છેલ્લા 6 દિવસથી ગુજરાતમાં વરસાદે કહેર વરસાવ્યો! કચ્છમાં તો ફ્રિજ તણાયું...આ 22 તાલુકામાં વરસાદ

સવારના 6 વાગ્યાથી અત્યાર સુધીમાં ગુજરાતના 22 તાલુકામાં વરસાદે મચાવ્યો કહેર વલસાડના કપરાડામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ વરસ્યો. હજુ 3 દિવસ વરસાદની હવામાનની આગાહી. છેલ્લા 6 દિવસથી ગુજરાતમાં વરસેલા વરસાદે મચાવ્યો આતંક... કચ્છના રાપરમાં ફ્રિજ તણાયું તો બનાસકાંઠાના થરાદ યાર્ડમાં પડી રહેલી જણસી પલળતાં ખેડૂતો અને વેપારીઓને નુકસાન.

છેલ્લા 6 દિવસથી ગુજરાતમાં વરસાદે કહેર વરસાવ્યો! કચ્છમાં તો ફ્રિજ તણાયું...આ 22 તાલુકામાં વરસાદ

Gujarat Heavy Rains: ગુજરાતમાં સતત બીજા દિવસે ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજાએ ધબબડાટી બોલાવી છે. વલસાડના કપરાડા તાલુકામાં બે કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો, કપરાડા, વલસાડ, પારડી અને ધરમપુર વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદથી ખેડૂતો ચિંતામાં ગકાવ થયા. 75 હજાર હેક્ટરમાં ડાંગરના ઉભા પક પર સંકટ ઘેરાયું છે. ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે. 

હવે વાત કચ્છની તો કચ્છમાં સતત ત્રીજા દિવસે ભારે પવન સાથે વરસાદ વરસ્યો. ભારે વરસાદના લીધે રાપરમાં રેફ્રિજરેટર પાણીમાં તણાયું. માંડવી, ભુજ, આદીપુર, અબડાસા અને રાપરમાં વરસાદથી વાતાવરણ ઠંડું થયું. કચ્છના માંડવીના ગઢસીસા ગામની શેરીમાંથી જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ધોધમાર વરસાદથી રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. આજે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો અને કચ્છમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ઉત્તર ગુજરાતમાં પાટણ અને મહેસાણાના ભાગોમાં વરસાદ પડ્યો છે. જ્યારે સતત બીજા દિવસે કચ્છમાં વરસાદી માહોલ છવાયો છે.

ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં માવઠું થયું છે. હારીજમાં વરસાદથી ખેડૂતો પરેશાન છે. જ્યારે મહેસાણાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વિજાપુરમાં જોરદાર વરસાદી ઝાપટું પડ્યું છે. બપોરે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જ્યારે કચ્છમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભુજ, ભચાઉ, અબડાસા, લખપત સહિતના તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. ભચાઉ અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. અબડાસા તાલુકાના ભાનાડ અને આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું.

આગામી 3 દિવસ વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. કાલે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલીમાં વરસાદ વરસી શકે છે. 

વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કેમ કે પહેલા અતિવૃષ્ટિ અને હવે માવઠાએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે છેલ્લા બે દિવસથી ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. સામાન્યથી મધ્યમ વરસાદની સાથે થન્ડર સ્ટોમ એક્ટિવિટી પણ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news