વડોદરામાં ટીવી જોવાની ના પાડતા 7મા ધોરણમાં ભણતા બાળકનો આપઘાત, ઘટનાથી મચી ચકચાર
વડોદરા શહેરમાં માત્ર 13 વર્ષ ના બાળકે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સામાન્ય વાતમાં માતાએ ઠપકો આપતા બાળકે કર્યું આવું કૃત્ય.
Trending Photos
હાર્દિક દીક્ષિત, વડોદરા: વડોદરા શહેરમાં બનેલી એક ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. જેમાં માતાએ બાળકને ટીવી જોવાની ના પાડતા બાળકે આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તાર માં પ્રેસ કોલોની આવેલી છે ત્યાં રેહતા દંપત્તિ ને સંતાન માં બે પુત્રો હતા એક પુત્ર ની ઉંમર 13 વર્ષ હતી ને તે ધોરણ 7 માં અભ્યાસ કરતો હતો તો સાથે જ નાનો પુત્ર દિવ્યાંગ હોવાના કારણે તે પોતાની માતા સાથે ઘરે જ રહેતો હતો.
ગત સાંજે માતા પોતાના બે બાળકો સાથે ઘરે હતા ત્યારે માતા નિયત ક્રમ મુજબ પોતાના દિવ્યાંગ પુત્ર જે લઈને ઘર પાસે આંટો મરાવવા નીકળ્યા હતા. ઘર માં બેસી ટીવી જોઈ રહેલા પોતાના 13 વર્ષ ના મોટા પુત્ર ને માતા એ ઘરમાં બેસી ટીવી જોવાને બદલે પોતાની સાથે નીચે આંટો મારવા આવવા જણાવ્યું હતું.પરંતુ મોટો પુત્ર તૈયાર થયો ન હતો જેથી માતા એ સતત ટીવી જોવાના કારણે પોતાના 13 વર્ષ ના પુત્ર ને ઠપકો આપ્યો હતો અને બાદમાં પોતાના નાના પુત્ર ને લઈને આંટો મારવા માટે નીકળ્યા હતા
થોડા સમય બાદ જ્યારે માતા તેમના દિવ્યાંગ પુત્ર ને લઈને ઘરે પરત ફર્યા ત્યારે મોટા પુત્ર એ ઘરની દરવાજો ખોલ્યો ન હતો જેથી માતા એ પાડોશીઓ ની મદદ થી જેમતેમ કરી ઘર નો દરવાજો ખોલ્યો હતો.ઘર નો દરવાજો ખોલતા ની સાથે જ માતાના પગ તરે થી જમીન સરકી ગઈ હતી કારણ કે તેમનો 13 વર્ષ નો વ્હાલસોયો દીકરો દુપટ્ટા વડે લટકી રહ્યો હતો.માતા દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ને જાણ કરવામાં આવી હતી પરંતુ ત્યાં સુધી ખૂબ મોડું થઈ ગયું હતું.પોતાના વ્હાલસોયા દીકરા એ ફાંસો ખાઈ ને આપઘાત કરી લેતા હાલ સોલંકી પરિવાર ના માથે આભ તુટી પડ્યું છે.
કારેલીબાગ વિસ્તારમાં માત્ર 13 વર્ષ ના બાળકે આપઘાત કરી લીધો હોવાનો મેસેજ મળતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પોહચી હતી અને બાળક ના મૃતદેહ ને પોસ્ટ મોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ માં ખસેડાયો હતો.પોલીસ ના જણાવ્યા અનુસાર માતા એ માત્ર ટીવી જોવા બાબતે ઠપકો આપ્યો હતો જે બાબત નું લાગી આવતા ધોરણ 7 માં ભણતા 13 વર્ષ ના બાળકે ફાંસો ખાઈ ને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે
13 વર્ષ ની નાની ઉંમરે કોઈ બાળક ફાંસો ખાઈ ને પોતાનું જીવન ટુંકાવે એ સમાજ માટે ખૂબ ચિંતા નો વિષય છે ત્યારે જાણીતા મનોચિકત્સક ડૉ વિરેન સોલંકી એ જણાવ્યું હતું કે આજકાલ ના બાળકો માં સ્ક્રીન એડિક્શન ખૂબ ગંભીર રીતે ફેલાઈ રહ્યું છે.મોબાઈલ હોય કે ટીવી બાળકો સતત તેમાં વ્યસ્ત રેહવા માટે ટેવાઈ ગયા છે.વડોદરા માં પણ કઈક આવું જ થયું છે માત્ર ટીવી જોવા માટે ટેવાયેલા બાળકે આપઘાત કરી લીધો એ ખૂબ ગંભીર બાબત છે
ભૂતકાળ માં દિલ્લી ખાતે માત્ર 11 વર્ષ ની બાળકી એ આજ પ્રમાણે આપઘાત નો પ્રયાસ કર્યો હતો.બાળકી દ્વારા એક સાથે બે ફેસબૂક એકાઉન્ટ ઓપરેટ કરવામાં આવતા હતા ત્યારે માતાપિતા એ સતત સોશિયલ મીડિયા પર વ્યસ્ત નહિ રેહવા તેમજ ફેસબૂક માંથી વધારા નું એક એકાઉન્ટ ડિલીટ કરવા બાળકી ને ટકોર કરી હતી જેથી આ બાળકી ને લાગી આવતા તેને માત્ર 11 વર્ષ ની ઉંમરે આપઘાત નો પ્રયાસ કર્યો હતો.
વાલીઓ પોતાના કામ માં સતત વ્યસ્ત રેહવના કારણે પોતાના બાળકો ને મોબાઈલ કાતો ટીવી ના ભરોસે છોડી દેતા હોય છે અસલ માં બાળકો મોબાઈલ કે ટીવી નહિ બાળકે હૂંફ અને પ્રેમ ના ભૂખ્યા હોય છે.પરંતુ વાલીઓ ની એક ભૂલ ના કારણે નાના બાળકો ટીવી અને મોબાઈલ ના બંધાણી બની જતા હોય છે જેથી આવા બાળકો સ્ક્રીન એડિક્શન નો ભોગ બનતા હોય છે
સ્ક્રીન એડિક્શન એ આજના આધુનિક યુગ ની એક ગંભીર બીમારી છે અને આ બીમારી નાના બાળકો માં ખુબ ઝડપથી પ્રસરી રહી છે ત્યારે સતત કામ માં વ્યસ્ત વાલીઓ એ ચેતવા ની જરૂર છે,અને પોતાના બાળકો ને પૂરતો સમય તેમજ હૂંફ આપવાની જરૂર છે.જેથી બાળક પોતાની જાતને એકલું ન સમજે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે