કેન્દ્ર બાદ રાજ્ય સરકારે 7 રૂપિયા વેટ ઘટાડ્યો, ગુજરાતમાં આજથી પેટ્રોલ 12 અને ડીઝલ 17 રૂપિયા સસ્તું
દિવાળી ટાણે મોંઘવારીથી પિડાતી જનતાને કેન્દ્ર અને રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ ઘટાડીને મોટી રાહત આપી છે. જેના કારણે વાહનચાલકોમાં હાલ ખુશી જોવા મળી છે. સતત વધી રહેલા પેટ્રોલ - ડીઝલના ભાવના કારણે સામાન્ય નાગરિક પરેશાન હતો અને તહેવારોની મજા પણ ફિક્કી પડી હતી.
અમદાવાદમાં પેટ્રોલનો નવો ભાવ ૯૫.૧૬ રૂપિયા
ડિઝલનો નવો ભાવ ૮૯.૧૪ રૂપિયા
ડિઝલમાં અંદાજે ૧૭ રૂપિયાનો ઘટાડો
Trending Photos
ગૌરવ પટેલ/ અમદાવાદ: દિવાળીની આગલી રાત્રે કેન્દ્ર સરકારે દેશવાસીઓને મોટી ભેટ આપી છે. દિવાળી ટાણે મોંઘવારીથી પિડાતી જનતાને કેન્દ્ર અને રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ ઘટાડીને મોટી રાહત આપી છે. જેના કારણે વાહનચાલકોમાં હાલ ખુશી જોવા મળી છે. સતત વધી રહેલા પેટ્રોલ - ડીઝલના ભાવના કારણે સામાન્ય નાગરિક પરેશાન હતો અને તહેવારોની મજા પણ ફિક્કી પડી હતી. જો કે નાગરિકોને દિવાળીની ભેટ આપતા કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે પેટ્રોલ પર 5 રૂપિયા જ્યારે ડીઝલ પર 10 રૂપિયા એકસાઇઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ ગુજરાતમાં સરકારે પણ પેટ્રોલ ડીઝલમાં મોટી રાહત આપી છે. અમદાવાદમાં 1 લીટર ડિઝલનો ભાવ હાલ 106 રૂપિયા 10 પૈસા છે, જે કાલે 10 રૂપિયા ઘટતાં 96 રૂપિયા 10 પૈસા થશે.
પરંતુ દિવાળીના દિવસે સરકારે પેટ્રોલ ડીઝલમાં મળેલી આપેલી છૂટના કારણે અમદાવાદમાં પેટ્રોલનો નવો ભાવ 95.16 રૂપિયા છે. પેટ્રોલમાં અંદાજે 12 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે ડીઝલમાં નવો ભાવ 89.14 રૂપિયા થઈ ગયો છે. ડિઝલમાં અંદાજે 17 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ પર 5 રૂપિયા અને ડિઝલ પર 10 રૂપિયા એક્સાઇઝમાં ઘટાડો કર્યો છે.
અત્રે નોંધનીય છે કે, રાજ્ય સરકારે પેટ્રોલ અને ડિઝલ પર 07 રૂપિયાનો ઘટાડો કર્યો છે. અલગ અલગ ઓઇલ કંપની પર પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કેટલાક પૈસાનું અંતર જોવા મળી શકે છે.
ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડ્યા બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કર્યું છે.
કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ પરની એકસાઈઝ ડ્યુટીમાં કરવામાં આવેલ ઘટાડાના પગલે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ પરનો વેટ ઘટાડીને ભાવમાં લિટરે વધારાનો ₹7 નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે, જેનો સમગ્ર રાજ્યમાં આજે મધ્યરાત્રીથી અમલ કરવામાં આવશે.
— CMO Gujarat (@CMOGuj) November 3, 2021
આજે રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં લિટરે વધારાનો 7 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી એ કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ પર લેવાની થતી એકસાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવાના કરેલા નિર્ણયને આજે મધ્યરાત્રીથી આ ભાવ ઘટાડા નો અમલ કરવાનો નિર્ણય કર્યો છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 3, 2021
દેશવાસીઓને દિપાવલી ભેટ આપતા પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી એ પેટ્રોલ અને ડીઝલ પરની એકસાઈઝ ડ્યુટી ઘટાડી પેટ્રોલમાં લિટરે ૫ રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયા ઘટાડવાના કરેલા પ્રજાલક્ષી નિર્ણય બદલ સમગ્ર ગુજરાતની જનતા જનાર્દન આપનો હ્દયપૂર્વક આભાર માને છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 3, 2021
કેન્દ્ર સરકારે એકસાઇઝ ડ્યુટીમાં કરેલા ઘટાડા અંગે ઝી 24 કલાક સાથે વાત કરતા શહેરીજનોએ ખુશી વ્યક્ત કરી હતી. પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયા ઘટાડવાના નિર્ણયને શહેરીજનોએ આવકર્યો હતો. નાગરિકોએ સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. નાગરિકોમાં ભારે ખુશી જોવા મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે