પ્રોપર્ટી ખરીદવા ઉતાવળ કરજો, ગુજરાત સરકારના એક નિર્ણયથી અમદાવાદમાં વધી જશે ભાવ, થઈ રહ્યું છે મોટું પ્લાનિંગ

Jantri Price Hike In Gujarat : ગુજરાતમાં જંત્રીનો રેટ વધતા નવાં ઘર મોંઘાં થશે, સરકાર ઓગસ્ટમાં નવા સ્લેબ જાહેર કરી શકે છે, જેના બાદ શહેરો મોંઘાં થશે, અને ગામડાં સસ્તાં થશે, ગુજરાત સરકાર આ વખતે જંત્રીના ભાવ વધારવા મક્કમ છે. જેને પગલે શહેરી વિસ્તારમાં પ્રોપર્ટીના ભાવમાં વધારો થઈ શકે છે.  

પ્રોપર્ટી ખરીદવા ઉતાવળ કરજો, ગુજરાત સરકારના એક નિર્ણયથી અમદાવાદમાં વધી જશે ભાવ, થઈ રહ્યું છે મોટું પ્લાનિંગ

Jantri Rates Gujarat : ગત વર્ષે ગુજરાત સરકારે અચાનક જંત્રીના ભાવ ડબલ કરી દેવાની જાહેરાત કરી હતી. પરંતુ આ અંગે રાજ્યભરમાંથી ઉઠેલા વિરોધને પગલે આખરે ગુજરાત સરકારે પોતાનો નિર્ણય મોકૂફ રાખ્યો હતો. પરંતું હવે ફરીથી ગુજરાતમાં જંત્રીનું ભૂત ધૂણ્યું છે. રાજ્ય સરકાર બિલ્ડરોના વિરોધ છતાં નિર્ણય લાગુ કરવા મક્કમ બની છે. તેથી ગુજરાતમાં નવા મોંઘા થશે એ નક્કી જ છે.

મહાનગરોમાં વિકસિત વિસ્તારોમાં બજારભાવ સંલગ્ન જંત્રી દરોમાં વધારો થશે. જેથી પ્રોપર્ટીના ભાવ ચાર ગણા વધી જશે. ઓગસ્ટમાં નવો સ્લેબ લાગુ કરાશે, જેમાં શહેરો વધુ મોંઘા બનશે અને ગામડા સસ્તા થશે. 

નવી જંત્રી ક્યારે લાગુ થશે
ગત વર્ષે વિરોધને પગલે સરકારે જંત્રીનો ભાવ વધારો મોકૂફ રાખ્યો હતો. પરંતુ હવે સરકારે ભાવ લાગુ કરવા મન બનાવી લીધું છે. ગુજરાતના મહેલૂ વિભાગે કરેલાનવા સાયન્ટિફિક સરવે મુજબ નવા જંત્રીના દર ટૂંક સમયમાં લાગુ થઈ જશે. સંભવત ઓગસ્ટ મહિના સુધી તેને લાગુ કરી દેવામાં આવશે. નવા જંત્રીના દરોમાં અઢીથી લઈને ચાર ગણો વધારો થઈ શકે છે. જોકે, સારા સમાચાર એ પણ છે કે, ગામડામાં જંત્રીના દરમાં ઘટાડો થઈ શકે છે. 

મહેસૂલ વિભાગના એક વર્ષના સરવે બાદ આખરે જંત્રી કેટલી વધવી જોઈએ તેનો નિર્ણય કરી લેવાયો છે. આ સાથે જ રિયલ એસ્ટેટ સાથે સકંળાયેલા સ્ટેક હોલ્ડર્સ સાથે પણ આ વિશે ચર્ચા વિચારણા કર્યા બાદ નવા ભાવ નક્કી કરાયા છે. 

સરકારે સરવે કરાવ્યો
ગત વર્ષે સરકારે અચાનકથી જંત્રીના ભાવમાં ડબલ વધારો કર્યો હતો. જેના બાદ તેને પરત ખેંચ્યો હતો. પરંતું સામે એ પણ એટલું જ સાચું છે કે, 12 વર્ષમાં થયેલા જંત્રી દરના વધારાની સામે વિકસિત શહેરમાં જમીનોના ભાવ કરતા બમણા થયેલા જંત્રી દરો પણ ખૂબ ઓછા હતા. તેથી પોશ વિસ્તાર અને ઓછા વિકસિત વિસ્તારો વચ્ચેના જંત્રીદરોમાં તફાવત સામાન્ય રહ્યો હતો. તેથી હવે જંત્રી ભાવ વધારાની જરૂર પડી હતી. 

ક્યાં જંત્રી દર વધશે
 મહાનગરોના પોશ વિસ્તારો, મહાનગરની આસપાસના અર્બન ઓથોરિટીમાં સમાવિષ્ટ વિકસિત વિસ્તાર, મોટી નગરપાલિકાઓ સ્વાં ભવિષ્યમાં રીઅલ્ટી ક્ષેત્રે મોટું રોકાણ આવી શકે, નવી જાહેર થનારી મહાનગરપાલિકાઓ ઈન્ડસ્ટ્રીયલ ઝોન, સ્માર્ટસિટી, સ્પેશિયલ ઈકોનોમિક ઝોન

ક્યાં જંત્રી દરો ઘટી શકે
મહાનગરના જૂના શહેરી વિસ્તારી શે વિકાસની તક નથી અથવા મર્યાદિત છે. દરિયાકાંઠાની ખારાશવાળી જમીન કે થવા નજીકના ભવિષ્યમાં વિકાસ શક્ય નથી. મીઠાના અગરો ધરાવતી જમીન અંતરિયાળ ગ્રામીણ વિસ્તારો.

એફોર્ડેબલ ઝોનમાં વધારો નહીં
સરકારે શહેરોમાં જે વિસ્તારોને એર્ફોડેબલ હાઉસિંગ ઝોન તરીકે નક્કી ક્યાં છે તે વિસ્તારો ઉપરાંત ખેતીવાડી સહ- વિસ્તારો માટે જંત્રીના દરો ગયા વર્ષ ફેબ્રુઆરીમાં નિયત થયા હતા તે પ્રમાણે જ રહેશે. આ ઉપરાંત જ્યાં ભાર ભાવ અને જંત્રીદરો વચ્ચેનું સંતુલન વિચિત્ર નથી, ત્યાં પણ કોઇ બદલાવ નહી આવે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news