આજે માત્ર હિમાચલની ચૂંટણીની તારીખ જાહેર થશે, ગુજરાતની નહિ થાય... જાણો કેમ
Gujarat Assembly Elections 2022 : કેન્દ્રીય ચૂંટણી પંચ આજે બપોરે 3 વાગ્યે કેન્દ્રીય ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરશે... જેમાં હિમાચલ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરે તેવી શક્યતા છે... જોકે તેમાં ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર કરવાની શક્યતા નહિવત છે
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :કેન્દ્રીય ચૂંટણી પંચ આજે બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. ત્યારે આજે ગુજરાત-હિમાચલની ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે તેવી શક્યતા હતી. પરંતુ આ વચ્ચે ખબર આવી છે કે, આજે માત્ર હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો જાહેર થશે, ગુજરાતની ચૂંટણીની તારીખ દિવાળી પછી જાહેર થશે.
ચૂંટણી પંચે જાહેરાત કરી કે, આજે બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. ત્યારે આ પ્રેસ કોન્ફરન્સ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખોને લઈને હોઈ શકે છે. ત્યારે હવે ગુજરાત અને હિમાચલમા ચૂંટણીની શરણાઈઓ વગાડવાની ઘડીઓ આવી ગઈ છે. આ પહેલા ચૂંટણી પંચની ટીમે ગુજરાતની મુલાકાત કરી હતી. પરંતું ચૂંટણી પંચની ટીમ 16 ઓક્ટોબરે ફરીથી ગુજરાતની મુલાકાત કરશે અને ચૂંટણીની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરશે. મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારની આગેવાનીમાં સપ્ટેમ્બર મહિનામાં ટીમ આવી હતી, અને વિધાનસભાની ચૂંટણી માટે નિરીક્ષણ કર્યુ હતું. જેમાં રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ બેઠક થઈ હતી.
Election Commission of India to hold a press conference later today, in Delhi. The election schedule of Assembly elections to Gujarat and Himachal Pradesh to be announced. pic.twitter.com/Xd2NGdfnmQ
— ANI (@ANI) October 14, 2022
બે ચરણમાં થશે ચૂંટણી
2022 ની ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 ની જેમ બે ભાગમાં થશે. ત્યારે આજે ચૂંટણીની તારીખો જાહેર થવાની ચર્ચા છે. તો હિમાચલમાં માત્ર એક જ ચરણમાં ઈલેક્શન થશે. ગુજરાતમાં પહેલા ફેઝનું વોટિંગ 27 અથવા 30 નવેમ્બરની તારીખ હોઈ શકે છે. તો બીજા ફેઝના વોટિંગ માટે 4 ડિસેમ્બરની તારીખ જાહેર થઈ શકે છે તેવુ કહેવાય છે.
182 સીટ માટે ચૂંટણી
ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 સીટ છે. તેમાં 40 સીટ આરક્ષિત છે. 13 સીટ અનુસૂચિત જાતિ માટે અને 27 સીટ અનુસૂચિત જનજાતિ આદિવાસી સમાજ માટે રિઝર્વ છે. 2017 ની ચૂંટણીમાં બીજેપીને 99, કોંગ્રેસને 77 સીટ મળી હતી. તો બે સીટ ભારતીય ટ્રાઈબલ પાર્ટી, એક સીટ એનસીપીને મળી હતી. બાકીની ત્રણ સીટ પર અપક્ષની જીત થઈ હતી. તેમાં કોંગ્રેસના સમર્થિત જિગ્નેશ મેવાણી સામેલ છે. ગુજરાતમાં લાંબા સમયથી ચૂંટણી વચ્ચે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે, પરંતુ પહેલીવાર એવુ થયું છે કે આમ આદમી પાર્ટી તનતોડ મહેનત કરીને લોકો વચ્ચે આવી રહી છે.
શા માટે જાહેર નહિ થાય તેનુ કારણ
હાલ ગુજરાતમાં ભાજપ સંગઠનની ગૌરવ યાત્રા ચાલી રહી છે. એ ૧૭ ઓક્ટોબર સુધી છે. એ પછી તરત રાજ્ય સરકાર દ્વારા 16 જિલ્લાઓમાં ગરીબ કલ્યાણ મેળા થવાના છે. એ સંપૂર્ણતઃ ચૂંટણીલક્ષી જ છે. જો આજે ચૂંટણી જાહેર થઈ જાય તો તાત્કાલિક આચારસંહિતા લાગુ થઈ જાય અને તો બધા જ કાર્યક્રમો અટકી પડે. તેથી ગુજરાતની ચૂંટણીની જાહેરાત દિવાળી આસપાસ જ થશે તેવુ અનુમાન છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે