ષ ઘરમાં નહી થાય કકળાટ. આ રહી ડીટેલ્સ
Gujarat Tour: ગુજરાતમાં ફરવા માગો છો તો તમારી માટે ઉત્તમ તક છે. 6 રાત અને 7 દિવસના આ પ્રવાસમાં 2AC અને 3AC ક્લાસમાં રેલવે રિઝર્વેશનની સાથે પ્રવાસીઓને પ્રવાસ દરમિયાન થ્રી સ્ટાર હોટલ (અમદાવાદ અને વડોદરા)માં બે રાત્રિ રોકાણની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે. ગુજરાતમાં એક સપ્તાહ ફરવાનો આ સોનેરી મોકો છે.
Trending Photos
IRCTC Gujarat Tour Package: IRCTC દેશભરના ધાર્મિક સ્થળો પર ફરવા માટે પેકેજનું સંચાલન કરે છે. આ સિવાય દેશના અગત્યના પ્રવાસન સ્થળોએ ફરવા માગતા પ્રવાસીઓ માટે ટૂર પેકેજનું આયોજન થાય છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં IRCTC ગુજરાતમાં અક્ષરધામ મંદિર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે ટૂર પેકેજ લઈને આવી છે. આ પ્રવાસ દર શનિવારે ગોરખપુરથી શરૂ કરવામાં આવશે, જેમાં પ્રવાસીઓને 2AC અને 3AC ક્લાસમાં રિઝર્વ બર્થ સાથે સરદાર સરોવર ડેમ, સ્ટેચ્યુ ઑફ યુનિટી, અક્ષરધામ મંદિર અને વડોદરાની મુલાકાત લેવા લઈ જવામાં આવશે.
આ સ્ટેશનો પરથી તમને મળશે સુવિધા
ઉત્તર પ્રદેશના પ્રવાસીઓ ગુજરાત ફરવા માગતા હો તો આ પેકેજમાં મુસાફરોને ગોરખપુર, બસ્તી, ગોંડા, બારાબંકી, લખનૌ, કાનપુર, કન્નૌજ, કાનપુર અનવરગંજ, ફારુખાબાદ અને બિલ્હૌર સ્ટેશનોથી ટ્રેનમાં ચઢવા અને ઉતરવાની સુવિધા આપવામાં આવી છે. 6 રાત અને 7 દિવસની આ યાત્રામાં 2AC અને 3AC ક્લાસમાં રેલવે રિઝર્વેશનની સાથે પ્રવાસીઓને પ્રવાસ દરમિયાન થ્રી સ્ટાર હોટલ (અમદાવાદ અને વડોદરા)માં બે રાત્રિ રોકાણની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.
દેશભરમાં ગરમીનું 44 થી 47 ડિગ્રીવાળું ટોર્ચર? હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
ગરમીએ તોડ્યો રેકોર્ડ: હિટવેવના લીધે 100 લોકોના મોત, બ્રેડ-દૂધ કરતાં બરફ બન્યો મોંઘો
પ્રવાસ દરમિયાન પ્રવાસીઓને ગોરખપુરથી અમદાવાદ ટ્રેન મારફતે લઈ જવામાં આવશે. અમદાવાદ અને વડોદરામાં પ્રવાસ માટે એસી વાહનની સુવિધા આપવામાં આવશે. IRCTC પ્રવાસીઓને અમદાવાદ અને વડોદરાની થ્રી સ્ટાર હોટલમાં બે રાત્રિ રોકાણની સાથે નાસ્તો અને રાત્રિભોજન પણ આપશે.
કયા છે ફરવાના સ્થળો
આ ટૂર પેકેજ દરમિયાન પ્રવાસીઓને અમદાવાદમાં અક્ષરધામ મંદિર, સાબરમતી આશ્રમ અને સાબરમતી રિવર ફ્રન્ટની મુલાકાતે લઈ જવામાં આવશે. આ પછી વડોદરામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ, લક્ષ્મી વિલાસ પેલેસ અને વડોદરા મ્યુઝિયમનો આ પ્રવાસમાં સમાવેશ કરાયો છે.
Chaturgrahi Yog ચારેયબાજુથી આપશે લાભ જ લાભ, સમજો 4 રાશિઓ માટે ઉગશે સોનાનો સૂરજ
4 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં બેસ્ટ કાર્સ, 33 Km સુધીની માઇલેજ સાથે દમદાર ફીચર્સ
ભાડું કેટલું હશે
સેકન્ડ ક્લાસ એસી ટિકિટ સાથે એક વ્યક્તિના પેકેજમાં આ કિંમત રૂ. 47715/- ડબલ ઓક્યુપન્સીમાં વ્યક્તિ દીઠ રૂ. 27620/- , ટ્રિપલ ઓક્યુપન્સીમાં વ્યક્તિ દીઠ રૂ. 22780/- , બેડ સહિત બાળક દીઠ (5-11 વર્ષ) - ₹ 16560 /-, બેડ વગરના બાળક દીઠ (5-11 વર્ષ) - ₹ 14210/ નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે થર્ડ એસી ટિકિટ સાથે સિંગલ ઓક્યુપન્સીમાં ₹45580/-વ્યક્તિ દીઠ, ડબલ ઓક્યુપન્સમાં વ્યક્તિ દીઠ ₹25485/-, ટ્રિપલ ઓક્યુપન્સી વ્યક્તિ દીઠ - ₹20645, બેડ સહિત બાળક દીઠ (5-11 વર્ષ) - ₹14425/-, બાળક દીઠ. બેડની બાળકને જરૂર નથી તો (5-11 વર્ષ) ₹ 12070/- નક્કી કરવામાં આવ્યા છે.
સાત ફેરા અને મંત્રોચ્ચાર વિના હિંદુ લગ્ન માન્ય નહી, SC ના ચૂકાદાની 5 મહત્વપૂર્ણ વાતો
આવશે આટલો હપ્તો, આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમે 10 વર્ષમાં જ બનાવી દીધા કરોડપતિ
આ રીતે બુક કરો
આ સંદર્ભમાં માહિતી આપતાં IRCTC ઉત્તરીય ક્ષેત્રના મુખ્ય પ્રાદેશિક પ્રબંધક, અજીત કુમાર સિન્હાએ જણાવ્યું હતું કે આ પેકેજનું બુકિંગ વહેલા તે પહેલાં ધોરણે કરાયું છે. આ યાત્રાના બુકિંગ માટે, લખનૌના પર્યટન ભવન, ગોમતી નગર સ્થિત IRCTC ઑફિસમાંથી અને IRCTC વેબસાઇટ www.irctctourism.com પરથી પણ ઓનલાઈન બુકિંગ કરાવી શકાય છે, વધુ માહિતી અને બુકિંગ માટે આપેલા મોબાઈલ નંબર પર કૉલ કરો નીચે તમે સંપર્ક કરી શકો છો. લખનૌ- 8287930908/8287930902/8445137807, ગોરખપુર-8595924273/8874982530, કાનપુર- 8287930930/8595924298.
શર્માજી કી લવસ્ટોરી: લગ્ન પહેલાં રોહિત શર્માના દિલ પર રાજ કરતી હતી આ બોલીવુડ હસીના
Mukesh Ambani ની પીચ પર બેટિંગ કરશે Gautam Adani, બનાવ્યો 11,520 કરોડ રૂપિયાનો પ્લાન
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે