પેપર લીક મામલે ચોંકાવનારો ખુલાસો, યશપાલસિંહ સોલંકીની પાછળ મોટા માથાઓની સંડોવણી

લોક રક્ષક દળ ભરતી પરીક્ષાના પેપર લીક મામલે રોજે રોજ ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. ધરપકડ કરાયેલા ચાર શખ્સોને સારવાર માટે આજે સવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લવાયા છે અને કથિત મુખ્ય આરોપી યશપાલસિંહ હજુ લાપત્તા છે. આ સંજોગોમાં  બહુચર્ચિત આ કેસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આ કેસમાં મોટા માથાઓની સંડોવણી હોવાની કડીઓ બહાર આવી છે. ગાંધીનગર નજીકની એક હોટલમાં 50 લોકોની એક મિટિંગ મળી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

પેપર લીક મામલે ચોંકાવનારો ખુલાસો, યશપાલસિંહ સોલંકીની પાછળ મોટા માથાઓની સંડોવણી

અમદાવાદ #ગુજરાત સરકાર અને ભાજપની આબરૂ લીક કરનારા લોક રક્ષક દળ ભરતી પરીક્ષાના પેપર લીક મામલે રોજે રોજ ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. ધરપકડ કરાયેલા ચાર શખ્સોને સારવાર માટે આજે સવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લવાયા છે અને કથિત મુખ્ય આરોપી યશપાલસિંહ હજુ લાપત્તા છે. આ સંજોગોમાં  બહુચર્ચિત આ કેસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આ કેસમાં મોટા માથાઓની સંડોવણી હોવાની કડીઓ બહાર આવી છે. ગાંધીનગર નજીકની એક હોટલમાં 50 લોકોની એક મિટિંગ મળી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. 

ગુજરાત પોલીસ ભરતી 2018 અંતર્ગત રાજ્યમાં લોકરક્ષક દળની ભરતી માટે રવિવારે લેવાયલ પરીક્ષા પૂર્વે પેપરના સવાલો અને જવાબ સામે આવી જતાં ખળભળાટ મચી ગયો હતો. છેવટે સરકાર અને તંત્ર હરકતમાં આવતાં આ મામલે તપાસનો દોર લંબાયો હતો અે ગણતરીના કલાકોમાં પાંચ શખ્સો વિરૂધ્ધ ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જેમાં પોલીસે મનહર પટેલ, મુકેશ ચૌધરી, પીએસઆઇ પી વી પટેલ, રૂપલ શર્માની ધરપકડ કરી હતી. જ્યારે કથિત મુખ્ય આરોપી યશપાલસિંહ સોલંકી હજુ લાપત્તા છે. 

ફલાઇટમાં જવાના પૈસા નથી...
પેપર લીક મામલે જેનું નામ મુખ્ય આરોપી તરીકે ગણાઇ રહ્યું છે એવા યશપાલસિંહ પાછળ મોટા માથાઓની સંડોવણી હોવાના મોટા પુરાવા સામે આવી રહ્યા છે. યશપાલસિંહના પરિવારજનો સાથે થયેલી વાતચીતના આધારે એ વાત સામે આવી છે કે તેની પાસે એટલા પૈસા પણ નથી કે તે દિલ્હી ફ્લાઇટમાં જઇ શકે. તો આ પૈસા આવ્યા ક્યાંથી? યશપાલનો માત્ર રાઇડર તરીકે ઉપયોગ કરાયો હતો કે કેમ? સહિતના ઘણા સવાલો ઉઠવા પામ્યા છે.

પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે પરંતુ આ કેસમાં શરૂઆતથી મોટા માથાઓની સંડોવણી હોવાની આશંકા હતી. જે કથિત રૂપે સાચી ઠરતી હોવાની કડીઓ સામે આવી છે. ગાંધીનગર નજીકની એક હોટલમાં પેપર લીકને લઇને એક મિટિંગ મળી હોવાની અને આ બેઠકમાં 50થી વધુ લોકો હાજર હોવાનો ખુલાસો થતાં પોલીસ વધુ હરકતમાં આવી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news