સૌરાષ્ટ્રનું એવું ગામ જ્યાં હિન્દુઓનું એક પણ પ્રતિક નથી, અંગ્રેજોએ કરી હતી સ્થાપના

આ કહાની છે ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલાં એક અનોખા ગામની. લોકવાયક એવી છેકે, વર્ષો પહેલાં જે ગામની સ્થાપના અંગ્રેજોએ કરી હતી. અંગ્રેજો ખ્રિસ્તી ધર્મ પાળતા હતા તેથી અહીં પણ ખ્રિસ્ત ધર્મ જ પાળવામાં આવે છે.

સૌરાષ્ટ્રનું એવું ગામ જ્યાં હિન્દુઓનું એક પણ પ્રતિક નથી, અંગ્રેજોએ કરી હતી સ્થાપના

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારત એ ધર્મ અને સંસ્કૃતિ દર્શન કરાવતો દેશ છે. અહીં અનેક સંતો-મહંતો આવ્યાં અને અહીં જ જપતપ કરીને અહીંની જ ધરતીમાં સમાઈ ગયા. એમાંય વાત જ્યારે ગુજરાતની અને આપણાં સૌરાષ્ટ્રની હોય તો પછી પૂછવું જ શું...જ્યાં સાધુ-સંતોના મેળા, હિન્દુ સંસ્કૃતિના અનેક મંદિરો અને સનાતન ધર્મના આસ્થાના કેન્દ્રો આવેલાં છે. જોકે, આ બધાની વચ્ચે સૌરાષ્ટ્રનું એક ગામ એવું પણ છે જેના વિશે સાંભળીને તમને નવાઈ પણ લાગશે. ગુજરાતમાં એક એવું ગામ છેકે, જ્યાં હિન્દુ ધર્મના પ્રતિકનું એક નિશાન પણ નથી. અંગ્રેજો કરી ગયા હતા આ ગામની સ્થાપના. આજે પણ એક સ્થિતિમાં છે અકબંધ.

આ કહાની છે ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલાં એક અનોખા ગામની. લોકવાયક એવી છેકે, વર્ષો પહેલાં જે ગામની સ્થાપના અંગ્રેજોએ કરી હતી. અંગ્રેજો ખ્રિસ્તી ધર્મ પાળતા હતા તેથી અહીં પણ ખ્રિસ્ત ધર્મ જ પાળવામાં આવે છે. આ ગામમાં કોઈ મંદિર કે મસ્જિદ નથી. અહીં બીજા કોઈ ધર્મ સ્થાને નથી. અંગ્રેજોએ આ ગામની સ્થાપના કર્યા બાદ આખું ગામ ખ્રિસ્તી બની ગયું...આ ગામનું નામ છે વાલેસપુર. આ ગામને લીધે જિલ્લાની એક અલગ પ્રકારની ઓળખ પણ છે. 

ભાવનગર જિલ્લાનું વાલેસપુર ગામ તેની એક અલગ ઓળખ ધરાવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, ઘોઘા તાલુકાના વાલેસપુર ગામમાં તમામ લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે. અહીં કોઈ મંદિર, મસ્જિદ કે ગુરુદ્વારા આવેલાં નથી. વર્ષોનાં વ્હાણા વાઈ ચૂક્યા છે, પરંતુ આજે પણ આ ગામના લોકોએ પોતાની ઓળખી જાળવી રાખી છે. જોકે, આ ગામનો હજુ પણ એટલો ખાસ વિકાસ થયો નથી. હિ‌ન્દુ ધર્મનાં એકપણ પ્રતિક વગરનું ખ્રિસ્તી ગામ એટલે વાલેસપુર.

ગામનો ઈતિહાસઃ
આશરે ૨પ૦ વર્ષ પહેલા અંગ્રેજોએ વાલેસપુર ગામની સ્થાપના કરી હતી. એ સમયે ઘોઘાબંદર વિશ્વ પ્રસિદ્ધ હતું. ત્યાંથી ૧પ કિ.મી.નાં અંતરે અંગ્રજો વ્યાપાર-વાણિજ્યમાં ગામનો ઉપયોગ કરતા હતા. ભૌગોલિક રીતે આ ગામ સાનુકૂળ જણાયું હતું. અંગ્રેજો મૂળ ખ્રિસ્તી ધર્મના હોવાથી અહીં તેમનું વર્ચસ્વ રહ્યું છે. અંગ્રેજો જતા રહ્યા બાદ પણ હાલ પ૦૦ જેટલા લોકોની વસ્તી ધરાવતું ગામ ચૂસ્ત રીતે ખ્રિસ્તી ધર્મ પાળે છે. અડધા કિલોમીટર વિસ્તારમાં પથરાયેલા આ ગામનો વહિ‌વટ જૂથ પંચાયત દ્વારા ચાલે છે. જૂથ પંચાયતમાં કરેડા ગામ સાથે છે. સ્વતંત્ર ગ્રામ પંચાયત મળે તો ગામનો વિકાસ વધુ થઈ શકે તેમ છે.

એકમાત્ર ખ્રીસ્તીઓનું અલગ અને અનોખુ ગામ-
ભાવનગરના ઘોઘા તાલુકાના કરેડ ગ્રામ પંચાયત નીચે આવેલું વાલેસપુર ગામ ખ્રીસ્તીઓની ઓળખ સમાન છે. કારણ કે સમગ્ર સૌરાષ્ટ્રમાં આ એક માત્ર એવું ગામ છે જેની તમામ વસ્તી ક્રિશ્ચિયન ધર્મના અનુયાયીઓની છે. ગુડફ્રાઈડે પહેલા આ ગામમાં પેશનવીકની ભારે આસ્થાભેર ઉજવણી થાય છે. આ ગામના લોકો દયાળુ અને પ્રેમાળ છે. છેલ્લા કેટલાય સમયથી આ ગામમાં કોઈ વિખવાદ થયો નથી.

148 વર્ષ પહેલા છગનલાલ ભગવાનદાસ વ્યાસે આ ગામ બંધાવ્યું હતું જેમાં તે સમયે માત્ર 9 પરિવાર રહેતા હતા. આજે આ ગામમાં 200ની આસપાસ પરિવારો વસવાટ કરે છે અને ગામની વસ્તીનો આંક લગભગ હજારની આસપાસનો છે. કરેડ ગ્રામ પંચાયત સાથે જોડાયેલા આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો છે. ખ્રિસ્તી મીશનરીઓ દ્વારા શિક્ષણ ક્ષેત્રે મહત્વનું યોગદાન અપાય છે. મીશનરીઓ અહીં શાખા શરૂ કરી હતી પણ તે પાછળથી સરકારી સ્કૂલ સાથે ભેળવી દેવામાં આવી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news