હવે મોલ અને મલ્ટીપ્લેક્ષમાં વાહનો માટે નહિ ચૂકવવો પડે પાર્કિગ ચાર્જ

પાર્કિંગ ચાર્જ ઉઘરાવતા મોલ અને મલ્ટીપ્લેક્સ મામલે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે આ અંગે ચુકાદો આપ્યો છે કે, મોલ અને મલ્ટીપ્લેક્સ હવેથી પાર્કિંગ ચાર્જ લઈ શકશે નહીં અને જો પાર્કિંગ ચાર્જ લેશે તો મોલ અને મલ્ટીપ્લેક્સના સંચાલકો સામે કોર્પોરેશન અને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી શકશે.એટલે કે હવે પાર્કિંગ ચાર્જ પર હાઇકોર્ટે રોક લગાવી છે જેથી શહેરીજનો માટે રાહતના સમાચાર ગણી શકાય 

હવે મોલ અને મલ્ટીપ્લેક્ષમાં વાહનો માટે નહિ ચૂકવવો પડે પાર્કિગ ચાર્જ

આશ્કા જાની/અમદાવાદ: પાર્કિંગ ચાર્જ ઉઘરાવતા મોલ અને મલ્ટીપ્લેક્સ મામલે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે આ અંગે ચુકાદો આપ્યો છે કે, મોલ અને મલ્ટીપ્લેક્સ હવેથી પાર્કિંગ ચાર્જ લઈ શકશે નહીં અને જો પાર્કિંગ ચાર્જ લેશે તો મોલ અને મલ્ટીપ્લેક્સના સંચાલકો સામે કોર્પોરેશન અને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી શકશે.એટલે કે હવે પાર્કિંગ ચાર્જ પર હાઇકોર્ટે રોક લગાવી છે જેથી શહેરીજનો માટે રાહતના સમાચાર મળ્યા છે.

ગત વર્ષે પાર્કિંગ મામલે હાઇકોર્ટના આદેશ બાદ રાજ્યભરમાં તંત્ર દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં મોલ-મલ્ટિપ્લેક્સ, હોસ્પિટલ સહિતના એકમો દ્વારા જો તેની મુલાકાત લેનાર ગ્રાહકોને મફત પાર્કિંગની વ્યવસ્થા આપવા માટે નિર્દેશ આપ્યો હતો. જે અનુસંધાને પણ મોલ-મલ્ટિપ્લેક્સ દ્વારા આ પ્રકારે ચાર્જ વસુલવા સામે રોક લગાવી હતી. 

રાજકોટ: રૂપિયા બાબતે ઝઘડો થતા પ્રેમીએ પ્રેમીકાનું નાક અને કાન કાપી નાખ્યા

  • મોલ મલ્ટીપલમાં હવે પાર્કિંગ ચાર્જ નહિ આપવો પડે 
  • ગુજરત હાઇકોર્ટે નાગરિકોને આપી સૌથી મોટી રાહત 
  • મોલ સંચાલકોને હાઇકોર્ટની ફટકાર 
  • મોલ મલ્ટીપ્લેક્સના પાર્કિંગ ચાર્જને લઈને હાઇકોર્ટનો મહત્વનો નિર્ણય 
  • ભવિષ્યમાં કોઈ ઓર્થોરીતી ચાર્જ નક્કી કરે તો લઇ શકાશે ચાર્જ 
  • પાર્કિંગ ચાર્જ લેતા મોલ મલ્ટીપ્લેક્સ સામે પોલીસ અને એએમસી કરી શકે છે કાર્યવાહી 
  • હાઇકોર્ટના ચુકાદાથી શહેરીજનો ખુશ 

તેમજ ચાર્જ લેનાર પર કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી.આ દરમ્યાન કેટલાક મોલ- મલ્ટીપ્લેક્સ સંચાલકો દ્વારા હાઇકોર્ટ સમક્ષ પિટિશન કરી એવી રજૂઆત કરી છેકે, તેઓ પાર્કિંગમાં વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. ત્યારે તેઓ પાર્કિંગ માટે ચાર્જ વસૂલી શકે છે.

જુઓ LIVE TV

જો કે ગત વર્ષે ઓક્ટોબરમાં મોલ અને મલ્ટિપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ લેવા બાબતે સુનાવણી કરતા ગુજરાત હાઇકોર્ટે મોલ અને મલ્ટિપ્લેક્સને પાર્કિંગ ચાર્જ વસૂલ કરવાની પરવાનગી આપી કામચલાઉ રાહત આપી હતી. ત્યારે આજે હાઇકોર્ટની ડીવીઝન બેન્ચે મહત્વનો ચુકાદો આપ્યો છે કે હવેથી મોલ અને મલ્ટીપ્લેક્સ માં પાર્કિંગ ચાર્જ નહિ લેવામાં આવે જેથી સંચાલકોને હાઇકોર્ટ એ ફટકાર આપી છે તો નાગરિકોને રાહત આપી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news