હાઈકોર્ટની સરકારને ટકોર, બહારથી આવતા લોકોને રોકો, કોઈને ખરાબ લાગે તેની ચિંતા ન કરો

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ હવે વિસ્ફોટક બની રહી છે. ત્યારે માસ્ક પહેરવું જરૂરી બની ગયું છે. આવામાં કોરોનાને લઈ હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે. એક સુનવણીમાં હાઈકોર્ટે ટકોર કરીને કહ્યું કે, માસ્ક નહિ પહેરનારને વધુ દંડ ફટકારો. માસ્ક ન પહેરનારા પાસેથી ઓછામાં ઓછો 1 હજાર દંડ વસૂલવામાં આવે. તેમજ બહારથી આવતા લોકોને પણ રોકવામાં આવે. સાથે જ કોર્ટે એમ પણ કહ્યું કે, કોઈને ખરાબ લાગશે તેની ચિંતા ન કરો. 
હાઈકોર્ટની સરકારને ટકોર, બહારથી આવતા લોકોને રોકો, કોઈને ખરાબ લાગે તેની ચિંતા ન કરો

આશ્કા જાની/અમદાવાદ :ગુજરાતમાં કોરોનાની સ્થિતિ હવે વિસ્ફોટક બની રહી છે. ત્યારે માસ્ક પહેરવું જરૂરી બની ગયું છે. આવામાં કોરોનાને લઈ હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે. એક સુનવણીમાં હાઈકોર્ટે ટકોર કરીને કહ્યું કે, માસ્ક નહિ પહેરનારને વધુ દંડ ફટકારો. માસ્ક ન પહેરનારા પાસેથી ઓછામાં ઓછો 1 હજાર દંડ વસૂલવામાં આવે. તેમજ બહારથી આવતા લોકોને પણ રોકવામાં આવે. સાથે જ કોર્ટે એમ પણ કહ્યું કે, કોઈને ખરાબ લાગશે તેની ચિંતા ન કરો. 

દેશના સૌથી વધુ દર્શનાર્થી 10 મંદિરનો અભ્યાસ કરી રામ મંદિરની ડિઝાઇન બનાવાઇ

તો ગુજરાત હાઈકોર્ટમાં ટોસિલિઝુમેબ ઈન્જેક્શનની કાળા બજારીને લઈને પણ વધુ એક સુનવણી હાથ ધરવામાં આવી હતી. ઈન્જેક્શનની કાળા બજારી કરનારાઓ સામે હાઈકોર્ટે લાલ આંખ કરી છે. જવાબદારો સામે પગલાં લેવામાં આવે તેવી હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે. 

સીઆર પાટીલના સ્વાગત માટે સુરત-નવસારીમાં યોજાનાર કાર રેલી કેન્સલ કરાઈ

ટોસિલિઝુમેબ ઈન્જેક્શનના નામે થતી કાળા બજારી અટકાવવા હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરીને કહ્યું કે, નકલી ઇન્જેક્શનનો વેપાર કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તો સાથે જ એસિમ્પટોમેટિક દર્દીઓના ટેસ્ટ નહિ કરવાની રાજ્ય સરકારની નીતિ સામે કોર્ટમાં અરજદારે વિરોધ કર્યો છે. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર પણ જેને ટેસ્ટ કરાવવો હોય તેને કરવાની છૂટ મળવી જોઈએ તેવી રજૂઆત હાઈકોર્ટમાં કરાઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news