આ પ્રોજેકટ ગુજરાતમાં બન્યો આકર્ષણનું કેન્દ્ર! કેબલ બ્રિજ સેફ્ટી માટે વિકસાવી અત્યાધુનિક ટેકનોલોજી

મોરબીમાં કેબલ બ્રીજ તુટવાની ધટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા ત્યારે ભવિષ્યમાં કોઈ કેબલ બ્રીજ તુટે નહી અને કોઈ પોતાનાં જીવ ગુમાવે નહી તે માટે કેબલ બ્રીજમાં સેન્સર લગાવી બ્રીજ પર સહેલાણીઓની સંખ્યા વધતા વજનને નિયંત્રણમાં લઈને બ્રીજ તુટતા અટકાવે છે.

આ પ્રોજેકટ ગુજરાતમાં બન્યો આકર્ષણનું કેન્દ્ર! કેબલ બ્રિજ સેફ્ટી માટે વિકસાવી અત્યાધુનિક ટેકનોલોજી

બુરહાન પઠાણ/આણંદ: તાજેતરમાં મોરબીમાં કેબલ બ્રીજ તુટવાની ઘટનામાં 135થી વધુ લોકોએ પોતાનાં જીવ ગુમાવ્યા છે. ત્યારે આવી દૂર્ઘટનાઓ રોકવા માટે પેટલાદની ન્યુ એજયુકેશન હાઈસ્કુલનાં વિદ્યાર્થીઓ દ્વારા કેબલ બ્રીજ પ્રોટેકશન સીસ્ટમ પ્રોજકેટ બનાવ્યો છે. જેમાં સેન્સરની મદદથી જો બ્રીજ પર વજન વધી જાય તો બ્રીજ પરનો એન્ટ્રી ગેટ ઓટોમેટીક બંધ થઈ જાય અને વધુ વજનનાં કારણે બ્રીજને તુટશે નહી અને હોનારત સર્જાતા અટકી જશે અને લોકોનો જીવ બચાવી શકાશે.

No description available.

મોરબીમાં કેબલ બ્રીજ તુટવાની ધટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા ત્યારે ભવિષ્યમાં કોઈ કેબલ બ્રીજ તુટે નહી અને કોઈ પોતાનાં જીવ ગુમાવે નહી તે માટે કેબલ બ્રીજમાં સેન્સર લગાવી બ્રીજ પર સહેલાણીઓની સંખ્યા વધતા વજનને નિયંત્રણમાં લઈને બ્રીજ તુટતા અટકાવે છે, કેબલ બ્રીજ પરથી પસાર થતા પ્રવાસીઓની સંખ્યા વધી જાય છે. ત્યારે બ્રીજનું બેન્ડીંગ થઈ જાય છે અને જો સંખ્યા ક્ષમતા કરતા વધી જાય તો કેબલ બ્રીજ તુટી જવાની શકયતાઓ રહેલી હોય છેત. કેબલ બ્રીજની સેફટી માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી દૂર્ઘટના સર્જાતા અટકાવી શકાય છે.

No description available.

જો કેબલ બ્રીજ પર પ્રવાસીઓની સંખ્યા ક્ષમતા કરતા વધી જાય તો કેબલ બ્રીજનું વધુ પ્રમાણમાં બેન્ડીંગ થાય તો યુવી સેન્સર દ્વારા ઓટોમેટીક જ એન્ટ્રી ગેટ અને એકઝીટ ગેટ પાસે સાયરન વાગે છે અને લાલ લાઈટ ચાલુ થઈ જાય છે. જેથી કેબલ બ્રીજ પર વધુ પ્રવાસીઓ આવતા અટકી જાય છે અને બ્રીજ પર રહેલા લોકો પણ ઝડપથી એકઝીટ ગેટ પાસેથી બહાર નીકળીને બ્રીજ પર સંખ્યા ઓછી થઈ જાય છે.

No description available.

ત્યારબાદ બ્રીજ ખાલી કરી પ્રવાસીઓ સલામત સ્થળે ખસી જાય છે અને આ રીતે બ્રીજ વધુ પડતા પ્રવાસીઓની ભીડથી તુટતા અટકે છે અને દૂર્ધટના નિવારી શકાય છે અને જાનહાની અટકે છે. નદી પર બનતા કેબલ બ્રીજ પર આ રીતે મોટા સેન્સરો લગાવીને આ પ્રોજેકટનાં આઈડીયા પર બ્રીજનું નિર્માણ કરવામાં આવે તો ભવિષ્યમાં કેબલ બ્રીજ તુટી જવાની દૂર્ધટનાઓ નિવારી શકાય છે.

No description available.

પેટલાદની ન્યુ એજયુકેશન હાઈસ્કુલનાં વિદ્યાર્થીઓ આશિષ વાધેલા અને મયુર ચાવડાએ શિક્ષક હાર્દિકકુમાર જોષીનાં માર્ગદર્શન હેઠળ આ પ્રોજેકટ તૈયાર કરેલ છે. તાજેતરમાં વલાસણ ખાતે જિલ્લા કક્ષાનાં ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ મેળામાં આ પ્રોજેકટ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news