ગુજરાતના 56 જિલ્લામાં આફત, કમોસમી વરસાદથી ખેડૂતોના મુખે આવેલો કોળિયો છીનવાયો!
Gujarat Weather Alert : ગુજરાતના 56 તાલુકામાં વરસ્યો વરસાદ... હજુ પણ 2 દિવસ માવઠાની હવામાન વિભાગની આગાહી... કમોસમી વરસાદથી ખેડૂતોને મોટાપાયે નુકસાન...
Trending Photos
Gujarat Weather Alert : માર્ચ મહિનામાં જાણે કે ચોમાસા જેવો માહોલ સર્જાયો હોય તેમ ગુજરાતના 24 જિલ્લામાં વરસાદ વરસ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૈૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે વાત કરીએ તોનવસારી, તાપી, વલસાડ, સુરત, ભરૂચ, ડાંગ, કચ્છ, અમરેલી, રાજકોટ, મોરબી, ભાવનગર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, મહીસાગર, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ વરસ્યો છે... આ કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે હવામાન વિભાગે હજુ પણ 2 દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્ય વરસાદ પડવાની આગાહી કરી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો અમરેલી, ગીર સોમનાથ, રાજકોટમાં પડી શકેછે વરસાદ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં વરસાદી મોહાલ રહેશે.
ખેડૂતોએ માંગ્યુ વળતર
ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. એક ખેડૂતોને તેના પાક અને જણસીના પૂરતા ભાવ નથી મળી રહ્યાં ત્યારે કુદરત પણ તેનો કહેર વરસાવી રહી છે. જેના કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે. અનેક જિલ્લામાં માવઠાના કારણે ખેડૂતો રડવાનો વારો આવ્યો છે. રાજકોટના જસદણમાં કમોસમી વરસાદના લીધે પાક પલળ્યો છે. ખેડૂતોનો ઘઉં, જીરૂ, ધાણા, એરંડા સહિતનો પાક પલળ્યો છે. ધાણાનો પાક ખુલ્લામાં પડ્યો હોવાથી તણાયો હતો. જેથી ખેડૂતોએ વળતર આપવા માંગ કરી છે.
રાજસ્થાન અને મધ્યપ્રદેશમા પણ માવઠું
ગુજરાતમાં અનેક જગ્યાએ ભરઉનાળે માવઠું થયુ છે. ત્યારે ગુજરાતના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ માવઠાએ ખેડૂતોનો પાક બગાડ્યો છે. મધ્યપ્રદેશના વિદિશામાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો. અનેક ખેતરોમાં કરા પડતા ઘઉં,ચણા અને જીરૂના પાકને ભારે નુકશાન પહોંચ્યુ છે. તો આ તરફ મધ્યપ્રદેશના આગર માલવા જિલ્લામાં પણ કમોસમી વરસાદથી લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ. તો અનેક ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કરા પણ પડ્યા હતા. આ તરફ મંદસૌરમાં પણ વાતાવરણમાં પલટો આવતા માવઠું થયુ છે. કમોસમી વરસાદની સાથે સાથે કરા પણ પડતાં ખેડૂતોના પાક પર માઠી દશા બેઠી છે. મધ્યપ્રદેશ ઉપરાંત રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો. અહીં અનેક જગ્યાએ કરા પણ પડ્યા. કરા પડવાના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકશાન પહોંચ્યુ છે.
વરસાદની આગાહી
જ્યોતિષ શાસ્ત્રના અનુમાન મુજબ, વધુ એકવાર આ મહિના ગુજરાતમાં માવઠું આવશે. આ માવઠું માર્ચ મહિનાના મધ્યમાં આવશે તેવી આગાહી છે. 12 માર્ચથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. 14 થી 17 દરમિયાન ગુજરાતમાં ફરી માવઠાનો દોર આવશે. આ દિવસોમાં અરબી સમુદ્રમાં ભારે પવન ફૂંકાશે. જેમાં દરિયામા ઊંચા મોજા ઉછળવાની પણ શક્યતા છે. જોકે, જ્યોતિષના જણાવ્યા અનુસાર, માત્ર માર્ચ મહિનો જ નહિ, એપ્રિલ મહિનો પણ આવો જ જશે. એપ્રિલ મહિનામાં પણ વાતાવરણમાં પલટો આવશે. આ મહિનામાં કરા સાથે વરસાદની આગાહી જ્યોતિષ એક્સપર્ટે કરી છે. તેના બાદ 26 એપ્રિલથી ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઈ જશે. જેમાં 45 ડિગ્રી સુધી તાપમાન જવાની શક્યતા છે. આ વર્ષે ગરમી પણ રેકોર્ડ તોડશે.
હાલ ગુજરાતમાં માવઠા વચ્ચે નાગરિકો પરેશાન થઈ ગયા છે. તો બીજી તરફ ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. બીજી તરફ, બેવડી ઋતુ લોકોને બીમાર બનાવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે