ગુજરાતમાં મેઘરાજાનું જોર યથાવત, રાજ્યમાં વરસાદના કારણે 218 રસ્તા બંધ, ખાસ જાણો નહીં તો મુશ્કેલીમાં મૂકાશો
Gujarat Rain Update: ગુજરાતમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 200 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. સૌથી વધુ જૂનાગઢના વીસાવદરમાં 15.92 ઈંચ વરસાદ વરસ્યો છે જ્યારે 20 તાલુકામાં 4 ઈંચથી વધારે વરસાદ પડ્યો. તો 9 તાલુકામાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. હજુ પણ આ વરસાદ રાહત આપે તેવું લાગતું નથી
Trending Photos
Gujarat Rain Update: ગુજરાતમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 200 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. સૌથી વધુ જૂનાગઢના વીસાવદરમાં 15.92 ઈંચ વરસાદ વરસ્યો છે જ્યારે 20 તાલુકામાં 4 ઈંચથી વધારે વરસાદ પડ્યો. તો 9 તાલુકામાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. હજુ પણ આ વરસાદ રાહત આપે તેવું લાગતું નથી. ભારે વરસાદના પગલે અનેક ઠેકાણે રાજ્યમાં રસ્તાઓ બંધ થઈ ગયા છે જેના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે.
રાજ્યમાં વરસાદના કારણે 218 રસ્તા બંધ
છેલ્લા કેટલાક દિવસથી જે રીતે વરસાદ ગુજરાતને ઘમરોળી રહ્યો છે તેને પગલે ઠેર ઠેર પૂરની અને પાણી ભરાવની સ્થિતિ પેદા થયેલી છે. રાજ્યમાં ભારે વરસાદના પગલે 218 રોડ બંધ થયા છે. જેમાં 9 સ્ટેટ હાઈવે બંધ થયા છે. જ્યારે 198 રોડ એવા એવા છે જે પંચાયત હસ્તકના છે અને બંધ થઈ ગયા છે. 11 અન્ય માર્ગ બંધ થયા છે. સૌથી વધુ રસ્તાઓ નવસારીમાં 67 રસ્તા બંધ થયા છે. જ્યારે વલસાડમાં 54 રસ્તા બંધ છે. તાપી જીલ્લામાં 22, સુરત જીલ્લામાં 25 માર્ગો, ડાંગ જિલ્લામાં 14 માર્ગો બંધ, જ્યારે જુનાગઢ જીલ્લામાં 13 માર્ગો બંધ થયા છે.
હજુ પણ 2 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી#BreakingNews #WeatherForecast #GujaratRains #Monsoon2023 pic.twitter.com/YrIiiyYoUH
— Zee 24 Kalak (@Zee24Kalak) July 1, 2023
મેઘરાજાનું જોર યથાવત
ગુજરાતમાં મેઘરાજાનું જોર યથાવત છે. સવારે 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં 70 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અમરેલીના ધારીમાં બે કલાકમાં 4-5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વિસાવદરમાં વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. આજે સવારે છ વાગ્યા સુધીમાં 16 ઇંચ વરસાદ પડી ચૂક્યો હતો..આજે સવારે છ વાગ્યા સુધીમાં 16 ઇંચ વરસાદ પડી ચૂક્યો હતો. વલસાડના ધરમપુરમાં પણ બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો. સોમનાથના તાલાળામાં પણ સવારે 8થી 10 દરમિયાન 2 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે રાજ્યમાં 4 કલાકમાં 113 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જૂનાગઢના ભેંસાણમાં સૌથી વધુ 6 ઈંચ જેટલો વરસાદ પડ્યો. વલસાડના ધરમપુરમાં સાડા ચાર ઈંચ તો 28 તાલુકામાં 1 ઈંચ કરતાં વધુ વરસાદ વરસ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે