ગુજરાતના કબુતરબાજી કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ; પોલીસે જાહેર કર્યું હતું 25 હજારનું ઈનામ

વર્ષ 2023 માં અમદાવાદનાં સોલા પોલીસ સ્ટેશનમાં કબુતરબાજીનાં માસ્ટર માઈન્ડ ભરત ઉર્ફે બોબી પટેલ સામે નોંધાયેલા ગુનામાં સ્ટેટ મોનિટરિંગ સેલે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. અગાઉ ભરત ઉર્ફે બોબી પટેલની સ્ટેટ મોનિટરિંગ સેલે ધરપકડ કરી હતી.

ગુજરાતના કબુતરબાજી કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ; પોલીસે જાહેર કર્યું હતું 25 હજારનું ઈનામ

ઉદય રંજન/અમદાવાદ: કબૂતરબાજીથી વિદેશ મોકલવાના કૌભાંડમાં ગુજરાત પોલીસની એસએમસીની ટીમે વધુ એક આરોપીની વારાણસીમાંથી ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ આરોપી 10 વર્ષથી કબૂતરબાઝીથી લોકોને વિદેશમાં મોકલતો હતો. 

વર્ષ 2023 માં અમદાવાદનાં સોલા પોલીસ સ્ટેશનમાં કબુતરબાજીનાં માસ્ટર માઈન્ડ ભરત ઉર્ફે બોબી પટેલ સામે નોંધાયેલા ગુનામાં સ્ટેટ મોનિટરિંગ સેલે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. અગાઉ ભરત ઉર્ફે બોબી પટેલની સ્ટેટ મોનિટરિંગ સેલે ધરપકડ કરી હતી, જેની તપાસમાં અનેક એન્જટોનાં નામ સામે આવ્યા હતા. જેમાંથી એક એજન્ટ પંજક ઉર્ફે પી.કે પટેલ જે મહેસાણાનો રહેવાસી હોય અને લાંબા સમયથી ફરાર હોય તેને પકડવામાં આવ્યો છે. 

સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીનાં આધારે ઉત્તરપ્રદેશનાં વારાણસી ખાતેથી પકડી પાડયો છે. આરોપી સામે 25 હજારનું ઈનામ પણ પોલીસે અગાઉ જાહેર કર્યું હતું. જેની પાસેથી પાસપોર્ટ, બે મોબાઈલ ફોન, અમેરિકન ડોલર, રૂપિયાનાં હિસાબની ડાયરી અને હિસાબની ચબરખી કબ્જે કરાઈ છે. આરોપી છેલ્લાં 22 માસથી નાસ્તો ફરતો હતો. જોકે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 9 આરોપીઓની સ્ટેટ મોનિટરિંગ સેલે ધરપકડ કરી છે.

ઝડપાયેલા આરોપીની પૂછરછ ની તપાસમાં સામે આવ્યું કે તે મહેસાણાનાં અને આસપાસનાં કુલ 7થી 8 જેટલા લોકોને અમેરિકા મોકલી ચુક્યો છે. તે વ્યક્તિ દીઠ 2 લાખ પોતે લેતો હતો અને પોતે પણ બે વખત અમેરિકા જઈ આવ્યો છે. જેમાંથી એક વખત તેને અમેરિકાથી ડિપોટ કરાયો છે. આરોપી પંકજ પટેલ બોબી પટેલ સાથે સીધા સંપર્કમાં રહી કબુતરબાજીનું રેકેટ ચલાવતો હતો જેથી સ્ટેટ મોનિટરિંગ સેલે આરોપીનાં 9 દિવસનાં રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news