સૌરાષ્ટ્રભરમાં લોકડાઉન, લોકોએ કહ્યું-સરકાર ભલે ન કરે, પણ અમે પાળીશું
Trending Photos
- હવે પરિસ્થિતિ સમજી ગયેલા સૌરાષ્ટ્રવાસીઓ ખુદ સ્વંયભૂ લોકડાઉન તરફ વળ્યા છે
- રાજકોટ બાદ જો ક્યાંય સૌથી વધુ સંક્રમણ હોય તો તે જામનગર અને મોરબી શહેર છે
ગૌરવ દવે/રાજકોટ :સૌરાષ્ટ્રમાં કોરોનાનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે. પોઝિટિવ કેસની સંખ્યા 1100 ને પાર પહોંચી ગઈ છે. 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં 1164 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાની સારવાર લઈ રહેલા 89 દર્દીઓના મોત નિપજ્યા છે. રાજકોટ બાદ જો ક્યાંય સૌથી વધુ સંક્રમણ હોય તો તે જામનગર અને મોરબી શહેર છે. એકલા રાજકોટ શહેરમાં 405 અને જિલ્લામાં 70 પોઝિટિવ કેસ નોંધાયેલા છે. જામનગર શહેરમાં 189 અને ગ્રામ્યમાં 123 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો મોરબી જિલ્લામાં 54 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો હવે પરિસ્થિતિ સમજી ગયેલા સૌરાષ્ટ્રવાસીઓ ખુદ સ્વંયભૂ લોકડાઉન (self lockdown) તરફ વળ્યા છે. તેમનુ કહેવુ છે કે, સરકાર ભરે ન કરે, પણ અમે લોકડાઉન (gujarat lockdown) લગાવીશું.
મડદા ગણવાની કામગીરી બાદ સુરત મનપાએ શિક્ષકોને સોંપી વધુ એક કામગીરી
સૌરાષ્ટ્રમાં ક્યાં ક્યાં લોકડાઉન
સૌરાષ્ટ્રમાં કોરોનાથી લોકો ભયભીત બની ગયા છે. ત્યારે સરકાર ભલે ન કરે, લોકો સ્વયંભૂ લોકડાઉન (lockdown) તરફ વળ્યાં છે. સીદસર ઉમિયા ધામ, મૂળી માધવરાય મંદિર અને કચ્છમાં માતાનો મઢ બંધ કરી દેવામાં આવ્યો છે. વીંછીયામાં જાહેર સ્વૈચ્છિક બંધ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ, વિસાવદરમાં આજથી 31 તારીખ સુધી બંધ પાળવામાં આવનાર છે. આ ઉપરાંત અન્ય તાલુકાઓ જેમ કે, સાવરકુંડલા, માણાવદર અને જસદણમાં આંશિક બંધ પાળવામાં આવી રહ્યો છે. ઘેલા સોમનાથ મંદિર પણ બંધ કરવામાં આવ્યું છે. આમ, સૌરાષ્ટ્રમાં મોટાભાગના ધાર્મિક સ્થાનો અને નાના ગામ બંધ અથવા સ્વૈચ્છિક લોકડાઉન અપનાવી રહ્યાં છે.
ગુજરાતના બે શહેરોની હાલત કફોડી, ખાધાપીધા વગર લાઈનમાં ઉભા રહેવા છતાં નથી મળતા રેમડેસિવિર
શનિ-રવિનો લોકડાઉનનો રસ્તો અપનાવ્યો
રાજકોટ જિલ્લાના જેતપુરમાં આજથી 30 એપ્રિલ સુધી શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉન (Weekend Lockdown) રાખવાનો ફેંસલો કર્યો છે. આજે વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. જામનગર નજીક ફલા ગામમાં આજથી લોકડાઉન લાગુ કરાયું છે. કોરોના સંક્રમણ પગલે એક સપ્તાહનું લોકડાઉન જાહેર કરાયું છે. ફલા ગામમાં દીવન જરૂરિયાત સિવાયના તમામ વેપાર ધંધા બંધ રહેશે તેવો નિર્ણય કરાયો છે.
હરિયાણાની આ દીકરી માટે ગુજરાત લકી સાબિત થયું, ગુજરાતી ભાષા શીખીને બની સિવિલ જજ
મોરબી જીલ્લામાં આવેલા ત્રણમાંથી બે યાર્ડ એક સપ્તાહ સુધી બંધ રહેશે. મોરબી અને વાંકાનેર માર્કેટ યાર્ડ આગામી તા ૧૭ સુધી બંધ રહેશે તેવી જાહેરાત કરાઈ છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને બંન્ને યાર્ડને બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે