હેલ્મેટ ન પહેરતા હોવ તો આજથી પહેરવાનું શરૂ કરી દો... ગુજરાત હાઈકોર્ટ સરકાર પર થઈ લાલઘૂમ
Gujarat Highcourt : હેલ્મેટના નિયમનું ફરજિયાત પાલન કરાવવા સરકારને હાઈકોર્ટની ટકોર..... કહ્યું જરૂરી હોવા છતાં લોકો નથી પહેરતા હેલ્મેટ....
Trending Photos
Gujarat Highcourt આશ્કા જાની/અમદાવાદ : ટ્રાફિક નિયમના અમલીકરણ મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં હેલ્મેટ મુદ્દે તથા ટ્રાફિક નિયમો પર હાઈકોર્ટે આકરા તેવર બતાવ્યા છે. ગુજરાત હાઈકોર્ટ આ મામલે ગંભીર બન્યું છે. ટ્રાફિક નિયમો મુદ્દે હાઇકોર્ટની સરકારને ટકોર કરી કે, હજી લોકો હેલ્મેટ પહેરતા નથી. હેલ્મેટ ટુ વ્હીલર માટે જરૂરી છે. હેલ્મેટને લઈ બેદરકારી ન રાખો. હેલ્મેટના નિયમનું ફરજીયાત પાલન કરાવો.
આમ, હેલ્મેટની બેદરકારી પર ગુજરાત હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. ટ્રાફિક નિયમનું કડકાઈથી પાલન કરાવવા અંગે પણ હાઈકોર્ટે અવલોકન કર્યુ હતું. હાઈકોર્ટે કહ્યું કે, ટુ વ્હીલરમાં પાછળ બેસનારને પણ હેલ્મેટ ફરજિયાત છે. આ નિયમનું પાલન હજુ પણ ઘણા લોકો નથી કરતાં.
આમ, ગુજરાતમાં ટ્રાફિકના નિયમોનું પાલન થતુ નથી તે મુદ્દે હાઈકોર્ટે સરકાર પર આકરા તેવર બતાવ્યા છે. એક તરફ ગુજરાતમાં અકસ્માતના કિસ્સાઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આવામા લોકોની નિષ્કાળજી અનેક લોકોના જીવ લઈ રહી છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, આણંદ, બોટાદ જેવા શહેરોમાં લોકો બે રોકટોક હેલ્મેટ વગર ફરી રહ્યા હોવાનું ચીફ જસ્ટિસના ધ્યાને આવતા આ મુદ્દે કોર્ટ સ્વયં સંજ્ઞાન લઈ શકે છે એવી ચીફ જસ્ટિસે ટકોર પણ કરી છે.
આ પણ વાંચો :
હેલ્મેટ પહેરવાની અને સુરક્ષિત રહેવાની આ છે સાચી રીત
રોજીંદી મુસાફરી માટે નજીકમાં આવવા જવામાં બાઇક અથવા સ્કૂટર ખૂબ ઉપયોગી છે, આ વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. પરંતુ શું તમે હેલ્મેટ પહેરવાની સાચી રીત જાણો છો? તમે વિચારતા હશો કે હેલ્મેટ પહેરવામાં વળી શું કળા ? આ ખૂબ જ સરળ છે. પરંતુ એવું નથી. કારણ કે જો તમે યોગ્ય રીતે હેલ્મેટ ન પહેર્યું હોય તો તમારું ચલણ પણ કપાઈ શકે છે અને સુરક્ષામાં સવાલો ઉભા થઇ શકે છે. ચાલો જાણીએ હેલ્મેટ પહેરવાની શ્રેષ્ઠ રીત કઈ છે. અમે તમને હેલ્મેટ સંબંધિત સાચી અને મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ.
હેલ્મેટ યોગ્ય રીતે પહેરો
ટુ-વ્હીલર ચલાવતા મોટાભાગના લોકો હેલ્મેટ પહેરવાની સાચી રીતથી પણ અજાણ હોય છે. ખોટી રીતે હેલ્મેટ પહેરવાથી ન તો તે યોગ્ય સુરક્ષા પ્રદાન કરી શકે છે તેમજ જો પોલીસ દ્વારા પકડાય તો તે ચલણમાં પણ પરિણમે છે. ઉતાવળમાં અથવા અજાણતા પરંતુ ખોટી રીતે હેલ્મેટ પહેરવાનું ટાળવું જોઈએ. ઉપરાંત હેલ્મેટ પહેરતી વખતે ઉતાવળ ન કરો.
સ્ટ્રીપ લગાવવામાં બેદરકારી ન રાખો
ઘણી વખત લોકો માથા પર હેલ્મેટ પહેરીને ઉતાવળમાં ઘરની બહાર નીકળે છે, તે ખૂબ જોખમી છે. સુરક્ષાના મામલામાં બેદરકારી ટાળવી જોઈએ. યોગ્ય હેલ્મેટ પહેરવાની સાથે, તમારે સ્ટ્રીપને પણ યોગ્ય રીતે બંધ કરવી જોઈએ અને ધ્યાનમાં રાખો કે સ્ટ્રીપ નાની કે મોટી ન હોવી જોઈએ પરંતુ ફિટ હોવી જોઈએ. આનાથી તમે માત્ર ચલણથી બચી જશો પરંતુ સુરક્ષિત પણ રહેશો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે