Government Job: ગુજરાતમાં બદલાઈ ગયા સરકારી ભરતીના નિયમો, જાણો પરીક્ષાની નવી પેટર્ન

Government Recruitment: સરકારી નોકરીની રાહ જોઈને ભરતી માટે તૈયારી કરી રહેલાં ગુજરાતના લાખો યુવાનો માટે આ સમાચાર ખુબ જ મહત્ત્વના છે. કારણકે, આ સમાચાર સાથે રાજ્યના લાખો યુવાઓનું ભવિષ્ય જોડાયેલું છે. જાણો સરકારી ભરતીમાં સરકારે શું મહત્ત્વના ફેરફાર કર્યા....

Government Job: ગુજરાતમાં બદલાઈ ગયા સરકારી ભરતીના નિયમો, જાણો પરીક્ષાની નવી પેટર્ન

Government Recruitment: સરકારી નોકરીની ભરતી પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક અને નિષ્ણાતો સાથેના લાંબા અધ્યયન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી ભરતીમાં હવે નહીં ચાલે લાલિયાવાડી! ગુજરાત સરકારે નિયમોમાં કરી દીધો આ મોટો ફેરફાર. જે અંતર્ગત ગુજરાત સરકારે રાજ્યમાં વર્ગ-3 ની ભરતી માટે પરીક્ષાનું નવું માળખું જાહેર કર્યું છે.

જેને પગલે હવેથી બદલાઈ ગયા છે સરકારી ભરતીના નિયમો. શું તમે પણ વર્ગ-3ની પરીક્ષા માટેની તૈયારીઓ કરી રહ્યાં છો? સરકારી નોકરીની રાહ જોતા યુવાઓ માટે ખાસ સમાચાર...જાણો રાજ્ય સરકારે ભરતી પ્રક્રિયામાં કરેલાં ફેરફાર અને નવા નિયમો વિશે....કેવી હશે ભરતનીની પરીક્ષાઓની નવી પેટર્ન જાણો વિગતવાર...

ઉલ્લેખનીયછેકે, રાજ્ય સરકારે વર્ગ-3ની ભરતી માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે અંતર્ગત હવે ઓફિસ આસિસ્ટન્ટ, જુનિયર-સિનિયર અને હેડ ક્લાર્કની સંયુક્ત પરીક્ષા યોજાશે. અગાઉ આ પરીક્ષા અલગ અલગ યોજાતી હતી. એટલું જ નહીં હવેથી આ ભરતી માટે પ્રિલીમ પરીક્ષા અને મુખ્ય પરીક્ષા એમ બે પ્રકારે પરીક્ષા લેવામાં આવશે. પ્રિલીમ પરીક્ષામાં પાસ ઉમેદવારોની સરકારી નોકરીની ભરતી માટે મુખ્ય પરીક્ષા લેવાશે. મુખ્ય પરીક્ષાના માર્ક્સના આધારે જ મેરિટ જાહેર કરવામાં આવશે.

આ પણ ખાસ વાંચોઃ  બાયડી બાયડી કહીને બોલાવતા અમદાવાદનો એન્જિનિયર બગવાયો! કહ્યું અટક એવી છે હું શું કરું
આ પણ ખાસ વાંચોઃ  એક છોકરો અચાનક કઈ રીતે બની ગયો હાઈપ્રોફાઈલ બાગેશ્વર સરકાર? જાણો કેવી છે લાઈફસ્ટાઈલ
આ પણ ખાસ વાંચોઃ  શું સુહાગરાતે સેક્સ કરવું જરૂરી છે? દૂધનો ગ્લાસ આપીને વહુને કેમ મોકલે છે રૂમમાં?
આ પણ ખાસ વાંચોઃ  પત્નીએ કહ્યું તમતમારે મોજ કરાવે એવી બીજી લઈ આવો, રંગીલો પતિ સાચુકલી બીજી લઈ આવ્યો

ભરતીમાં કરાયેલાં ફેરફાર મુજબ હવે ગુજરાત સરકારની વર્ગ-3ની પરીક્ષાઓમાં પણ હવે લેવાશે પ્રિલિમ અને મેઈન્સની પરીક્ષા. ત્યાર બાદ મેરિટના આધારે જ સરકારી નોકરી માટે થશે યોગ્ય ઉમેદવારની પસંદગી. વર્ગ-3 ની ભરતીમાં ગુજરાત સરકારે કરેલાં ફેરફારને વિગતવાર સમજો...

જાણો હવે તેવી હશે પરીક્ષાની પેટર્ન અને કેવી રીતે કરવામાં આવશે ભરતી?

  • હવે 2 પ્રકારે વર્ગ-3 ગણાશે અપર ક્લાસ 3 અને લોવર કલાસ 3
  • જો અપર કલાસ ની વાત કરવા માં આવે તો તો પ્રથમ પ્રાથમિક પરીક્ષા લેવાશે જે 100 માર્ક્સ ની હશે અને ફક્ત એક કલાક મળશે 
  • આ પ્રાથમિક પરીક્ષા માં કોઈ પણ કેટેગરી ના ઉમેદવાર યે ઓછા માં ઓછા 40 માર્ક્સ લાવવા પડશે.
  • પ્રાથમીક પરીક્ષા માં રિજનીગ અને ગણિત 40 માર્ક્સ, એપટીત્યુડ 30 માર્ક્સ, અંગેજી 15 માર્ક્સ અને ગુજરાતી 15 માર્ક્સ.
  • આ પાસ કર્યા પછી મુખ્ય પરીક્ષા આવશે જેમાં dyso અને sti (gpsc જેમ ) 3 પૅપર લખવાના આવશે જેનો સમય 3 કલાક છે.
  • આ પેપર માં પ્રથમ ગુજરાતી ભાષા જેમાં પત્ર, નિબંધ અને બધુજ આવશે જે 100 માર્ક્સ નું હશે 
  • બીજુ અંગ્રેજી જેમાં પણ 100 માર્ક્સ નું લખવા નું gpsc ના જેમ બધું જ આવશે

આ પણ ખાસ વાંચોઃ  મોબાઈલ વીડિયો ચાલુ રાખી સુહાગરાત મનાવતુ હતુ કપલ, સેકડો લોકોએ જોયો વીડિયો
આ પણ ખાસ વાંચોઃ  આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત
આ પણ ખાસ વાંચોઃ  શું ખરેખર કપડા વિના સુવાથી થાય છે કોઈ લાભ? આ અફવા છે કે સાચું છે જાણો
​આ પણ ખાસ વાંચોઃ  Mahila Naga Sadhu: શું મહિલા નાગા સાધુઓ પણ રહે છે નગ્ન? જાણો ક્યારે આપે છે દુનિયાને દર્શન

  • ત્રીજું પેપર gs નું 150 માર્કસ નું  આવશે તેમાં  ઇતિહાસ , વારસો , બંધારણ , ઇકોનોમી, વિજ્ઞાન અને ટેકનોલોજી અને જાહેર વહીવટ જેવા બધા જ વિષય ના પ્રશ્નો આવશે
  • ફાઈનલ સિલેક્શન માં મુખ્યપરિક્ષા ના ગુણ જોવાશે.
  • જો લોવર કલાસ 3 ની વાત કરવા માં આવે તો તેમાં મુખ્ય પરીક્ષા નહિ આવે 
  • લોવર કલાસ 3 માં 200 માર્ક્સ નું પેપર આવશે 2 કલાક માટે...
  • જેમાં અંગેજી 20 , ગુજરાતી 20,  બંધારણ, જાહેર વહીવટ, RTI, CPS, PCA 30 માર્ક્સ , ઇકોનોમી, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ 30માર્ક્સ , કરંટ અફેર 30માર્ક્સ અને ગણિત અને રીજનીગ ના 40માર્ક્સ  એમ 200 માર્ક્સ નું પેપર હશે ...
  • કોઈ પણ કલાસ 3માં હવે કોમ્પ્યુટર ટેસ્ટ નહિ લેવાય
  • mcq પણ gpsc લેવલ ના વિધાન વાળા આવશે અને સાથે સાથે મુખ્ય પરીક્ષા તો છે 

