ગુજરાતમાં મહિલાઓ નથી સલામત, દર મહિને 45 મહિલાઓ પર બળાત્કાર
કેન્દ્રીય ગૃહમંત્રાલયે લોકસભામાં રજૂ કરેલા રિપોર્ટ અનુસાર ગુજરાતમાં વર્ષ 2018થી માંડીને વર્ષ 2021 સુધીમાં 2156 મહિલાઓ બળાત્કારનો ભોગ બની છે. દર વર્ષે બળાત્કારના 550 કેસો નોંધાઈ રહ્યાં છે. આ જ પ્રકારે મહિલાઓ પર પણ હુમલાની ઘટનાઓ ઘટી છે.
Trending Photos
અમદાવાદ: ગુજરાતમાં ભલે સરકાર અને ગૃહમંત્રી હર્ષ સંઘવી છાતીને ઠોકીને અડધી રાતે મહિલાઓ જાહેરમાં ફરી શકે તેવી વાતો કરતા હોય પણ મોદી સરકારે આ દાવાઓની પોલ ખોલી નાખી છે. ખરેખર આ આંકડાઓ શાંત ગુજરાતની વાસ્તવિકતાને ઉજાગર કરી રહ્યાં છે. લોકસભામાં રજૂ કરાયેલા આંકડાઓ મુજબ રાજ્યમાં દર મહિને 45 મહિલાઓ પર બળાત્કાર થાય છે. આ દર્શાવે છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હર્ષ સંઘવીના શાસનમાં કથળી છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયે લોકસભામાં રજૂ કરેલા રિપોર્ટ અનુસાર ગુજરાતમાં વર્ષ 2018થી માંડીને વર્ષ 2021 સુધીમાં 2156 મહિલાઓ બળાત્કારનો ભોગ બની છે. દર વર્ષે બળાત્કારના 550 કેસો નોંધાઈ રહ્યાં છે. આ જ પ્રકારે મહિલાઓ પર પણ હુમલાની ઘટનાઓ ઘટી છે. છેલ્લા 4 વર્ષમાં મહિલાઓ પર 3762 હુમલાની ઘટનાઓ ઘટી છે. એટલે કે દર મહિને 100 મહિલાઓ પર હુમલા થાય છે. જેને પગલે હવે મહિલાઓમાં પણ ડરનો માહોલ છવાયો છે.
બીજી તરફ રાજ્ય સરકાર સબ સલામત હોવાના દાવાઓ કરે છે પણ લોકસભામાં રજૂ કરાયેલા આંકડાઓએ ગુજરાતની વાસ્તવિકતા રજૂ કરી છે. સરકાર અને ગૃહવિભાગ ગમે તેટલા દાવાઓ કરે પણ મહિલાઓ પર એસિડ એટેકની ઘટનાઓ પણ ઘટી છે. વર્ષ 2018થી માંડીને વર્ષ 2021 સુધી એસિડ એટેકના 22 કેસો પોલીસ ચોપડે નોંધાયા છે.
સૌથી મોટી ચિંતાની બાબત તો એ છે કે, વર્ષ 2018માં સામૂહિક બળાત્કારની 8 ઘટનાઓ સામે 2021માં સામૂહિક બળાત્કારની 17 ઘટનાઓ નોંધાઈ છે. 4 વર્ષમાં સામૂહિક બળાત્કારના કુલ 56 કેસો નોંધાયા છે. સરકાર ગુજરાતને શાંત અને સમૃદ્ધ ગણાવે છે પણ વાસ્તવિકતા અલગ છે. આ દેખાડે છે કે, ગુજરાતમાં મહિલાઓ કેટલી સલામત છે. ગૃહવિભાગ અને હર્ષ સંઘવી ભલે મસમોટી મહિલા સલામતીની વાતો કરે પણ ખરેખર સ્થિતિ અલગ છે.
ગુજરાતમાં વર્ષ દીઠ મહિલાઓની હત્યા?
સૌથી વધુ કયા રાજ્યમાં મહિલાઓની હત્યા?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે