ખેડૂતોને ઘી-કેળા: ચાલું વર્ષે કેળાનો ભાવ ઐતિહાસિક સપાટી પર પહોંચ્યો, શું તમે જાણ્યો કે નહીં?

હાલ તહેવારોની સીઝન ચાલી રહી છે, ત્યારે તહેવારોમાં ઉપયોગમાં આવતા ફળોના ભાવ પણ વધી ગયા છે ત્યારે સૌથી વધુ ઉપયોગમાં આવતા કેળાના ભાવ પણ ઓલ ટાઈમ હાઈ થઇ ગયા હતા.

ખેડૂતોને ઘી-કેળા: ચાલું વર્ષે  કેળાનો ભાવ ઐતિહાસિક સપાટી પર પહોંચ્યો, શું તમે જાણ્યો કે નહીં?

સંદીપ વસાવા/કામરેજ: કેળાના ભાવ 390 રૂપિયાની ઐતિહાસિક સપાટી પર પહોચ્યા બાદ ફરી તળિયે આવ્યા છે. ખેડૂતોના મતે કેળાના ભાવમાં આવેલો આંચકો અયોગ્ય ગણાવી રહ્યા છે. ખેડૂતો હાલ 200થી 250 રૂપિયા ખેડૂતો માટે અને વ્યાપારીઓ માટે યોગ્ય ભાવ, ખેડૂતોની સરકારને કેળાના ટેકાના ભાવ જાહેર કરવાની માંગ, તેમજ જંગલી ભૂંડ સામે પાક રક્ષણ માટે યોજના લાવવા અરજ કરી રહ્યા છે.

હાલ તહેવારોની સીઝન ચાલી રહી છે, ત્યારે તહેવારોમાં ઉપયોગમાં આવતા ફળોના ભાવ પણ વધી ગયા છે ત્યારે સૌથી વધુ ઉપયોગમાં આવતા કેળાના ભાવ પણ ઓલ ટાઈમ હાઈ થઇ ગયા હતા. પરંતુ છેલ્લા 15 દીવસથી ફરીથી કેળાના ભાવ તળિયે આવી ગયા છે. ત્યારે ખેડૂતોને હાલ કેળાના ભાવ રડાવી રહ્યા છે. શરૂઆતમાં તહેવારો ચાલુ થયા ત્યારે કેળાના ભાવ 200 થી 250 હતા, જે કેળાની માંગને લઇ 390 થી લઇ 450 રૂપિયા મણ સુધી પહોચી ગયા હતા. લગભગ એક મહિના સુધી ઓલ ટાઈમ હાઈ રહ્યા હતા. જે કદાચ કેળાના ઈતિહાસમાં સૌથી વધુ ભાવ હતા. પરંતુ છેલ્લા 15 દિવસથી ફરીથી કેળાના ભાવ 150 થી 200 થઇ ગયા છે.

જોકે અત્યારના સમયમાં સુરત જીલ્લામાં ખેડૂતો સૌથી વધુ ત્રાસ જંગલી ભૂંડનો સહન કરી રહ્યા છે, ત્યારે કેળાનો પાક પણ તેમાંથી બાકાત નથી. એક તરફ ઘટી ગયેલા કેળાના ભાવ અને બીજી યુરીયા ખાતરના ભાવમાં તોતિંગ વધારો ઉપરથી જંગલી ભૂંડનો અસહ્ય ત્રાસ, કેળાના એક ટીસ્યુ ( છોડ ) ની કીમત 20 થી 30 રૂપિયા અને તેને રોપણી અને ખાતર નાખ્યા બાદ એક ટીસ્યુ પડે લગભગ 70 થી 80 રૂપિયામાં પરંતુ જંગલી ભૂંડ છાશવારે આ કેળાના ટીસ્યુનો નાશ કરી ખેડૂતોને મોટું નુકશાન કરી રહ્યા છે. ત્યારે થોડા સમય માટે કેળાના વધેલા ભાવ જાણે ખેડૂતો માટે દિવાસ્વપ્ન બનીને આવ્યા હતા. પરંતુ ફરી 15 દીવા માંજ ભાવ તળીયે આવી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

કામરેજ વિભાગ ફ્રુટ એન્ડ વેજીટેબલ કો.ઓ. મંડળી દક્ષીણ ગુજરાતમાં સૌથી વધુ કેળાની લેવેચ કરતી મંડળી છે. મંડળીના સેક્રેટરીની વાત માનીએ તો પંજાબ અને રાજસ્થામાં કેળાનો ઓછો પાક થતા કેળાની ડીમાંડ ખુબ જ વધી ગઈ હતી. અને જેને લઇ ગુજરાતના કેળાના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોચી ગયા હતા. બીજી તરફ હવે રાજસ્થાન અને પંજાબમાં પણ કેળાનો પાક ઉતરવાનું શરુ થઇ ગયું છે. જેને લઇ ગુજરાતમાં ડીમાન્ડ ઘટતા કેળાના ભાવ તળિયા ગયા છે. જોકે વધેલા ભાવ દરમ્યાન જેટલા ખેડૂતોના કેળાનો પાક લેવાઈ ગયો છે. એમને ખુબ જ ફાયદો થયો છે એ વાત ચોક્કસ છે.

ગુજરાતમાં હાલ રાજ્ય સરકાર દ્વારા શેરડી તેમજ કેટલાક એવા પાકો છે. જેના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે કેળા પકવતા ખેડૂતો પણ ફળોના ટેકાના ભાવ જાહેર કરવામાં આવે એવી માંગ કરી રહ્યા છે. ઉપરાંત આખા દક્ષિણ ગુજરાતમાં જંગલી ભૂંડથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે સરકાર દ્વારા ખેતરને વાડ કરવા માટે સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે એવી પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news