આ પણ ખાસ વાંચોઃ  દાલ ફ્રાય અને જીરા રાઈસ ખાતા પહેલાં ચેતજો, નહીં તો જીરાના બદલે પેટમાં જતું રહેશે ઝેર
આ પણ ખાસ વાંચોઃ  દાંતમાં ગમે તેવો સડો થયો હોય અપનાવો આ સરળ ઉપાય, જડમૂળથી દૂર થશે તકલીફ
આ પણ ખાસ વાંચોઃ  સફરજનના શોખીનો સાવધાન! મન પડે ત્યારે એપલ ખાતા હોય તો જાણી લેજો આ વાત

સરકારી પરીક્ષાની નવી પદ્ધતિનું આખું નવું માળખુંઃ

• ગુજરાત સરકાર દ્વારા હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક માટે ના નવા પરીક્ષા નિયમો જાહેર
• બે તબક્કામાં યોજાશે પરીક્ષા : પ્રથમ તબક્કો પ્રાથમિક પરીક્ષાનો અને દ્વિતીય તબક્કો મુખ્ય પરીક્ષાનો રહેશે
• પ્રાથમિક પરીક્ષા એલિમિનેશન પ્રકારની પરીક્ષા રહેશે અને પ્રિલિમિનરી પરીક્ષાના ગુણના આધારે જાહેરાત મુજબની જગ્યાઓના ૦૭ ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે પસંદ કરવામાંઆવશે.
• જે તે સંવર્ગ અને કચેરીની પસંદગી મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણને ધ્યાનમાં રાખતા મેરીટ કમ પ્રેફરન્સના આધારે થશે.
• પરીક્ષા પદ્ધતિને અનુલક્ષીને ક્લાર્ક સંવર્ગને મુખ્ય બે  જૂથમાં વહેંચવામાં આવ્યા છે
• ગ્રુપ–એમાં હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, સચિવાલય સંવર્ગના ઓફિસ આસીસ્ટન્ટ અને જિલ્લા કલેક્ટરની કચેરી ખાતેના જુનિયર ક્લાર્કનો સમાવેશ થાય છે.
• ગ્રુપ-બીમાં જિલ્લા કલેક્ટરશ્રી કચેરી સિવાયના ખાતાના વડાની કચેરીના જુનિયર કારકૂનનો સમાવેશ થાય છે
• ઉપર સૂચિત પાંચ સંવર્ગો માટે ઉમેદવારે એક જ અરજી કરવાની રહેશે.
• ઉમેદવાર ગ્રુપ-એ અથવા ગ્રુપ-બી અથવા બંને ગ્રુપ માટે ઉમેદવારી નોંધાવી શકે છે.
• તમામ ઉમેદવારોએ પરીક્ષા ફોર્મ ની સાથે સરકારે નિયત કરેલી ફી ભરવાની રહેશે અને જે ઉમેદવાર પરીક્ષામાં હાજર રહેશે તેને તેની ભરેલી ફી પરત કરવામાં આવશે
• પ્રાથમિક પરીક્ષા 100 હેતુલક્ષી પ્રશ્નો ધરાવતી 100 ગુણની અને એક કલાકની રહેશે.
• ગ્રુપ એ અને ગ્રુપ બી માટે અલાયદુ મેરીટ બનશે અને પ્રત્યેક ગ્રુપમાં રહેલ સંવર્ગોની કુલ જગ્યાના આશરે ૭ ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે પસંદ કરવામાં આવશે
• ગ્રુપ એ માટે મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક પ્રકારની રહેશે જેમાં ત્રણ પ્રશ્નપત્રો નો સમાવેશ થશે. ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું પ્રશ્નપત્ર ત્રણ કલાકનું અને ૧૦૦ ગુણનું રહેશે જ્યારે સામાન્ય અભ્યાસનું પ્રશ્નપત્ર ૧૫૦ ગુણનું અને ત્રણ કલાકનું રહેશે. આમ, કુલ ૩૫૦ ગુણની પરીક્ષા રહેશે.
• ગ્રુપ બી માટે મુખ્ય પરીક્ષા ૨૦૦ હેતુલક્ષી પ્રશ્નો ધરાવતી ૨૦૦ ગુણની અને બે કલાકની રહેશે.
• પ્રત્યેક ગ્રુપમાં રહેલ સંવર્ગોની કુલ જગ્યાના આશરે ૨ ગણા ઉમેદવારોને મેરીટ મુજબ પ્રમાણપત્ર ચકાસણી માટે માટે પસંદ કરવામાં આવશે ત્યારબાદ મેરીટ આધારિત લાયક ઉમેદવારોની આખરી યાદી પ્રસિધ્ધ થશે.
• ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સુચના અનુસાર ઉમેદવારો જગ્યા માટે તેમની પસંદગી ઓનલાઇન આપી શકશે અથવા મંડળ ખાતે મેરીટ મુજબ રૂબરૂ હાજર રહીને તેમને ઉપલબ્ધ જગ્યાઓ પૈકી પસંદગી કરીને જે તે જગ્યા/કચેરી/સંવર્ગની ફાળવણી મેળવી શકશે.  
• મંડળ દ્વારા ફાળવણી થયેલ ઉમેદવારોની જે તે કચેરી  અને મહેસૂલ વિભાગને ભલામણ કરવામાં આવશે.
• ગ્રુપ - એ માં સમાવેશ થયેલ જિલ્લા કલેક્ટરની કચેરી ખાતેના જુનીયર કારકૂન સંવર્ગમાં ઉમેદવારી નોંધાવતા ઉમેદવારોએ મહત્તમ ત્રણ જિલ્લા અંગેની પસદંગી આપવાની રહેશે.
• મહેસૂલ વિભાગ ખાતે પસંદગી પામતા અને ભલામણ કરાયેલ ઉમેદવારોને જિલ્લા ફાળવણી મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારને પોતાની પસંદગીના ત્રણ જિલ્લામાં જો મેરિટ અનુસાર પસંદગી ન મળે તો જિલ્લા પસંદગીની પ્રક્રીયા પૂર્ણ થયેથી ખાલી જગ્યાઓના આધારે જિલ્લાઓને ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવશે અને બાકી રહેલ ઉમેદવારોને જિલ્લાની ફાળવણી કરવામાં આવશે.

