હાઈકોર્ટની સુનવણીમાં એડવોકેટ અમિત પંચાલે કહ્યું, હાથ જોડીને કહુ છું 108 મુદ્દે ઓર્ડર પાસ કરો

હાઈકોર્ટની સુનવણીમાં એડવોકેટ અમિત પંચાલે કહ્યું, હાથ જોડીને કહુ છું 108 મુદ્દે ઓર્ડર પાસ કરો
  • એડવોકેટ આનંદ યાજ્ઞિકે કહ્યું કે, કોર્પોરેશનની હોસ્પિટલોમાં શહેરીજનોને જ દાખલ કરવામાં આવે છે. આવા કપરા સમયમાં હાઇકોર્ટે એવું ડાયરેક્શન કરવું જોઈએ કે જેમાં કોઈ પરિવર્તન લાવવું જોઈએ
  • એડવોકેટ શાલીન મહેતાએ ઓક્સિજનનું ઉત્પાદન વધારવાની માંગ અંગે રજુઆત કરતા કહ્યુ કે, હાલમાં ગુજરાતમાં 300 મેટ્રિક ટનની ઘટ છે. હાલ 5000 મેટ્રિક ટન પર દિવસની જરૂર છે. ડિમાન્ડ સપ્લાયની ચેન તૂટી ગઈ છે

આશ્કા જાની/અમદાવાદ :રાજ્ય સરકારની કોરોનાની કામગીરી અંગે સુઓમોટો PIL પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. સરકારે સુઓમોટો મામલે સોગંદનામું 74 પેજનું સોગંધનામુ કર્યું છે. આ સોગંધનામામાં રેમડેસિવિર અને rtpcr મામલે રજુઆત કરી છે. હાઈકોર્ટમાં હાલ ઓનલાઈન સુનાવણી શરૂ થઈ છે.

એડવોકેટ આનંદ યાજ્ઞિકે કહ્યું કે, અમદાવાદમાં અન્ય જિલ્લામાંથી સારવાર માટે આવે છે, જ્યારે અમદાવાદની હોસ્પિટલમાં માત્ર amc ની હદમાં રહેતા લોકોને તેમના રહેઠાણના પુરાવા જોઈ સારવાર આપવામાં આવે છે. તેમણે 5 હોસ્પિટલની વાત કરતા જણાવ્યુ કે, પ્રાઇવેટ હોસ્પિટલમાં જે 20% બેડ સરકારી છે તેની ટકવારી વધારીને 50% કરવી જોઈએ. કોર્પોરેશનની હોસ્પિટલોમાં શહેરીજનોને જ દાખલ કરવામાં આવે છે. આવા કપરા સમયમાં હાઇકોર્ટે એવું ડાયરેક્શન કરવું જોઈએ કે જેમાં કોઈ પરિવર્તન લાવવું જોઈએ. એસવીપી, એલ.જી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, વીએસ હોસ્પિટલમાં નિયમો બદલવા જોઈએ. 

આ પણ વાંચો : સંકટ વચ્ચે રાહતના સમાચાર, 10-15 દિવસમાં થંભી જશે કોરોનાની રોકેટ ગતિ  

એડવોકેટ એસોસિયેશન વતી એડવોકેટ અમિત પંચાલે કોર્ટમાં રજૂઆત કરી કે, સરકારી અને કોર્પોરેશનની હોસ્પિટલમાં 108 માં આવતા કોવિડ દર્દી ને જ દાખલ કરવામાં આવે છે. 108 સિવાય આવતા દર્દીઓને દાખલ કરવામાં નથી આવતા. ગાઈડલાઈન પ્રમાણે કોઈ દર્દીને દાખલ કરવાની ના પાડી શકાય નહિ. 900 બેડની ધન્વન્તરી કોવિડ હોસ્પિટલ ચાલુ થઈ તેમ છતાંય હોસ્પિટલની બહાર દર્દીઓ મરી રહ્યા છે. એમ્બ્યુલન્સની સામે રોજના 2 હજારથી વધુ કેસો આવી રહ્યા છે. લોકો એમ્બ્યુલન્સ અને યોગ્ય સારવારના અભાવે મરી રહ્યા છે. હાથ જોડીને કહુ છું 108 મુદ્દે ઓર્ડર પાસ કરો. 

સુઓમોટોની ચાલી રહેલી હીયરીંગમાં જૂની વીએસ હોસ્પિટલને શરૂ કરવાનો મુદ્દો ઉછાળ્યો, જેમાં 600 બેડની કેપેસિટી છે. એડવોકેટ એસોસિયેસન વતી એડવોકેટ ઓમ કોટવાલે રજૂઆત કરતા જણાવ્યું કે, અમદાવાદ મનપાએ અમદાવાદનો નાગરિક બહારના રાજ્યમાંથી આવ્યો હોય અમદાવાદ પરત ફર્યો હોય અને તેના આધારકાર્ડમાં સરનામું અમદાવાદનું જ હોય તો RTPCR રિપોર્ટ મરજિયાત કર્યો હતો. આ પ્રકારનો નાગરિક બહાર ફરે તો સંક્રમણ વધી શકે છે.

તો એડવોકેટ શાલીન મહેતાએ ઓક્સિજનનું ઉત્પાદન વધારવાની માંગ અંગે રજુઆત કરતા કહ્યુ કે, હાલમાં ગુજરાતમાં 300 મેટ્રિક ટનની ઘટ છે. હાલ 5000 મેટ્રિક ટન પર દિવસની જરૂર છે. ડિમાન્ડ સપ્લાયની ચેન તૂટી ગઈ છે. ડિસ્ટ્રીબ્યુશન ઇસ્યુના કારણે ઓક્સિજનની અછત છે. રાજ્યની તમામ મોટી હોસ્પિટલને હાઇકોર્ટ ડાયરેક્શન આપે છે. પોતાનું PCA પ્લાન્ટ ઉભું કરે. 2 સપ્તાહમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભા થઇ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news