બાપ્પા રે...! ગણેશ ચતુર્થી પર મોટી દુર્ઘટના! નડિયાદના ગણેશ પંડાલમાં ત્રણ યુવાનોને કરંટ લાગતા બેના મોત

ગણેશ પંડાલમાં તાડપત્રી લગાવતી લખતે ત્રણ યુવકોને કરંટ લાગ્યો હતો. ઘટનાને પગલે 2 યુવકોના મોત નિપજ્યાં હોવાના સમાચાર સામે આવ્યાં છે.

બાપ્પા રે...! ગણેશ ચતુર્થી પર મોટી દુર્ઘટના! નડિયાદના ગણેશ પંડાલમાં ત્રણ યુવાનોને કરંટ લાગતા બેના મોત

ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોના કાળ બાદ આવેલાં ગણેશ મહોત્સવને ધામધૂમથી ઉજવવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણકે, છેલ્લાં બે વર્ષથી કોરોનાને કારણે તમામ તહેવારોની ચમક ફિક્કી પડી ગઈ હતી. જોકે, નડિયાદમાં આજનો શુભ દિવસ પણ માઠા સમાચાર લઈને આવ્યો. ગણેશ પંડાલમાં બનેલી એક દુર્ઘટનાએ સૌ કોઈને હચમચાવી દીધાં.

ગણેશ ચતુર્થીના દિવસે જ નડિયાદમાં એક મોટી દુર્ઘટના બની હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ નડિયાદમાં પીજ રોડ પર આવેલા ગણેશ પંડાલમાં તાડપત્રી લગાવતા ત્રણ યુવકોને કરંટ લાગ્યો હતો. જેમાંથી બે યુવકોના મોત થયા છે. હાલ બંને યુવકોના મૃતદેહને નડિયાદ સિવિલ હોસ્પિટસમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

નડિયાદના પીજ રોડ પર આવેલા ગણેશ પંડાલમાં તાડપત્રી લગાવતી લખતે ત્રણ યુવકોને કરંટ લાગ્યો હતો. નડિયાદના પીજ રોડ આવેલી ગીતાંજલી ચોકડી નજીક આવેલા સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જ્યાં આ ત્રણેય યુવાનો પંડાલમાં તાડપત્રી લગાવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. ઘટનાના પગલે સમગ્ર શહેરમાં માતમ છવાઈ ગયો હતો અને પરિવારો પર અચનાક આભ ફાટી ગયું હતું. ઉલ્લેખનીય છે નડિયાદના પીજ વિસ્તારમાં ગણશે ચતુર્થીના તહેવારની તાડમાર તૈયારી કરેલા યુવકોને વીજ કંરટ લાગ્યો હતો, આ લોકો પંડાલને શણગારવાનો કામ કરી રહ્યા છે ત્યારે તેમનના 11 કેવીના વાયર માથાના ભાગમાં અડી જતાં આ બનાવ બન્યો હતો, આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news