સાવધાન! ગુજરાતના દરિયાકાંઠે મોટો ખતરો! દરિયો તોફાની થવાના એંધાણ, અનેક જગ્યાએ અપાયું એલર્ટ

Gujarat Monsoon 2022: જોકે દક્ષિણ અમદાવાદમાં વરસાદ રહી શકે છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે. પરંતુ દરિયા કિનારા વિસ્તારો માટે હવામાન વિભાગે એક એલર્ટ આપ્યું છે. માછીમારો માટે સિગ્નલ આપવામાં આવ્યું છે.

સાવધાન! ગુજરાતના દરિયાકાંઠે મોટો ખતરો! દરિયો તોફાની થવાના એંધાણ, અનેક જગ્યાએ અપાયું એલર્ટ

Gujarat unseasonal rain forecast: ગુજરાતમાં ભરશિયાળે ચોમાસાની સીઝન જેવો માહોલ જામ્યો હતો. પરંતુ હવે હવામાન વિભાગે અન્ય એક આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે પણ વરસાદની આગાહી કરાઈ છે. 24 કલાક માટે વરસાદની આગાહી કરાઇ કરાઈ છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા અને સુરત અને સૌરાષ્ટ્રમાં ગીરસોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં વરસાદી આગાહી કરાઈ છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં લાઈટ રેઇનની આગાહી કરાઈ છે. અમદાવાદમાં વરસાદ નહિ પડે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દીધી છે. માછીમારી કરવા ગયેલા માછીમારોને પરત ફરવા માટે જણાવી દેવામાં આવ્યું છે.

જોકે, દક્ષિણ અમદાવાદમાં વરસાદ રહી શકે છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે. પરંતુ દરિયા કિનારા વિસ્તારો માટે હવામાન વિભાગે એક એલર્ટ આપ્યું છે. માછીમારો માટે સિગ્નલ આપવામાં આવ્યું છે. હાલ ગુજરાત માટે કોઈ વોર્નિંગ નથી. પરંતુ કોસ્ટલ એરિયા માટે વોર્નિંગ અપાઈ છે. હાલમાં રાજ્યમાં 20 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે. 2 દિવસ બાદ 4 ડિગ્રી તાપમાન ઘટતા ઠંડી વધશે. બીજી બાજુ નલિયામાં સૌથી ઓછું 14 ડિગ્રી જ્યારે અમદાવાદ 21 ડિગ્રી અને ગાંધીનગર 20 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય
ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠું થઈ શકે છે. અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય છે, જેના લીધે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. પૂર્વ મધ્ય, દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય છે. જેના પગલે રાજ્યમાં આગામી બે દિવસ વરસાદી માહોલ રહેશે. બીજી બાજુ હવામાન વિભાગની સિસ્ટમ મોનિટરીંગ કરી રહી છે. લો પ્રેશર સક્રિય થતાં બે દિવસ બાદ વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે. સાથે જ પવનના કારણે ઠંડીનો અહેસાસ થશે.

દરિયો તોફાની થવાના એંધાણ, 29 ગામ એલર્ટ
અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાયું છે, હવામાન વિભાગની આગાહીને લઈને દરિયાકાંઠે સિગ્નલ લગાવાયું છે. પોરબંદરના દરિયા કિનારા પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જ્યારે ભરૂચ જિલ્લાના દહેજ બંદર ખાતે એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ડિપ્રેશનના કારણે ભારે પવન સાથે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લાના 3 તાલુકાના 29 જેટલા ગામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. 

ભરૂચ જિલ્લાના 29 ગામોમાં દહેજ, જાગેશ્વર, ભાડભૂત, આલિયાબેટ, વમલેશ્વર, અખોડ , લખીગામ, લુવારા, અંભેટા, રહીયાદ, સુવા, કોલીયાદ, કલાદરા, વેંગણી, ગંધાર, અલાદરા, પણિયાદરા, પાદરીયા, નણરાવી,ગોલાદરા, સમલી, કંટીયાજાળ, વમલેશ્વર, કતપોર, અંભેટા, પારડી, હાંસોટ સહિતના ગામનો સમાવેશ થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news