સૂચિત પધ્ધતિની વિશેષતાઓ :-
 
• પ્રિલિમિનરી એક્ઝામિનેશન એલીમીનેશન ટેસ્ટ હોવાથી તેના ગુણ મેરીટમાં ના ગણાતા હોવાના કારણે ગેરરીતીને નિયંત્રણમાં રાખી શકાશે.
 
• દ્વિતીય સ્તરની મુખ્ય પરીક્ષા માટે જાહેરાતની કુલ જગ્યાના આશરે સાત ગણા ઉમેદવારો પાત્ર બનતા હોવાથી, નિયંત્રિત સંખ્યા સાથે વધુ સઘન નિયંત્રણ અને ઇચ્છિત સુરક્ષા માપદંડ સાથે પરીક્ષાનું આયોજન શક્ય બનશે.
 
• તમામ ઉમેદવારો માટે ફી રાખવામાં આવેલ છે અને જે ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહેશે તે ઉમેદવારોને ફી પરત કરવામાં આવશે. આમ, પરીક્ષા પ્રત્યે ગંભીરતા ધરાવતા ઉમેદવારો ઉમેદવારી કરશે જેથી યોગ્ય સ્પર્ધાત્મક વાતાવરણ રચાશે.
 
• ગ્રુપ – એ માં સમાવિષ્ટ સંવર્ગો માટે વર્ણનાત્મક ઢબની પરીક્ષા હોવાના કારણે રાજ્ય સરકારને ઉચ્ચ ગુણવત્તા ધરાવતો વર્ગ-૩ નો સ્ટાફ મળી રહેશે.
 
• સૂચિત દ્વિ-સ્તરીય પરીક્ષા પધ્ધતિ મુજબ એક જ પરીક્ષા અંતર્ગત ઉક્ત વહીવટી સંવર્ગોની ભરતી પ્રક્રિયા સંપન્ન થતી હોવાથી હાલની ભરતી પ્રક્રિયાની સમસ્યાઓ અને મર્યાદાઓનો ઉકેલ લાવી શકાય છે અને સુદ્રઢ પરીક્ષા પધ્ધતિથી સમયસર, સઘન અને મર્યાદીત ખર્ચ સાથેની ભરતી પ્રક્રિયા આયોજીત કરી શકાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news