ગુજરાતના શિક્ષકો માટે મહત્ત્વની પરીક્ષા, આ કસોટી સંખ્યાબંધ શિક્ષકોના ભાવિનો કરશે ફેંસલો

ગુજરાત સરકારના શિક્ષક વિભાગ દ્વારા આપવામાં આવ્યાં છે અગત્યના સમાચાર. આ સમાચારો રાજ્યના હજારો શિક્ષકોને લાગુ પડે છે. 900 થી વધુ ખાલી પડેલી જગ્યાઓ માટે મહત્ત્વની એક્ઝામ. ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સેન્ટરમાં આ મહત્ત્વની પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જાણો વિગતવાર માહિતી...

ગુજરાતના શિક્ષકો માટે મહત્ત્વની પરીક્ષા, આ કસોટી સંખ્યાબંધ શિક્ષકોના ભાવિનો કરશે ફેંસલો

ઝી બ્યૂરો, અમદાવાદઃ સામાન્ય રીતે રવિવારે રજા રહેતી હોય છે. પણ આજે રવિવારનો દિવસ રાજ્યના શિક્ષકો માટે ખુબ મહત્ત્વનો સાબિત થઈ શકે છે. કારણકે, આજે લેવાઈ રહી છે હજારો શિક્ષકોની પરીક્ષા. કો-ઓર્ડિનેટરની ૯૫૪ ખાલી જગ્યા માટે પરીક્ષા લેવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે ગુજરાતના ૮, ૧૨૦ ઉમેદવાર CRC-BRC માટે પરીક્ષા આપશે. સરકારી શાળાઓનું મોનિટરિંગ કરતા બ્લોક રિસોર્સ સેન્ટર (BRC) તેમજ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર (CRC ) કો- ઓર્ડિનેટરની ખાલી પડેલી ૯૫૪ માટે રવિવારના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવશે.

શિક્ષકમાથી કો- ઓર્ડીનેટર બનવા માટે કુલ ૮,૧૨૦ ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. સવાર અને બપોર એમ બે સેશનમાં યોજાનાર આ પરીક્ષાની વ્યવસ્થા અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં ગોઠવવામાં આવી છે. BRC કો-ઓર્ડીનેટરની ૩૧ અને CRC કો-ઓર્ડિનેટરની ૯૨૩ મળી કુલ ખાલી પડેલી ૯૫૪ જગ્યા ભરવા માટે ગત તા. ૧ ડિસેમ્બરથી ૧૦ ડિસેમ્બર સુધી રજિસ્ટ્રેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રજિસ્ટ્રેશનની મુદત ૩ દિવસ લંબાવવામાં આવી હતી.

આ દરમિયાન BRC બનવા માટે રાજ્યના ૩,૦૯૧ ઉમેદવારો અને CRC પસવા માટે રાજ્યના ૫૦૫૯ ઉમેદવારો મળી કુલ ૮૧૨૦ ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. રવિવારના રોજ યોજાનાર પરીક્ષામાં CRC કો-ઓર્ડિનેટર માટે સવારના ૧૧ વાગ્યાથી ૧અને BRC-LRC માટે બપોરના ૩ વાગ્યાથી ૫ વાગ્યાનો સમય નક્કી કરાયો છે. BRCની પરીક્ષા માટે રાજ્યમાં ૧૮ જેટલા બિલ્ડીંગમાં ૧૫૫ બ્લોક નક્કી કરાયા છે. જયારે CRCH પરીક્ષા માટે રાજ્યમાં ૨૭ જેટલા બિલીંગ અને ૨૫૬ જેટલા બ્લોક નક્કી કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રતિનિયુક્તિ ૩ વર્ષ માટેની રહેશે. જેમાં પ્રથમ વર્ષ પ્રોબેશન રહેશે અને સારી કામગીરી કરનારને વધુ ૨ વર્ષ લંબાવાશે. જેથી મહત્તમ ૫ વર્ષ અપાશે. ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સેન્ટરમાં આ મહત્ત્વની પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news