ગુજરાત પોલીસને મળી નવી ઓળખઃ નવો ધ્વજ, નવો લોગો અને એન્થમ વધારશે શાન

ગાંધીનગરમાં(Gandhinagar) આવેલી કરાઈ પોલીસ એકેડમીમાં(Karai Police Academy) આયોજિત એક વિશેષ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ (Vice President) દ્વારા ગુજરાત પોલીસને 'પ્રેસિડેન્ડ કલર્સ' (President Colors) એવોર્ડ એનાયત કરાયો હતો. 15 ડિસેમ્બર પછી ગુજરાતની તમામ પોલીસ ખભાના ડાભી બાજુ(Left Sleev) 'પ્રેસિડેન્ટ્સ કલર્સ'નો આ લોગો (Logo) લગાવશે. આ સન્માન મેળવનારું ગુજરાત 7મું રાજ્ય અને દેશનું 8મું મોટું પોલીસ દળ બન્યું છે.

ગુજરાત પોલીસને મળી નવી ઓળખઃ નવો ધ્વજ, નવો લોગો અને એન્થમ વધારશે શાન

મૌલિક ધામેચા/ગાંધીનગરઃ ગુજરાત પોલીસને(Gujarat Police) આજે એક નવી ઓળખ (New Identity) પ્રાપ્ત થઈ છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના (Vice President Vankaiya Naidu) હસ્તે ગુજરાત પોલીસને (Gujarat Police) રાષ્ટ્રપતિનું ઊંચેરું સન્માન 'પ્રેસિડેન્ટ કલર્સ' (President Colors) એનાયત કરવામાં આવ્યું છે. આ સન્માન મેળવનારું ગુજરાત દેશનું 7મું રાજ્ય(7th State) બન્યું છે. ગુજરાત પોલીસને આજે 15 ડિસેમ્બરના રોજ નવો ધ્વજ (New Flag), નવો લોગો(New Logo) મળ્યો છે. આ સાથે જ ગુજરાત પોલીસને હવે પોતાનું એક એન્થમ(Anthem) પણ મળ્યું છે. જેના કારણે ગુજરાત પોલીસની શાનમાં વધારો થયો છે.  

ગાંધીનગરમાં(Gandhinagar) આવેલી કરાઈ પોલીસ એકેડમીમાં(Karai Police Academy) આયોજિત એક વિશેષ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ (Vice President) દ્વારા ગુજરાત પોલીસને 'પ્રેસિડેન્ડ કલર્સ' (President Colors) એવોર્ડ એનાયત કરાયો હતો. 15 ડિસેમ્બર પછી ગુજરાતની તમામ પોલીસ ખભાના ડાભી બાજુ(Left Sleev) 'પ્રેસિડેન્ટ્સ કલર્સ'નો આ લોગો (Logo) લગાવશે. ગુજરાત પોલીસને જે નવો લોગો મળ્યો છે તેમાં અને જુના લોગોમાં ડિઝાઈનથી માંડીને રંગમાં ઘણો જ ફરક છે.

આ મારા માટે સૌભાગ્ય અને ગૌરવની બાબત છે કે આજે મને ગુજરાત પોલિસને ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ અર્પણ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. pic.twitter.com/EffxRiselG

— Vice President of India (@VPSecretariat) December 15, 2019

નવા અને જુના લોગો વચ્ચેનું અંતર
જુનો લોગોઃ ગુજરાત પોલીસના જૂના લોગોમાં સિંહની ત્રણ મુખાકૃતિ, અશોક ચક્ર અને અન્ય ચિન્હો સફેદ રંગમાં હતા અને તેના નીચેના ભાગમાં સેવા, સુરક્ષા અને શાંતિ લખવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસ ગુજરાતી ભાષામાં લખેલું હતું. 

નવો લોગોઃ 15 ડિસેમ્બરના રોજ પોલીસને જે નવો લોગો મળ્યો છે તેમાં જુની ડિઝાઈનમાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા લોગોમાં બ્લ્યૂ રંગના અંદર ત્રણ સિંહની મુખાકૃતિ, અશોક ચક્રના ચિન્હને તિરંગાના રંગમાં રંગવામાં આવ્યા છે. ગુજરાત પોલીસ અંગ્રેજી મુળાક્ષરોમાં લખ્યું છે. સાથે જ સમગ્ર લોગોને નવી ડિઝાઈન સાથે બનાવાયો છે. 

દેશનું 7મું રાજ્ય બન્યું 
આ સન્માન મેળવનારું ગુજરાત 7મું રાજ્ય અને દેશનું 8મું મોટું પોલીસ દળ બન્યું છે. આ અગાઉ દિલ્હી, તમિલનાડુ, જમ્મુ-કાશ્મીર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, આસામ અને ત્રિપુરા રાજ્યની પોલીસને 'પ્રેસિડેન્ટ્સ કલર્સ' સન્માન મળી ચુક્યું છે. દેશની મિલિટરી ફોર્સ, પેરા મિલિટરી ફોર્સ અને પોલીસ ફોર્સ કે જેને 25 વર્ષ થઈ ગયા હોય, તે ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ માટે અરજી કરી શક્તા હોય છે.  ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ સન્માન એ બાબતનું પ્રતિક છે કે, આ પોલીસ ફોર્સ ગુણવત્તા, સેવા અને સુવિધા પૂરી પાડવામાં સૌથી આગળ છે. ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’  જે-તે રાજ્યની પોલીસ માટે સર્વશ્રેષ્ઠ સન્માન ગણાય છે.

ઉપરાષ્ટ્રપતિનું સંબોધન
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ગુજરાત પોલીસને આ સન્માન આપતા જણાવ્યું કે, ગુજરાત પોલીસ દરેક તબક્કે સારી કામગીરી કરતી આવી છે. ભારત-પાક યુદ્ધ, અક્ષરધામ આતંકી હુમલા અને બૉમ્બ બ્લાસ્ટ સમયની ગુજરાત પોલીસની કામગીરી ક્યારેય ભૂલી શકાય નહિ. ગુજરાત પોલીસ આધુનિકીકરણમાં અગ્રેસર છે. રાજ્યના સામાજિક-આર્થિક વિકાસમાં ગુજરાત પોલીસનો મોટો ફાળો છે. વિવિધતામાં એકતા ભારતની ઓળખ છે. અત્યારના સમયે વધતી હિંસા, ધાર્મિક હિંસા, સાયબર હુમલા, આતંકી હુમલા જેવી ઘટનાઓમાં પોલીસની કામગીરી આસાન નથી. પોલીસ લોકોની સેવા અને કલ્યાણ માટે તત્પર હોય એ જરૂરી છે.

— Gujarat Police (@GujaratPolice) December 15, 2019

મુખ્યમંત્રીનું સંબોધન...
ગુજરાત પોલીસને મળેલા આ સન્માન મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, 6 દાયકા બાદ ગુજરાત પોલીસને આ સન્માન મળ્યું છે. ગુજરાત પોલીસ માટે આ ગૌરવની ક્ષણ છે. ગુજરાત પોલીસે આધુનિક હથિયારો, સંદેશાવ્યવહાર સાથે રાજ્યની સતત રક્ષા કરી છે. જવાનોમાં એક નૈતિક બળ પૂરૂ પાડીને નાગરિકોને સુરક્ષા આપી છે. આ પ્રસંગે આપણા જે પોલીસકર્મીઓ શહીદ થયા છે તેમને પણ આજે યાદ કરવા પડે. 1971ના યુદ્ધમાં સલામત પોલીસ દળના જવાનોએ શ્રેષ્ઠ કામગીરી કરી હતી. 2002ના આતંકી હુમલો, 2008ના બૉમ્બ બ્લાસ્ટમાં ગુજરાત પોલીસે સરાહનીય કામગીરી કરી હતી.

"નિશાન પ્રદાન-સેવા હી સન્માન"#NISHAANPradan#PredentsCOLOUR#GujaratPolice pic.twitter.com/xmyeDFfO1w

— Gujarat Police (@GujaratPolice) December 15, 2019

કેન્દ્રીય સમિતિ આપે છે મંજુરી
ડીજીપી શિવાનંદ ઝાએ આ સન્માન આપવા અંગેની કાર્યપદ્ધતિ અંગે વિગતો આપતા ગુરુવારે જણાવ્યું હતું કે, " ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ આપવા માટે કેન્દ્રીય સ્તરની એક સમિતિ હોય છે. જેમાં 7 પોલીસ વડા સામેલ હોય છે. ગુજરાત તરફથી અરજી કરવામાં આવી ત્યારે આ સમિતિમાં સીઆરપીએફ, બીએસએફ, સીબીઆઈ, રો, આઈબી, ઓડિસા અને હિમાચલ પ્રદેશના ડીજીપી હાજર હતા. જ્યારે કોઈ પણ ફોર્સ કે રાજ્યની પોલીસ ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ માટે અરજી કરે ત્યારે આ અરજી સાતેય પોલીસ વડાની બનેલી સમિતિ પાસે જાય છે. આ સમિતિ વિવિધ પાસાંની ચકાસણી કર્યા પછી અરજીનો સ્વિકાર કરે છે."

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, " પોલિસ વડાની સમિતિના સ્વિકાર પછી તેને ગૃહ સચિવ પાસે મોકલવામાં આવે છે. ગૃહ સચિવ ગૃહ મંત્રીની મંજુરી લીધા પછી પીએમઓ ઓફિસમાં આ અરજીને ટ્રાન્સફર કરે છે. પીએમઓ ઓફિસ અરજીને મંજુરી આપીને રાષ્ટ્રપતિને મોકલે છે. જો કોઈ એક જગ્યાએ પણ અરજીનો અસ્વીકાર થાય તો ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ સન્માન મળતું નથી. આ પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ હોય છે."

1 લાખથી વધુનું પોલીસ દળ
ગુરુવારે ડીજીપીએ ગુજરાત પોલીસની ક્ષમતા અંગે જણાવ્યું હતું કે, "ગુજરાત પોલીસમાં 84476 શહેર, 22,375 જિલ્લા પોલીસ મળીને (બિનહથિયારી અને હથિયારી) મળીને કુલ 1,06,831ની પોલીસ ફોર્સ છે. રાજ્યની રચના સમયે રાજ્યની જિલ્લા પોલીસ, સૌરાષ્ટ્ર અને કચ્છ પોલીસનું વિલિનિકરણ કરીને ગુજરાત પોલીસની રચના કરાઈ હતી. આ સન્માન મળવું એક ગુજરાત રાજ્ય અને ગુજરાત પોલીસ બંને માટે ગર્વની બાબત છે."

21 ફેબ્રુઆરીએ મોકલ્યો હતો પ્રસ્તાવ
‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ માટેની અરજી રાજ્યના ગૃહ વિભાગે 21 ફેબ્રુઆરી, 2019ના રોજ ભારત સરકારના ગૃહ મંત્રાલયને મોકલ્યો હતો. 7 માર્ચ, 2019ના રોજ ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિનો નિશાન એવોર્ડ એટલે કે ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ એનાયત અંગે જાણ કરાઈ હતી. આજે 15 ડિસેમ્બર, 2019ના રોજ ગુજરાત પોલીસને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના હસ્તે નિશાન પ્રદાન કરાયું હતું.

— Gujarat Police (@GujaratPolice) December 15, 2019

વિશેષ એન્થમ
ગુરુવારે ગુજરાત પોલીસનું એક એન્થમ પણ લોન્ચ કરાયું હતું. ગાયક શંકર મહાદેવનના અવાજમાં સંગીતબદ્ધ કરાયેલું આ ગીતને પરેશ ઠક્કરે લખ્યું છે. પ્રખ્યાત સંગીતકાર બેલડી કલ્યાણજી-આનંદજીમાં આનંદજીના સુપુત્ર દીપક આનંદ દ્વારા આ ગીતને સંગીત આપવામાં આવ્યું છે. 

ગુજરાત પોલીસનું એન્થમ સોંગ આ પ્રકારનું છેઃ  
"ગુજરાત પોલીસ હૈં હમ, બાજ કી નજર હૈ, શેર કે હૈં કદમ.....
કોઈ હટા શકે ના, મીટા શકે ના, ઐસા ખાખી મેં હૈ દમ......
એક હી કર્મ હમારા, એક હી ધર્મ, સેવા સુરક્ષા ઓર શાંતિ રખેં, હર જગહ અમન......"

ઉપરાષ્ટ્રપતિના હસ્તે ગુજરાત પોલીસને નિશાન પ્રદાન... જુઓ વીડિયો....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news