એકસાથે 2 ટુરિઝમ એવોર્ડથી ગુજરાતની શાનમાં વધારો, દિલ્હીમાં ફરી એકવાર વાગ્યો ગુજરાતનો ડંકો

Gujarat receives two Tourism awards : નવી દિલ્હી ખાતે પ્રવાસન ક્ષેત્રે ગુજરાતને મળ્યા બે એવોર્ડ.... ગુજરાતના પ્રવાસન વિભાગને સ્વદેશ દર્શન યોજના હેઠળ સર્વશ્રેષ્ઠ ઇન્ટરપ્રિટેશન સેન્ટર માટે એવોર્ડ મળ્યો... કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી. કિશન રેડ્ડીના હસ્તે ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ સ્વીકાર્યો એવોર્ડ

એકસાથે 2 ટુરિઝમ એવોર્ડથી ગુજરાતની શાનમાં વધારો, દિલ્હીમાં ફરી એકવાર વાગ્યો ગુજરાતનો ડંકો

Gujarat Tourism : ‘ટુરિઝમ ઇન મિશન મોડ’ ને પ્રોત્સાહિત કરવા અંગે વિચાર-વિમર્શ કરવા અને તેને સંબંધિત રણનીતિઓ બનાવવા માટે પ્રવાસન મંત્રાલય દ્વારા નવી દિલ્હી ખાતે 28 અને 29 માર્ચના રોજ બે દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચિંતન શિબિરના એક ભાગ તરીકે પ્રવાસન ક્ષેત્ર માટે વિવિધ કેટેગરીમાં એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ એવોર્ડ ફંક્શનમાં ગુજરાતને બે કેટેગરી હેઠળ એવોર્ડ પ્રાપ્ત થયો છે. તેમાં, ‘સર્વશ્રેષ્ઠ ઇન્ટરપ્રિટેશન સેન્ટર’ ની કેટેગરીમાં વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતેના વોચ ટાવરમાં આવેલ ઇન્ટરપ્રિટેશન સેન્ટરને એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત, ‘સર્વશ્રેષ્ઠ સાઉન્ડ એન્ડ લાઇટ શૉ’ ની કેટેગરીમાં ગુજરાતને રનર્સ અપ એટલે કે બીજા નંબર પર એવોર્ડ પ્રાપ્ત થયો છે. રાજકોટ સ્થિત આલ્ફ્રેડ હાઇસ્કૂલના સાઉન્ડ એન્ડ લાઇટ શૉને આ રનર્સ અપ એવોર્ડ આપવામાં આવ્યો છે. 

વડનગરમાં શર્મિષ્ઠા તળાવ સ્થિત વોચ ટાવરમાં આવેલ ઇન્ટરપ્રિટેશન સેન્ટરને આ શ્રેણીમાં એવોર્ડ પ્રાપ્ત થયો
રાજકોટ સ્થિત આલ્ફ્રેડ હાઈસ્કૂલના સાઉન્ડ એન્ડ લાઇટ શૉને રનર્સ અપ એવોર્ડ મળ્યો

નવી દિલ્હી ખાતે આયોજિત આ એવોર્ડ ફંક્શનમાં માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી જી. કિશન રેડ્ડીના હસ્તે ગુજરાતના માનનીય પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ ગુજરાતના પ્રવાસન વિભાગને મળેલો ‘સર્વશ્રેષ્ઠ ઇન્ટરપ્રિટેશન સેન્ટર’ નો એવોર્ડ સ્વીકાર્યો હતો. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સ્વદેશ દર્શન યોજના હેઠળ આ એવોર્ડ્સ આપવામાં આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, સ્વદેશ દર્શન યોજનાની શરૂઆત વર્ષ 2014-15માં કરવામાં આવી હતી. બે યોજનાઓ સાથે મળીને આ યોજના બનાવવામાં આવી છે, જેમાં એક પ્રસાદ દર્શન યોજના અને બીજી સ્વદેશ દર્શન યોજના છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news