ઢાંકણીમાં પાણી...લેવાને બદલે સ્ટેજ પર ચઢ્યાં, સી-ગ્રેડથી પણ જાય એવી છે આ મનપા!

ગુજરાતની આ મનપાએ ઈજ્જત કાઢી! ભંગાર કામ, સી-ગ્રેડથી ઓછી ગ્રાન્ટ, છતાં લાજવાને બદલે ગાજ્યા,  6x3નો 1 નાનકડો ચેક લેવા મેયર, કમિશનર, સ્ટે.ચેરમેન અને 10 કોર્પોરેટર સહિત 13 જણાં ગાંધીનગર પહોંચી સ્ટેજ પર ચઢ્યાં! 

ઢાંકણીમાં પાણી...લેવાને બદલે સ્ટેજ પર ચઢ્યાં, સી-ગ્રેડથી પણ જાય એવી છે આ મનપા!

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતની 8 મહાનગરપાલિકા પૈકી એક મનપા એવી છે જેણે સાવ ભંગાર કામગીરી કરી છે. સરકાર સામે તેની ઈજ્જત સી-ગ્રેડ કરતાંય ઓછી છે. જ્યાં અત્યાર સુધી કોઈ સારી કામગીરી થઈ નથી. આ અમે નથી કહીં રહ્યાં આ સરકારી આંકડા જ કહી રહ્યાં છે. અહીં વાત થઈ રહી છે ગુજરાતની જૂનાગઢ મહાનગર પાલિકાની. હાલમાં જ ગાંધીનગરમાં યોજાયેલાં ગ્રાન્ટ વિતરણના કાર્યક્રમમાં સી-ગ્રેડ કરતા પણ જાય એવી કામગીરી હોવા છતાં એક નાનકડો 6x3નો 1 ચેક લેવા મેયર, કમિશનર, સ્ટે.ચેરમેન અને 10 કોર્પોરેટર સહિત કુલ 13 લોકો ગાંધીનગર પહોંચીને સ્ટેજ પર ચઢી ગયા હતાં. આ વીડિયો અને તસવીરો પણ હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચામાં છે. 

ગુણવત્તાયુક્ત કામ કરો તો ગ્રાન્ટ મળે ને....? હવે તો રાજ્ય સરકાર પણ જૂનાગઢના તંત્રને ઓળખી ગઈ છે. કંઈક આવી જ ચર્ચાઓ આ કાર્યક્રમમાં ખુદ ભાજપના નેતાઓ કરતા જોવા મળ્યા હતાં. ગુજરાત સરકારે જૂનાગઢ મહાનગર પાલિકાને સી-ગ્રેડ કરતા પણ ઓછી ગ્રાન્ટ આપી. ગાંધીનગરમાં યોજાયેલા સમારોહમાં એ વર્ગની નગરપાલિકાને 44 કરોડ, બી વર્ગની નગરપાલિકાને 36 કરોડ, સી વર્ગની નગરપાલિકાને પણ 36 કરોડ અને ડી વર્ગની નગરપાલિકાને 17 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી હતી. 

ગુજરાતમાં સૌથી ઓછી ગ્રાન્ટ મેળવનાર મહાનગર પાલિકાઃ
ગુજરાત સરકાર હસ્તકના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રતિ વર્ષ રાજ્યની નગરપાલિકા, મહાનગરપાલિકાને આંતર માળખાકીય કામો માટે મુખ્યમંત્રીના હસ્તે ચેક અર્પણ કરાય છે. ત્યારે આ વર્ષે પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિકાસ કામો માટેના ચેક અર્પશનો કાર્યક્રમ મંગળવારના ગાંધીનગર ખાતેના મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો. આ ચેક અર્પણ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતની નગરપાલિકા અને મહાનગરપાલિકાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કુલ 2084 કરોડના ચેક અર્પણ કરાયા છે.

ગુજરાતમાં કઈ કોર્પોરેશનને કેટલી ગ્રાન્ટ અપાઈ?
મહાનગર પાલિકા        ગ્રાન્ટ
અમદાવાદ :             735 કરોડ રૂપિયા
સુરત:                     569 કરોડ રૂપિયા 
વડોદરા :                172 કરોડ રૂપિયા
રાજકોટ :               135 કરોડ રૂપિયા
જામનગર :             109 કરોડ રૂપિયા
ભાવનગર :             94 કરોડ રૂપિયા
ગાંધીનગર :            37 કરોડ રૂપિયા
જૂનાગઢ:                31 કરોડ રૂપિયા

ઢાંકણીમાં પાણી લઈને...! સ્ટેજ પર ફોટો પડાવ્યોઃ
આમાં આઠ મહાનગરપાલિકાને અપાયેલા ચેકની રકમ પર નજર કરીએ તો જૂનાગઢને માત્ર 31 કરોડ અપાયા છે, જે આઠેય મહાનગરપાલિકામાં સૌથી ઓછી રકમ છે. આ ૨કમ લેવા માટે કુલ ચાર ગાડીઓમાં ભાજપના 10 કોર્પોરેટરો, મેયર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અને કમિશ્નર સહિત 13 લોકો ગયા હતા. આમાં મેયરની ગાડી, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનની ગાડી, કમિશ્નરની ગાડી અને અન્ય એક ગાડીનો ઉપયોગ થયો હતો. જૂનાગઢ મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓને હિમ્મતને દાદ આપવા જેવી છે. આખા રાજ્યમાં સૌથી ઓછી ગ્રાન્ટ હોવા છતા મોટા ઉપાડે સ્ટેજ પર ચઢીને તસ્વીર ખેંચાવી હતી. સી-ગ્રેડની નગરપાલિકા કરતા પણ ઓછી રકમ મળી એ જૂનાગઢ કોર્પોરેશન તંત્ર માટે ગંભીર ચિંતનનો વિષય છે. જૂનાગઢ મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓને ઢાંકણીમાં પાણી લઈને....જેવી સ્થિતિ. જૂનાગઢ મહાનગરપાલિકા હોવા છતા સી-ગ્રેડની નગરપાલિકા કરતા પણ ઓછી રકમ મળી હતી. ગાંધીનગર આ ગ્રાન્ટ લેવા માટે વા માટે જામનગરથી 5, રાજકોટથી 7 અને જૂનાગઢથી 13 ગયા હતા. સૌથી વધુ લોકો સરકાર પાસે ગ્રાન્ટ લેવા ગયા અને સૌથી ઓછી રકમ લઈને આવ્યા.

ભંગાર કામગીરી છતાં ગાડી ભરીને આવેલાં આ 13 જણા ચઢેલાં સ્ટેજ પર:
મેયર ગીતાબેન પરમાર, સોનીંગ કમિટી ચેરમેન હરેશ પરસાણા, કમિશ્નર રાજેશ તન્ના, કોર્પોરેટરી ગોપાલ રાખોલીયા, હિમાંશુ પંડયા, રાકેશ પુલેશીયા, જયેશ ધોરાજીયા, આરતીબેન જોષી, ભાવનામેન હિરપરા, શાંતાબેન મોકરીયા, સરોજબેન અકબરી, વાલભાઈ આમછેડા અને જીવાભાઈ સોલંકીનો સમાવેશ થાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news