ચકચારીભર્યા બિલ્કીશ કેસમાં ખુલાસો: દોષિતોને છોડી મૂકનારી કમિટીમાં ભાજપના 2 MLA સહિત 5 નેતા

Bilkis Bano case: વાસ્તવમાં, ગુજરાતના ગોધરામાં 2002ના રમખાણો પછી બિલ્કીશબાનુ પર સામૂહિક બળાત્કાર થયો હતો. તેના પરિવારના 7 લોકોની પણ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં 2008માં 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

ચકચારીભર્યા બિલ્કીશ કેસમાં ખુલાસો: દોષિતોને છોડી મૂકનારી કમિટીમાં ભાજપના 2 MLA સહિત 5 નેતા

ઝી ન્યૂઝ/અમદાવાદ: ચકચારભર્યા ગુજરાતની બિલ્કીશબાનુ પર સામૂહિક ગેંગ રેપ કેસ ફરી એકવાર ચર્ચામાં છે. ગુજરાતમાં 2002માં બિલ્કીશબાનુ પર ગેંગરેપ અને હત્યાના તમામ 11 દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણય પર સવાલો ઉભા થઈ રહ્યા છે. હવે ગુજરાત સરકારની તે સમિતિ પણ સવાલમાં આવી ગઈ છે કે કોની ભલામણ પર આ 11 દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વાસ્તવમાં, ગુજરાતના ગોધરામાં 2002ના રમખાણો પછી બિલ્કીશબાનુ પર સામૂહિક બળાત્કાર થયો હતો. તેના પરિવારના 7 લોકોની પણ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં 2008માં 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આમાંથી એક દોષિતે મુક્તિ માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કોર્ટે મુક્તિનો નિર્ણય ગુજરાત સરકાર પર છોડી દીધો હતો. ગુજરાત સરકારે રિલીઝ અંગે નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરી હતી. આ કમિટીના રિપોર્ટના આધારે તમામ ગુનેગારોને મુક્ત કરવામાં આવ્યા છે.

સવાલોમાં આવી ગુજરાત સરકારની કમિટી
આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે આ કમિટીમાં કોણ હતું, જેમણે બિલ્કીશબાનુ જેવા પ્રખ્યાત કેસમાં દોષિતોને છોડવાની ભલામણ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ સમિતિમાં ભાજપના અગ્રણીઓ સહિત 2 ધારાસભ્યો પણ સામેલ હતા. આવી સ્થિતિમાં વિપક્ષ સવાલ ઉઠાવી રહ્યો છે કે શું આવી સમિતિઓમાં જનપ્રતિનિધિઓને પણ સામેલ કરી શકાય? બિલ્કીશબાનુ કેસમાં જેલ મુક્ત થયેલા 11 આરોપીઓને છોડવા અંગે નિર્ણય કરનારી જેલ સલાહકાર સમિતિના 10 સભ્યો પૈકીના 5 ભાજપના અગ્રણીઓ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. એટલું જ નહીં પરંતુ આ પાંચ પૈકી બે મહિલા સભ્યો હતા. આ બે મહિલા પૈકી એક મહિલા સહિત બે સભ્યો તો ધારાસભ્યો છે. જેમાં ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી તેમ જ કાલોલના ધારાસભ્ય સુમનબેન ચૌહાણનો સમાવેશ થાય છે. 

દોષિતોને છોડવાની ભલામણ કરનાર કમેટિમાં કોણ કોણ હતું?
1- પંચમહાલ કલેક્ટર સુજલ માયાત્રા
2- પંચમહાલ એસપી
3- સુમન ચૌહાણ (કલોલના બીજેપી ધારાસભ્ય)
4- સી કે રાઉલજી (ગોધરાના બીજેપી ધારાસભ્ય)

સામાજિક કાર્યકર્તા તરીકે કમેટીમાં તેમણે સામેલ કરાયા
5- મુરલી મુળચંદાની (બીજેપી નેતા)
6- સ્નેહા ભાટિયા (ગોધરા અધ્યક્ષ મહિલા મોર્ચા બીજેપી)
7- જેલ આઈજી
8- જેલ સુપરિટેંડેંટ
9- સરકારી વકીલ- રાકેશ ઠાકોર
10- બે ગુહ મંત્રાલયના અધિકારી

શું છે મામલો?
27 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતના ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કોચને સળગાવી દેવામાં આવ્યો હતો. કારસેવકો આ ટ્રેન દ્વારા અયોધ્યાથી પરત ફરી રહ્યા હતા. જેના કારણે કોચમાં બેઠેલા 59 કાર સેવકોના મોત થયા હતા. આ પછી ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા. રમખાણોથી બચવા માટે બિલ્કીશબાનુ પોતાની પુત્રી અને પરિવાર સાથે ગામ છોડી દીધું હતું.

3 માર્ચ 2002 ના રોજ 20-30 લોકોના ટોળાએ તલવારો અને લાકડીઓથી હુમલો કર્યો જ્યાં બિલકિસ બાનો અને તેનો પરિવાર છુપાયો હતો. ટોળાએ બિલ્કીસ બાનો પર બળાત્કાર કર્યો હતો. તે સમયે બિલ્કીસ 5 મહિનાની ગર્ભવતી હતી. એટલું જ નહીં તેના પરિવારના 7 સભ્યોની પણ હત્યા કરવામાં આવી હતી. જ્યારે બાકીના 6 સભ્યો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

આ કેસમાં સીબીઆઈ કોર્ટે 11ને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. પરંતુ હવે ગુજરાત સરકારના નિર્ણય બાદ તમામ 11 દોષિતોને મુક્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં જે દોષિતોને મુક્ત કરવામાં આવ્યા છે તેમાં જસવંતભાઈ નાઈ, ગોવિંદભાઈ નાઈ, શૈલેષ ભટ્ટ, રાધેશ્યામ શાહ, બિપિન ચંદ્ર જોશી, કેસરભાઈ વહોનિયા, પ્રદીપ મોરઢિયા, બકાભાઈ વહોનિયા, રાજુભાઈ સોની, મિતેશ ભટ્ટ અને રમેશ ચંદનાનો સમાવેશ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news