આખા દેશમાં કોઈએ ન કર્યું તે ધોરણ-12 ભણેલા ગુજરાતી ખેડૂતે કરી બતાવ્યું

Bharuch Farmers : ભરૂચના મેહુલકુમાર મહીડાએ 1 હેકટરે 228 મેટ્રીક ટન શેરડી પકવી વિક્રમ રચ્યો, આ એવોર્ડથી સન્માન

આખા દેશમાં કોઈએ ન કર્યું તે ધોરણ-12 ભણેલા ગુજરાતી ખેડૂતે કરી બતાવ્યું

Gujarat Farmers : ગુજરાતના ખેડૂતો પ્રગતિશીલ ખેડૂતો કહેવાય છે. આમાં શેરડીની ખેતી ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન ગણાય છે. ત્યારે શેરડીનું મબલખ ઉત્પાદનકરીને એક 12 પાસ ગુજરાતી ખેડૂતે એવુ કરી બતાવ્યું, જેની વાહવાહી કરવી પડે. સુરતનાં માંડવીના પ્રગતિશીલ 33 વર્ષીય ખેડૂત મેહુલકુમાર પ્રતાપસિંહ મહીડાએ એક હેક્ટરમાં 228.140 મેટ્રિક ટન શેરડી પકવી છે. માત્ર 33 વર્ષના ખેડૂતે જે કરી બતાવ્યું તે માટે તેમને સ્વ.ડો.દયારામભાઈ પટેલ એવોર્ડ એનાયત કરાયો છે. 

એક હેક્ટરમાં 228.140 મેટ્રિક ટન શેરડી 
ખેડૂત મેહુલકુમાર મહીડા પાસે 40 વીઘા જમીન છે. તેમજ 20 વીઘા જમીન પણ ગણોતે કરીને ટોટલ 60 વીઘા જમીનમાં ખેતી કરે છે.તેમાંથી ખેડૂત 40 વીઘા જમીનમાં શેરડીનું વાવેતર કરે છે. મેહુલકુમાર મહીડાએ સપ્ટેમ્બર 2022 માં શેરડીનુ વાવેતર કર્યુ હતું. જેને લગભગ 14 મહિના જેટલો સમય લાગે છે. જાન્યુઆરી મહિનામાં કટિંગ બાદ તેઓએ એક હેક્ટરમાં 228.140 મેટ્રિક ટન શેરડી મેળવી હતી. 

દક્ષિણ ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતના આ સાહસને બિરદાવવામાં આવ્યુ છે. ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘ દ્વારા કેવડીયા ખાતે વાર્ષિક સાધારણ સભા મળી હતી. તેમની આ સફળતાને કારણે તેઓને સ્વ.ડો.દયારામબાઈ પટેલ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં શેરડી ઉત્પાદનમાં પ્રતાપસિંહ મહીડાનો સિંહફાળો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news