રાજ્ય સરકારના મંત્રીઓના PA-PS ની નિમણૂંક કરાઈ, જુઓ કમલમ-સરકારમાં મારેલા આંટાફેરા કોને ફળ્યાં?

Gandhinagar News : ગુજરાતમાં સરકાર બન્યા બાદ મંત્રીઓને ખાતાની ફાળવણી થઈ ગઈ છે. ત્યારે હવે રાજ્ય સરકારના મંત્રીઓના PA-PS ની નિમણૂંક કરાઈ છે. રાજ્ય સરકારના મંત્રીઓને અંગત સચિવ, અધિક અંગત સચિવ અને અંગત મદદનીશની ફાળવણી કરાઈ છે. ત્યારે કયા મંત્રીને કયા સ્ટાફની ફાળવણી થઈ તે જોઈએ

રાજ્ય સરકારના મંત્રીઓના PA-PS ની નિમણૂંક કરાઈ, જુઓ કમલમ-સરકારમાં મારેલા આંટાફેરા કોને ફળ્યાં?

Gandhinagar News બ્રિજેશ દોશી/ગાંધીનગર : ગુજરાતમાં શપથગ્રહણ પછી મુખ્યમંત્રી તથા ૧૬ મંત્રીઓ સાથેની વર્તમાન ભાજપ સરકાર અસ્તિત્વમાં આવી ચૂકી છે. તમામ મંત્રીઓએ પોતાના ખાતાના અધિકારીઓ સાથે બેઠકોનો દોર પણ શરૂ કરી દીધો છે પરંતુ મોટાભાગના મંત્રીઓના પી.એ. અને પી.એસ. ની નિમણુકો ન થતા વિવાદો વધ્યા હતા. હવે આ પીએ અને પીએસની નિમણુંકોની સરકારે આજે જાહેરાત કરી છે. રાજ્યના 16 મંત્રીના અંગત સચિવ થવા માટે મંત્રીઓ સાથે છેડા લગાડવાની જાણે હોડ જામી હોય તેવી સ્થિતિ સર્જા‍ઈ હતી. જે માટે કમલમ અને સરકારના આંટાફેરા ઘણાએ માર્ય હતા. હવે લિસ્ટની જાહેરાત થતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ છે. ગુજરાતના નાણામંત્રીના અંગત સચીવ તરીકે કે કે પટેલ અને નાયબ અંગત સચિવ તરીકે નીરવ પટેલની નિમણુંક થઈ છે. આ જ પ્રકારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અંગત સચિવ તરીકે બાલમુકુંદ પટેસ અને નાયબ અંગત સચિવ તરીતે કૌશિક ત્રિવેદીના નામની જાહેરાત થઈ છે. ઋષિકેશ પટેલના અંગત સચિવ તરીકે સેક્શન અધિકારી હિતેષ પટેલના નામની જાહેરાતથી અનેક વિવાદોનો અંત આવી ગયો છે. 
 

gandhinagar_zee1.jpg

gandhinagar_zee2.jpg

gandhinagar_zee3.jpg

મંત્રીના પીએ કે પીએસ બનવા માટે શા માટે લાગે છે રેસ?

-  જોબ-રેકર્ડમાં 'વેરી ગૂડ’ અને 'આઉટ સ્ટેન્ડિંગ’ જેવા વિશેષણો લખાય છે.
- વિશેષણો લખવાની સત્તા સચિવ કક્ષાના અધિકારીઓને હોય છે 
- તેઓ આવા વિશેષણો સરળતાથી લખાતાં નથી.
- પરિણામે તેમને બઢતી મેળવવામાં સરળતા રહે છે.

આ નુક્સાન પણ છે...

નાયબ સચિવ, સંયુક્ત સચિવ, નાયબ કલેકટર, અધિક કલેકટર કક્ષાના અધિકારીઓ અમલીકરણ તથા નીતિ નિર્ધારણ અધિકારી કહેવાય છે અને જે તે ફીલ્ડ પર તેમની સેવા આવશ્યક હોય છે પરંતુ તેઓ પીએસ થઈ જતાં અનુભવી અધિકારીઓની સેવાથી સરકાર કે પ્રજા વિમુખ રહે છે. આમ એ ઓફિશીયલી કામગીરીમાં રોકાઈ જતાં હોવાથી ફિલ્ડ એમનાથી છૂટી જાય છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news