હવે ગરબા કેટલાં વાગ્યા સુધી ચાલશે? ગૃહરાજ્યમંત્રીએ આપેલી છૂટ બાદ વિવાદ, જાણો હાઈકોર્ટે શું આદેશ કર્યો?

નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબા ચાલુ રાખી શકાશે તેવા ગૃહમંત્રીના નિવેદનનો વિવાદ હવે ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો છે. મોડી રાત સુધી ચાલતા ગરબાથી પરેશાન નાગરિકે ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરી છે.

  • રાજ્યમાં રાત્રે 12 વાગ્યા પછી ગરબા રમવાનો મામલો
  • ગૃહ રાજ્યમંત્રીનાં આદેશનો વિવાદ પહોંચ્યો હાઇકોર્ટ 
  • આ અંગે ગુજરાત હાઈકોર્ટે પોલીસ તંત્રને આપ્યો નિર્દેશ
  • કોઇ પરેશાન નાગરિક રજૂઆત કરે તો પોલીસે ભરવા પડશે પગલાં
  • પોલીસે રાત્રે 12 પછી ગરબા બંધ કરાવવા પડશે
  • ગૃહમંત્રીનાં આદેશ બાદ એક નાગરિકે કોર્ટમાં કરી હતી અરજી
  • જો કોઇ પરેશાન નાગરિક રજૂઆત કરે તો પોલીસે લેવા પડશે પગલા
  • રાત્રે 12 વાગ્યા બાદ ગરબા બંધ કરાવવા પડશે
     

Trending Photos

હવે ગરબા કેટલાં વાગ્યા સુધી ચાલશે? ગૃહરાજ્યમંત્રીએ આપેલી છૂટ બાદ વિવાદ, જાણો હાઈકોર્ટે શું આદેશ કર્યો?

ઝી બ્યુરો/અમદાવાદ: નવરાત્રી દરમિયાન ગરબાના સમયનો વિવાદ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. મોડીરાત સુધી ચાલતા ગરબાના કારણે લાઉડ સ્પીકરથી પરેશાન નાગરિકે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે. જેના પર હાઈકાર્ટે જણાવ્યું છે કે કોઈ નાગરિક 12 વાગ્યા બાદ લાઉડસ્પીકરની ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે.

નવરાત્રિમાં ખેલૈયાઓ માટે રાજ્ય સરકારે એક ખુશખબર આપ્યા હતા. રાતે 12 વાગ્યા સુધી જ ગરબા રમી શકાતા હતા. રાતે 12 વાગ્યા બાદ પોલીસ ગરબા બંધ કરાવવા આવી જતી હતી, પરંતુ આ નવરાત્રિએ આવુ નહિ બને કારણ કે ગૃહ વિભાગ તરફથી મંગળવારે એવો આદેશ અપાયો હતો કે સમયની પાબંધી વિના લોકોને છૂટથી ગરબા રમવા દેવા. આ મુદ્દે હવે ગુજરાત હાઈકોર્ટે મોડી રાત સુધી ગરબા રમવા અંગે સ્પષ્ટ સૂચના આપી દીધી છે. 

તમને જણાવી દઈએ કે નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબા ચાલુ રાખી શકાશે તેવા ગૃહમંત્રીના નિવેદનનો વિવાદ હવે ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો છે. મોડી રાત સુધી ચાલતા ગરબાથી પરેશાન નાગરિકે ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરી છે. અગાઉ ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના હુકમો હોવા છતાં પોલીસને કાર્યવાહી કરતા રોકવા અંગે ગૃહમંત્રી સુચના આપી શકે નહીં. મોડી રાત સુધી લાઉડ સ્પીકરોના કારણે પરેશાન થવાતું હોવાની ફરિયાદ ઉઠી છે.

નાગરિક ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે
ગુજરાત હાઇકોર્ટે આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે કોઈ નાગરિક બાર વાગ્યા પછી વાગતા લાઉડ સ્પીકર બાબતે ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે. અગાઉ હુકમો પસાર થયા તેના પાલનની જવાબદારી પોલીસ વિભાગની છે. 12 વાગ્યા બાદ સ્પીકરના કારણે થતા ધ્વનિ પ્રદૂષણને રોકવા માટે અગાઉ નિર્દેશો અપાયેલા હોવાની બાબત કોર્ટે સ્પષ્ટતા કરી છે. નાગરિક ઈચ્છે તો આવા ગરબા ઓર્ગેનાઇઝર્સ સામે એફઆઇઆર દાખલ કરાવી શકશે.

ઉલ્લેખનીય છે કે, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના નિવેદનથી જ વિવાદ શરૂ થયો હતો. તેમણે આયોજકોને વહેલા ગરબા શરૂ કરવા માટે જણાવ્યું હતું. પરંતુ હવે હાઈકોર્ટની સૂચના બાદ પોલીસ ફરીવાર એક્શનમાં આવે તો નવાઈ નહીં. મોડી રાત સુધી ચાલનારા ગરબા અંગે જો કોઈ નાગરિક ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news