ફરી સાચવજો! અંબાલાલ પટેલ આવી ગયા છે મેદાનમાં : ભુક્કા બોલાવે તેવા વરસાદની કરી આગાહી, આ જિલ્લાઓ જળબંબોળ થશે

ગુજરાતમાં હવે ત્રીજા રાઉન્ડનો વરસાદ શરૂ થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છ તથા રાજ્યના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 18મી જુલાઈથી ચોમાસું જોર પકડશે અને જળબંબાકાર થવાની સંભાવના છે.  આવતીકાલથી ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત 19થી 21 તારીખ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

ફરી સાચવજો! અંબાલાલ પટેલ આવી ગયા છે મેદાનમાં : ભુક્કા બોલાવે તેવા વરસાદની કરી આગાહી, આ જિલ્લાઓ જળબંબોળ થશે

અમદાવાદઃ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસમાં વરસાદનો રાઉન્ડ ચાલુ જ રહેશે પરતું આ વરસાદ સામાન્ય રહેશે. ડો. મનોરમા મોહન્તીએ હવામાન અંગે આગાહી કરતા જણાવ્યુ છે કે, આગામી સાત દિવસમાં આખા રાજ્યમાં વરસાદ થવાની સંભાવના છે. આજે પહેલા દિવસે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થઇ શકે છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થવાની શક્યતા છે. મોટાભાગે દક્ષિણ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદ અંગે વાત કરતા જણાવ્યુ કે, સમગ્ર રાજ્ય સહિત અમદાવાદમાં પણ આગામી સાત દિવસમાં વરસાદ થવાની આગાહી છે. જ્યારે 19 અને 20 તારીખે અતિભારે વરસાદની પણ શક્યતા છે.

17 જુલાઈએ તાપીથી લઈને સુરેન્દ્રનગર સુધી વરસાદની આગાહી
આવતીકાલે એટલે કે 17 જૂલાઈએ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડામાં વરસાદની આગાહી છે. તો  17 જૂલાઈએ આણંદ, અમદાવાદ, ભાવનગર,  અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, મોરબી, જામનગરમાં વરસાદની શક્યતા છે.

કયા કયા જિલ્લામાં વરસાદની છે આગાહી
18 જુલાઈએ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 18 જૂલાઈએ ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા,  મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદરમાં વરસાદ પડી શકે છે. આ સિવાય કચ્છ, બનાસકાંઠા, વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદ વરસી શકે છે. આ જ દિવસે દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ,  સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગરમાં વરસાદની આગાહી છે. 

19 જુલાઈએ આ જિલ્લામાં વરસાદ પડવાની શક્યતાઓ છે. જેમાં બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગર, વલસાડનો સમાવેશ થાય છે. આ સિવાય  તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડામાં ભારે વરસાદ વરસી શકે છે.  આ ઉપરાંત આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગરમાં પણ 19 જૂલાઈએ વરસાદની શક્યતા પડે તેવી સંભાવના હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.  

20 જુલાઈએ ક્યાં જિલ્લાઓમાં કરાઈ છે આગાહી?
20 જુલાઈએ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢમાં વરસાદ વરસી શકે છે. ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદમાં પણ વરસાદની આગાહી છે. સાથે જ સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગરમાં વરસાદ આશંકા છે.  વરસાદને લઈ આંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં અતિવૃષ્ટિ થવાની શક્યતા છે. ઓગસ્ટ મહિનામાં ગુજરાત પાણીથી તરબોળ થશે. સાથે જ આંબાલાલ પટેલે કહ્યું છે કે, 17 જુલાઈ બાદ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ફરી એકવાર મેઘરાજાની તોફાની બેટિંગ આફત રૂપ બની શકે છે. તો હવામાન વિભાગે પણ રાજ્યમાં આગામી 7 દિવસ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news