Gujarat Rain Forecast : ગુજરાતમાં શ્રીકાર વર્ષા : હવે આવતા વર્ષે પાણીની ચિંતા નહિ, સપ્ટેમ્બરમાં ડેમ છલકાયા
Narmada Dam Overflow : રાજ્યના 207 જળાશયોમાં કુલ 93.30 ટકા પાણી ભરાયું... મધ્ય ગુજરાતના 17 ડેમમાં 92.11 ટકા પાણી...ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 75.67 ટકા પાણી...કચ્છના 20 ડેમમાં 59.53 ટકા પાણી...
Trending Photos
Gujarat Rain : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પરિયોજનામાં 100 ટકા પાણીનો સંગ્રહ થઈ ગયો છે. રાજ્યની મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૯૩.૩૦ ટકા જળસંગ્રહ થયો છે. જેમાં ૯૦ જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણીની આવક થતા તંત્ર દ્વારા હાઈ એલર્ટ પર મૂકાયા છે. રાજ્યમાં અવિરત વરસી રહેલા શ્રીકાર વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પરિયોજનામાં ૧૦૦ ટકા જળસંગ્રહ નોંધાયો છે. જેના પરિણામે સરદાર સરોવર ડેમના તમામ દરવાજા ખોલતા નયમરમ્ય નજારો જોવા મળ્યો છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, ભરૂચમાં નર્મદા નદીના જળસ્તરમાં આંશિક ઘટાડો થયો છે. ગોલ્ડન બ્રિજ પર 39.42 ફૂટે નર્મદા નદી વહી રહી છે.
ગાઁધીનગરના સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલના અહેવાલમાં જણાવ્યા અનુસાર, તા. ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૩ની સ્થિતિએ રાજ્યના મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૯૩.૩૦ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં સરદાર સરોવર યોજનામાં ૩,૩૪,૦૮૦ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના ૧૦૦ ટકા જેટલો નોધાયો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળ પરિયોજનાઓમાં ૪,૯૮,૩૧૨ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના ૮૯.૨૯ ટકા જેટલો નોંધાયો છે.
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં થયેલ ભારે વરસાદની પરિસ્થિતિ સંદર્ભે સંબંધિત જિલ્લાઓના કલેક્ટરશ્રીઓ સાથે સતત સંકલનમાં છું. તંત્ર દ્વારા પૂરી ત્વરાએ રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ NDRF અને SDRF બંનેની 10 ટૂકડીઓ વિવિધ સ્થળોએ બચાવ કામગીરીમાં તૈનાત છે. વડોદરા, ભરૂચ, નર્મદા,…
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 18, 2023
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થઈ રહેલા વરસાદના પરિણામે ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયેલા ૨૭ જળાશયો તથા ૯૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ થયેલા ૬૩ જળાશયો મળી કુલ ૯૦ જળાશયો હાઈ એલર્ટ પર છે. જયારે ૮૦ ટકાથી ૯૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૨૮ જળાશયો એલર્ટ પર અને ૭૦ ટકાથી ૮૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૨૦ જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.
- રાજ્યભરના કુલ ૨૮ જળાશયોમાં (સરદાર સરોવર સહિત) ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો
- ૧૧૧ જળાશયોમાં ૭૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ
- ૩૦ જળાશયોમાં ૫૦ ટકાથી ૭૦ ટકા જળસંગ્રહ
- ૨૩ જળાશયોમાં ૨૫ ટકાથી ૫૦ ટકા જળસંગ્રહ
- ૧૪ જળાશયોમાં ૨૫ ટકા કરતાં ઓછો જળસંગ્રહ થયો છે.
- ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૭૫.૬૭ ટકા જળસંગ્રહ
- મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૨.૧૧ ટકા જળસંગ્રહ
- દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૯૫.૮૯ ટકા જળસંગ્રહ
- કચ્છના ૨૦ જળાશયોમાં ૫૯.૫૩ ટકા તથા સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૭૮.૭૭ ટકા જેટલો જળસંગ્રહ
રાજ્યમાં 11800 લોકોનું સ્થળાંતર કરાયું
રાજયમાં વરસાદની સ્થિતિને લઈને રાહત કમિશ્નર આલોક કુમાર પાંડે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવ્યું કે. ગત 16મી સપ્ટેમ્બર થી આજ સુધી હવામાન વિભાગે કરેલ આગાહી પ્રમાણે વરસાદ વરસ્યો છે. તેમજ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમ ઓવર ફ્લો થયો છે. વરસાદના પાણીની અસરને પગલે રાજ્યમાં 11800 લોકો નું સ્થળાંતરણ કરવામાં આવ્યું. નર્મદા,વડોદરા, ભરૂચ,પંચમહાલ અને આણંદ જીલામાથી વધુ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. આ માટે આર્મી, નેવી, એરફોર્સ, કોસ્ટગાર્ડ, NDRF અને SDRF ની મદદ લેવામા આવી રહી છે. વરસાદના કારણે ફસાયેલા 274 લોકો નું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. નર્મદા ડેમમાં જે 18 લાખ ક્યુસેક આઉટફલો હતો, જે હાલ ઘટ્યો છે. વરસાદની સ્થિતિને લઈને કોઈપણ માનવ મૃત્યુની ઘટના બની નથી. તમામ જિલામા હાલ એક NDRF અને એક SDRF સ્ટેન્ડ બાય છે. રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા છે. વડોદરામાં એરફોર્સના હેલિકોપટર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે.
ગઈકાલે 109 ટ્રીપ અને 9 હજાર કિમીની ટ્રીપ થઈ બંધ
તો બીજી તરફ, વરસાદના કારણે એસટીનાં અનેક રૂટ પ્રભાવિત થયા છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેને પગલે ગોધરા, વડોદરા, ભરૂચ, પંચમહાલ, હિમ્મત નગર સહિતના ડેપોનાં રૂટ પર બસ પરિવહનને અસર થઈ છે. ગઈકાલે 109 ટ્રીપ અને 9 હજાર કિમીની ટ્રીપ રદ કરાઈ હતી. તો આજે 232 ટ્રીપ અને 15 હજાર કિમીની ટ્રીપ પ્રભાવિત થઈ છે. GPS માધ્યમથી સતત નજર રાખવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે