Gujarat Corona: ગુજરાતમાં સતત વધી રહ્યાં છે નવા કેસ, જાણો  શું કહે છે તબીબો

રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 27 હજાર 643ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 946 રહ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 15 હજાર 323 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

  • કોરોનાના કેસોમાં ફરીથી કેમ થઈ રહ્યો છે વધારો?
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 12, 27, 643ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
  • છેલ્લા 24 કલાકમાં કોરોનાના 244 નવા કેસ નોંધાયા
  • સતત 4 દિવસથી ગુજરાતમાં 200થી વધુ નવા કેસ
  • 131 દર્દી રિકવર અને સતત ચોથા દિવસે શૂન્ય મોત

Trending Photos

Gujarat Corona: ગુજરાતમાં સતત વધી રહ્યાં છે નવા કેસ, જાણો  શું કહે છે તબીબો

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં ફરી કોરોનાનો રાફડો ફાટ્યો છે. ફરી એકવાર કોરોનાના કેસમાં અચાનક વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં છેલ્લાં 4 દિવસમાં સતત કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી હોવાનું સામે આવ્યું છે. સતત 4 દિવસથી રાજ્યમાં 200થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 244 નવા કેસ નોંધાયા છે. જ્યારે 131 દર્દી સાજા થયા છે. જોકે, આજના નવા રિપોર્ટ મુજબ ગુજરાતમાં હાલ 228 નવા કેસ નોંધાયા છે, જ્યારે 117 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. ગુજરાતમાં હાલ 1102 કોરોનાના એક્ટિવ કેસ છે. અમદાવાદમાં સૌથી વધુ 116 કેસ નોંધાયા છે. તબીબોની સલાહ છેકે, કોરોનાનું સંક્રમણ ફરીથી વધી રહ્યું છે તો દેરેકે ફરજિયાત માસ્ક પહેરવાની જરૂર છે. વારંવાર હાથ ધોવા અને સેનેટાઈઝ કરવા પણ જરૂરી છે. જો સરકાર દ્વારા આપવામાં આવેલી આ ગાઈડલાઈન્સને ફોલો નહીં કરવામાં આવે તો ગંભીર પરિણામ ભોગવવાનો વારો આવશે.

ગુજરાતમાં આજે કોરોનાના કેટલાં કેસ નોંધાયાઃ
ગુજરાતમાં કોરોના વાયરસના 228 નવા કેસ
રાજ્યમાં 117 દર્દી સારવાર બાદ સાજા થયા
ગુજરાતમાં હાલ કોરોનાના 1,102 કેસ એક્ટિવ
અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 116 નવા કેસ
વડોદરામાં 30, સુરતમાં 26, રાજકોટમાં 12 કેસ
ગાંધીનગર-જામનગરમાં 8-8, નવસારીમાં 5 કેસ
ભરૂચમાં 4, આણંદ, મહેસાણા, વલસાડમાં 3-3 કેસ

મહત્ત્વનું છેકે, રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.00 ટકા પર સ્થિર રહ્યો છે. હાલમાં 1374 એક્ટિવ કેસ છે. તો સતત ચોથા દિવસ રાજ્યમાં શૂન્ય મોત નોધાયું છે. 16 જૂને 110 દિવસ બાદ 200નો આંકડો પાર થયો હતો અને 228 કેસ નોંધાયા હતા. ત્યારબાદ 17 જૂને 225, 18 જૂને 234 નવા કેસ અને આજે 19 જૂને 244 નવા કેસ નોધાયા છે. અગાઉ 26 ફેબ્રુઆરીએ ત્રીજી લહેરના અંતમાં 230 કેસ હતાં.

ઉલ્લેખનીય છેકે, ગઈકાલેઅમદાવાદ શહેરમાં સૌથી વધુ 117 કેસ, સુરત શહેરમાં 32, વડોદરા શહેરમાં 29, રાજકોટ શહેરમાં 10, સુરત અને વલસાડમાં 6-6, ભાવનગર શહેર અને વડોદરામાં 5-5, ભરૂચ અને સુરેન્દ્રનગર 4-4 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ, આણંદ, ગાંધીનગર શહેર, ગાંધીનગર, જામનગર શહેર, મહેસાણા અને નવસારી જિલ્લામાં 3-3 નવા કેસ નોંધાયા છે. તો ખેડા જિલ્લામાં 2 તથા ભાવનગર, જામનગર અને કચ્છ જિલ્લામાં 1-1 કેસ નોંધાયો છે. આજે 14 જિલ્લા અને 1 કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 27 હજાર 643ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 946 રહ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 15 હજાર 323 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1374 એક્ટિવ કેસ છે, 5 દર્દી વેન્ટિલેટર પર છે અને 1369 દર્દીઓની હાલત સ્થિર છે

રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે નોંધાયા હતા. જે 263 દિવસ અગાઉ હતાં, તો 232 દિવસ બાદ 13નાં મોત થયાં છે. અગાઉ 5 જૂને 13નાં મોત નોંધાયા હતા. રાજ્યમાં આજે 21225 કેસ એ બીજી લહેરની પીક તોડી નાંખી છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1607 કેસ પર આવી હતી. 20 જાન્યુઆરીએ 24485 કેસ નોંધાયા હતા. આ ત્રીજી લહેરના સૌથી વધુ કેસ છે.17 જાન્યુઆરીએ 12753 કેસ નોંધાયા હતા. જે ત્રણ દિવસમાં 11732 કેસનો વધારો થઈને 20 જાન્યુઆરીએ અત્યાર સુધીના સૌથી વધુ એટલે કે 24485 કેસ નોંધાયા હતા. આમ ત્રણ દિવસમાં 12753 હજારથી વધીને 24485 કેસ થયા હતા. જ્યારે 10 દિવસમાં 24,485થી 15090નો ઘટાડો નોંધાઈને 9395 કેસ સુધી પહોંચી ગયો હતો.

રાજ્યમાં 15 જૂને ચાર દિવસ બાદ અમદાવાદ જિલ્લામાં કોરોનાથી એક દર્દીનું મોત થયું છે. આ પહેલા 10 જૂને ગાંધીનગર શહેરમાં એક દર્દીનું મોત થયું હતું. અગાઉ 7 મેના રોજ એક દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં 6 મે સુધી સતત 15 દિવસ સુધી શૂન્ય મોત બાદ 7 મેએ 16 દિવસ બાદ એક દર્દીનું ખેડામાં મોત થયું હતું. 5 મેએ 24 દિવસ બાદ 24થી વધુ કેસ 25 નવા કેસ નોંધાયા હતા. અગાઉ 12 એપ્રિલે 24 કેસ નોંધાયા હતા. ગત 21મી એપ્રિલે 28 દિવસ બાદ કોરોનાથી એકનું મોત નોંધાયું હતું. રાજ્યમાં 16મી એપ્રિલે 4 નવા કેસ નોંધાયા હતા. જે કોરોનાકાળના ઈતિહાસમાં 2 વર્ષ બાદ નોંધાયા હતો. ગયા મહિને 29 માર્ચે સૌથી 5 કેસ નોંધાયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news