ગુજરાતના સૌથી મોટા શહેરમાં આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી સ્થિતિ! કંઈ થશે તો જવાબદાર કોણ?
હાલ અમદાવાદ ફાયરબ્રિગેડમાં 880 મંજૂર મહેકમની જગ્યાએ માત્ર 545નો સ્ટાફ જ ઉપલબ્ધ છે. મેગાસિટી અમદાવાદ ફાયરબ્રગિડેના સ્ટાફમાં 335 કર્મચારીઓ-અધિકારીઓની જગ્યા ખાલી છે. એક તરફ એએમસીની હદ 466 ચો.કીમી થી વધી 504 ચો.કીમી થઇ, છતા સ્ટાફ મુદ્દે ગંભીર બેદરાકારી જોવા મળી રહી છે.
Trending Photos
અર્પણ કાયદાવાલા, અમદાવાદ: અમદાવાદ ફાયરબ્રિગેડમાં સ્ટાફની અછતના અતિ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. અધિકારીથી કર્મચારીઓ સુધીના સ્ટાફની અતિ મોટી અછત વર્તાઈ રહી છે. ચીફ ફાયર ઓફિસર અને એડિશનલ ચીફ ફાયર ઓફિસર સહિતના પદ ખાલી હોવાનું પણ સામે આવ્યું છે. બંને પદ હાલ ઇન્ચાર્જ અધિકાઓના ભરોસે ચાલી રહ્યાં હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
ઉલ્લેખનીય છેકે, હાલ અમદાવાદ ફાયરબ્રિગેડમાં 880 મંજૂર મહેકમની જગ્યાએ માત્ર 545નો સ્ટાફ જ ઉપલબ્ધ છે. મેગાસિટી અમદાવાદ ફાયરબ્રગિડેના સ્ટાફમાં 335 કર્મચારીઓ-અધિકારીઓની જગ્યા ખાલી છે. એક તરફ એએમસીની હદ 466 ચો.કીમી થી વધી 504 ચો.કીમી થઇ, છતા સ્ટાફ મુદ્દે ગંભીર બેદરાકારી જોવા મળી રહી છે. શહેરમાં સતત બનતા આગ સહીતના ઇમરજન્સી બનાવોમાં સતત વધારો થઈ થઇ રહ્યો છે.
એક નજર કરીએ અમદાવાદ ફાયરબ્રિગેડમાં મહત્વના સ્ટાફની અછતના ચોંકાવનારા આંકડા પર...
જગ્યા મંજૂર મહેકમ ભરેલ જગ્યા ખાલી જગ્યા
ચીફ ફાયર ઓફીસર 1 0 1
એડિ.ચીફ ફાયર ઓફીસર 1 0 1
ડે.ચીફ ફાયર ઓફીસર 4 2 2
સ્ટેશન ફાયર ઓફીસર 18 15 3
સબ ફાયર ઓફીસર 21 11 10
ફાયરમેન 408 331 77
ડ્રાયવર કમ પંપ ઓપરેટર 159 104 55
સહાયક ડ્રાયવર 22 0 22
કોમ્યુનિકેશન ઓફીસર 1 0 1
રેડિયો મીકેનીક 2 0 2
ટેલીફોન વાયરલેસ ઓપરેટર 22 0 22
આ તો વાત થઇ ફાયરબ્રિગેડમાં અધિકારીઓથી લઇ કર્મચારીઓની અછતના આંકડાની... ત્યારે હવે નજર કરીએ આટલા ઓછા સ્ટાફમાં પણ અમદાવાદ ફાયરબ્રિગેડના જાંબાઝ જવાનોએ પાછલા 3 વર્ષમાં અટેન્ડ કરેલા આગ અને રેસ્ક્યુના વિશાળ આંકડા પર...
આગના કોલ
2021-22 2022-23 2023-24 (20 ફેબ્રુઆરી સુધી)
1928 2145 2121
રેસ્ક્યુ કોલ
201-22 2022-23 2023-24 (20 ફેબ્રુઆરી સુધી)
4566 4270 3104
એએમસીના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યુંકે, અમદાવાદ મનપાનું તંત્ર સાવ ખાડે ગયું છે. ખાસ કરીને ફાયર બ્રિગેડમાં સ્ટાફની મોટી અછત છતા ભરતી કરાતી નથી. 500 ચોરસ કીલોમીટર કરતા વધુના વિસ્તારમાં ફેલાયેલા અમદાવાદ શહેરની હદમાં હાલમાં 17 ફાયર સ્ટેશન કાર્યરત છે. ત્યારે જેટલી ઓછી સંખ્યમાં સ્ટાફ છે તેને લઇને વિપક્ષે એએમસી તંત્રને આડે હાથે લીધુ છે. તો આ તરફ ભાજપી શાષકો દ્વારા એજ ઝડપથી જગ્યા પુરવાનો પ્રયત્ન કરાશે એવી જુની ટેપ વગાડવામાં આવી રહી છે.
એક તરફ સતત વધી રહેલો અમદાવાદનો વિસ્તાર. બીજી તરફ મંજૂર મહેકમની સામે નજીવા સ્ટાફ સાથે ઝઝુમી રહેલા ફાયરબ્રિગેડના કર્મચારીઓ. ત્યારે જોવાનુ એ રહે છેકે નિર્ણાયક શાષનની વાત કરતા ભાજપી શાષકો આ મામલે ક્યારે સ્ટાફ અછતની ફરીયાદ દૂર કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે