Ahmedabad News: પૂર્વ IPS સંજીવ ભટ્ટને ગુજરાત હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો, 27 વર્ષ જુના આ કેસમાં અરજી ફગાવી
Ahmedabad News: પૂર્વ IPS સંજીવ ભટ્ટની મુશ્કેલીમાં વધારો થયો છે. ગુજરાત હાઈકોર્ટે તેમની નારકોટિક્સ કેસમાં ફરિયાદ રદ્દ કરવાની અરજી ફગાવી છે.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: પૂર્વ IPS સંજીવ ભટ્ટને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે. ગુજરાત હાઈકોર્ટે ક્વોશિંગ પિટિશન અને કેસ ટ્રાન્સફરની અરજી ફગાવી દીધી છે. પૂર્વ ips સંજીવ ભટ્ટે ડ્રગ્સ પ્લાનીંગ કેસમાં ફરિયાદ રદ્દ કરવાની કોર્ટમાં અરજી કરી હતી. જેમાં કોર્ટે અવલોકન કર્યું હતું કે 27 વર્ષ જુના કેસમાં પણ રાહત ન આપી શકાય.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, પૂર્વ IPS સંજીવ ભટ્ટની હાઈકોર્ટે ક્વોશિંગ પિટિશન અને કેસ ટ્રાન્સફરની તેમની અરજી ફગાવી છે. ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં ફરિયાદ રદ્દ કરવાની માગણી હતી. વર્ષ 1996ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં ફરિયાદ રદ્દ કરવાની માગણી કરી હતી. આ સાથે તેમની બનાસકાંઠા જિલ્લાની કોર્ટમાં ટ્રાયલ ટ્રાન્સફર કરવાની માગ પણ ગુજરાત હાઈકોર્ટે ફગાવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના એક વકીલના હોટેલના રૂમમાંથી ડ્રગ્સ જપ્ત કર્યાના આરોપમાં ધરપકડ કરી હતી. બાદમાં ડ્રગ્સ પ્લાન્ટ કરાયાનો આરોપ લાગ્યો હતો.
શું હતો કેસ
1996માં પાલનપુરની હોટેલમાં રાજસ્થાનના વકીલની રૂમમાં ખોટી રીતે ડ્રગ્સ પ્લાન્ટ કરી, દુકાન ખાલી કરવા ધમકી આપી વકીલને ફસાવવાનો આરોપ સંજીવ ભટ્ટ પર લાગ્યો હતો. આ મામલે વર્ષ 2018માં પૂર્વ IPS સંજીવ ભટ્ટની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી હતી. CID ક્રાઈમે પાલનપુરની એક હોટલના રૂમમાં અફીણનો જથ્થો મુકાવી રાજસ્થાન પાલીના એક વકીલને ખોટા કેસમાં ફસાવી દેવાના કેસમાં ધરપકડ કરી હતી.
આ ઉપરાંત સીઆઈડી ક્રાઈમે પાલનપુરના તત્કાલીન પીઆઈ વ્યાસની પણ ધરપકડ કરી હતી. જે બાદ પાલનપુર કોર્ટ દ્વારા વ્યાસને સરકારી સાક્ષી બનાવીને 1996ના ડ્રગ કેસમાં છૂટકારો આપવાની મંજૂરી આપી હતી. આ મામલે ડ્રેગ્સ પ્લાન્ટિંગ કેસની ફરિયાદ રદ કરવા માટે સંજીવ ભટ્ટે અરજી કરી હતી જે ફગાવી દેતા તેમની મુશ્કેલીમાં વધારો થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે