સ્કૂલના ફતવા મુજબ કપડાં પહેરવાથી વિદ્યાર્થીને કંઈ થયું તો શું સંચાલક તેની જવાબદારી લેશે?

સ્કૂલમાં ZEE 24 કલાકનું રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યું કે, સ્કૂલને તેના નિયમોની ફિકર છે. ઘણી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને નક્કી કરાયેલાં સ્વેટર વિના પ્રવેશ આપવામાં આવતો નથી. જોકે, ડરના માર્યા વાલીઓ આ અંગે કોઈ ફરિયાદ રકી શકતા નથી. બાળક ઠંડીથી ઠરી રહ્યું છે પરંતુ સ્કૂલને તેના નિયમોની ફિકર છે. 

સ્કૂલના ફતવા મુજબ કપડાં પહેરવાથી વિદ્યાર્થીને કંઈ થયું તો શું સંચાલક તેની જવાબદારી લેશે?

ઝી બ્યૂરો, અમદાવાદઃ જો તમારું બાળક પણ શાળામાં સ્કૂલે યુનિફોર્મના ભાગરૂપે નક્કી કરેલું સ્વેટર પહેરીને જ શાળાએ જાય છે તો સાવધાન... કેમ કે, આ વિદ્યાર્થીઓના જીવનો સવાલ છે. અનેક શાળાઓએ ચોક્કસ પ્રકારનું સ્વેટર પહેરવાનો જે ફતવો બહાર પાડ્યો છે તે સ્કૂલનાં બાળકોને ઠંડીમાં ઠરવા માટેનું મોટામાં મોટું કારણ બની ગયું છે. ગત વર્ષે જ લાલચુ સ્કૂલ સંચાલકોના આવા વિચિત્ર ફતવાને કારણે કેટલાંક માસુમ વિદ્યાર્થીઓનો ઠંડીથી ઠરવાનો કારણે મોતને ભેટી ચુક્યા છે. ઝી24કલાક સતત આ મુદ્દાને ઉઠાવીને માસુમ વિદ્યાર્થીઓ અને વાલીઓને ન્યાય અપાવવાનો પ્રયાસ કરતું રહેશે.

ZEE 24 કલાક પૂછશે સવાલ- કાતિલ ઠંડીમાં સ્કૂલનું સ્વેટર કેટલું સુરક્ષિત?
સ્કૂલના શિક્ષકો અને આચાર્ય ભલે જેકેટ પહેરીને શાળામાં આવતા હોય પરંતુ નાનાં બાળકોએ આવી કડકડતી ઠંડીમાં પણ એ પાતળું સ્વેટર પહેરીને જ સ્કૂલે જવું પડે છે. જેને શાળાઓએ સ્કૂલ યુનિફોર્મના નામે નક્કી કરી રાખ્યું છે. જો નાનાં ભૂલકાંઓ જેકેટ પહેરીને જાય કે ડબલ સ્વેટર પહેરીને જાય તો પણ આ સંવેદનહીન શાળાઓ વિદ્યાર્થીઓને સજા કરવાની ચીમકી આપે છે. એટલું જ નહીં વિદ્યાર્થીઓને યુનિફોર્મના ભાગરૂપે ફરજિયાતપણે જર્સી જેવું સ્વેટર પહેરીને શાળાએ જવાનું હોવાથી વાલીઓ પણ મજબૂર છે કે ઠંડીથી પોતાનાં બાળકોનું રક્ષણ તેઓ કેવી રીતે કરે? 

 

શાળાઓના ફતવાથી બાળકો પર મોતનું જોખમ:
આ મુદ્દો ખૂબ જ ગંભીર છે અને એટલે જ તમારી ચેનલ ઝી 24 કલાક સતત આ મુદ્દાને ઉઠાવી રહી છે. ઝી 24કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર પણ સતત આ મુદ્દે સળગતા સવાલો પૂછાતા રહેશે. 
ઝી24 કલાક પૂછે છે સવાલ...
સ્કૂલે નક્કી કરેલા ફતવા મુજબના કપડાં પહેરવાથી વિદ્યાર્થીને કંઈ થયું તો શું સંચાલક તેની જવાબદારી લેશે?
કેમ શાળાનાં બાળકોને ફરજિયાત જરસી જેવું સ્વેટર આવી ઠંડીમાં પહેરીને જવું પડે છે?
આવી કાતિલ ઠંડીમાં બચવા માટે બાળકો જેકેટ પહેરે કે પોતાના ખર્ચે લાવીને સારું જાડું સ્વેટર પહેરે તો શું તે કોઈ અપરાધની શ્રેણીમાં આવે છે?
શા માટે જાડી ચામડીના શાળા સંચાલકો બાળકોને ઠંડીમાં ઠરવા માટે મજબૂર કરી રહ્યા છે?
જો શાળામાં ફરજિયાત પહેરવાનું સ્વેટર ઠંડી રોકવા સક્ષમ નથી તો શાળાઓ કેમ પોતાના ગણવેશના ભાગરૂપે બાળકોને ઠંડીમાં ઠરવા મજબૂર કરી રહી છે?
શાળાઓ પોતાના વિદ્યાર્થીઓને સ્વેટરને બદલે જેકેટ પહેરવાની મંજૂરી નથી આપતી તો કઈ રીતે બાળકો આવી ઠંડી સામે રક્ષણ મેળવી શકશે? 
ખૂબ જ પાયાનો સવાલ છે કે, સિનિયર અને જૂનિયર કેજીમાં ભણતાં બાળકો આવી કાતિલ ઠંડીનો સામનો શાળાએ નક્કી કરેલા ચોક્કસ પ્રકારના સ્વેટરથી કેવી રીતે કરી શકે?
શા માટે કેજીનાં નાનાં બાળકોને પણ યુનિફોર્મના નામે શાળાએ નક્કી કરેલાં સ્વેટર જ પહેરવાની ફરજ પાડવામાં આવી રહી છે? 
શું આવી કાતિલ ઠંડીમાં પણ શાળાઓને પોતે નક્કી કરેલાં સ્વેટર વેચીને કમાણી કરવામાં રસ છે?
શા માટે બાળકોને જેકેટ અને ઠંડી સામે રક્ષણ આપતાં સ્વેટર પહેરવાની છૂટ આપવામાં નથી આવતી?

સ્કૂલ સંચાલકો અને મળતિયા વેપારીઓ વચ્ચે હોય છે સેટિંગઃ
શું એ શિક્ષકો અને શાળા સંચાલકોએ ક્યારેય વિચાર્યું છે ખરું કે તેઓ પોતે તો સ્કૂલમાં જાય છે ત્યારે જેકેટ પહેરીને જાય છે પરંતુ તેમનું બાળક કે શાળામાં આવતાં બીજાં બાળકો માત્ર એ સ્વેટર પહેરીને આવે છે, જે શાળાઓએ યુનિફોર્મના ભાગરૂપે નક્કી કર્યું છે. અને જ્યાં કમાવાની લાલચ હોય ત્યાં સ્વેટરની ગુણવત્તા કેટલી મળતી હશે તે પણ એક સવાલ છે. કેમ કે, શાળાઓ ચોક્કસ સ્ટોર પરથી જ સ્વેટર ખરીદવા માટે વાલીઓને ફરજ પાડે છે એનો મતલબ કે તેમાં શાળાઓનું કમિશન હોય છે. અને આ કમિશન આપ્યા પછી સ્વેટર વેચતી દુકાનો કેવી ગુણવત્તા જાળવી રાખતી હશે તે એક સંશોધનનો વિષય છે. 

સ્કૂલને તેના નિયમોની ફિકર-
સ્કૂલમાં ZEE 24 કલાકનું રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યું કે, સ્કૂલને તેના નિયમોની ફિકર છે. ઘણી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને નક્કી કરાયેલાં સ્વેટર વિના પ્રવેશ આપવામાં આવતો નથી. જોકે, ડરના માર્યા વાલીઓ આ અંગે કોઈ ફરિયાદ રકી શકતા નથી. બાળક ઠંડીથી ઠરી રહ્યું છે પરંતુ સ્કૂલને તેના નિયમોની ફિકર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news