અડધા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી : આ તારીખોએ તૂટી પડશે ધોધમાર વરસાદ
Gujarat Weather Forecast : કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગે આપ્યું વરસાદનું રેડ એલર્ટ,,, હજુ 4 દિવસ રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
Trending Photos
Ambalal Patel Monsoon Prediction : ગુજરાતમાં વરસાદનો રેકોર્ડ હવે તૂટી રહ્યો છે. છેલ્લા બે દિવસથી ગુજરાતના અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી મુજબ, ગુજરાત માટે જુલાઈ મહિનો ભારે રહેશે. ગુજરાતમાં હજુ 2 દિવસ ધોધમાર વરસાદની આગાહી છે. હાલ ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની કોઈ સંભાવના નથી. આગામી 36 કલાક ગુજરાત માટે બહુ જ અઘરા સાબિત થવાના છે. આવામાં કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગે નું રેડ એલર્ટ આપ્યું છે. તો હજુ 4 દિવસ રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
આજે ક્યાંની આગાહી
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, આજે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે કે, સૌરાટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે.
ગુજરાતના કયા જિલ્લાઓ એલર્ટ પર
- જામનગર, દ્વારકા અને પોરબંદરમાં રેડ એલર્ટ
- પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ
- કચ્છ, જામનગરમાં આજે રેડ એલર્ટ
- દ્વારકા, પોરબંદરમાં આજે ઓરેન્જ એલર્ટ
- અમદાવાદમાં યેલો એલર્ટ
ભવિષ્યમાં લાખોનું પેકેજ જોઈતુ હોય તો આ કોર્સ કરો, 5 વર્ષમાં આની જ ડિમાન્ડ હશે
આજથી 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે, કાલે અને પરમ દિવસે ગુજરાતમાં વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. તો આ સાથે જૂનાગઢ, સોમનાથમાં વરસાદનું રેડ અલર્ટ છે. પોરબંદર, ભાવનગર, અમરેલી, દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને, આવતી કાલે રવિવારે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ તૂટી પડશે. 10 જુલાઈએ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આ આગાહીમાં અમદાવાદ પણ બાકાત નથી. અમદાવાદમાં પણ ભારે વરસાદની હવામાનની આગાહી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.
10 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી
આજથી લઈને 10 જુલાઈ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.8 જુલાઇએ જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર,અમરેલી,ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ અને ગીર સોમનાથમાં આવતીકાલે રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ રહેશે. તો 9 જુલાઈએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે.10 જુલાઇથી વરસાદની ગતિ ધીમી પડે તેવી શક્યતા છે. આ વરસાદી માહોલ ઓફસોર ટ્રફ, સાયક્લોનિક સરકયુલેસન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હોવાની માહિતી છે.આજે પણ અમદાવાદમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં 40 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાજ્યના 224 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ જામનગરના જામનગર સિટીમાં 4.5 ઇંચ કરતાં વધુ વરસાદ નોઁધાયો છે. તો ગીર સોમનાથના તલાલામાં સવા ચાર ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત મહેસાણાના વિજાપુરમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
આજની વાત કરીએ તો, રાજ્યમાં આજે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં બે જ કલાકમાં કચ્છના અબડાસામાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સવારે છ થી આઠ વાગ્યા સુધીમાં રાજ્યમાં ૫૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સવારના બે કલાક દરમિયાન મોરબી સિટીમાં અને અરવલ્લીના ભિલોડામાં પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે