ગુજરાતભરના શ્રમિકો માટે સરકારે લોન્ચ કર્યું પોર્ટલ અને મોબાઈલ એપ

અસંગઠિત ક્ષેત્ર- અન ઓર્ગેનાઇઝડ સેકટર -બાંધકામ શ્રમિકોની ઓનલાઇન નોંધણી માટેના ઇ-નિર્માણપોર્ટલ-મોબાઇલ એપનું મુખ્યમંત્રીના હસ્તે લોન્ચિંગ કરાયું છે. આ સાથે જ અન ઓર્ગેનાઇઝડ સેકટરના શ્રમિકોની ઓનલાઇન નોંધણીની પહેલ કરનારૂં ગુજરાત પ્રથમ રાજ્ય બનશે. આ સાથે 10 લાખ આવા શ્રમિકોને યુ.વીન સ્માર્ટ કાર્ડમાં આવરી લઇ આધાર લીન્કડ સ્માર્ટ કાર્ડથી શ્રમિક કલ્યાણ યોજનાઓના લાભ અપાશે. 
ગુજરાતભરના શ્રમિકો માટે સરકારે લોન્ચ કર્યું પોર્ટલ અને મોબાઈલ એપ

ઝી મીડિયા/બ્યૂરો :અસંગઠિત ક્ષેત્ર- અન ઓર્ગેનાઇઝડ સેકટર -બાંધકામ શ્રમિકોની ઓનલાઇન નોંધણી માટેના ઇ-નિર્માણપોર્ટલ-મોબાઇલ એપનું મુખ્યમંત્રીના હસ્તે લોન્ચિંગ કરાયું છે. આ સાથે જ અન ઓર્ગેનાઇઝડ સેકટરના શ્રમિકોની ઓનલાઇન નોંધણીની પહેલ કરનારૂં ગુજરાત પ્રથમ રાજ્ય બનશે. આ સાથે 10 લાખ આવા શ્રમિકોને યુ.વીન સ્માર્ટ કાર્ડમાં આવરી લઇ આધાર લીન્કડ સ્માર્ટ કાર્ડથી શ્રમિક કલ્યાણ યોજનાઓના લાભ અપાશે. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની વિકાસ યાત્રાના પાયામાં રહેલા શ્રમિકો ખાસ કરીને અસંગઠિત ક્ષેત્ર- અન ઓર્ગેનાઇઝડ સેકટરના શ્રમિકોના કલ્યાણ માટે આધાર લીંન્કડ યુ-વીન સ્માર્ટ કાર્ડ અંતર્ગત આવા 10 લાખ શ્રમિકોની નોંધણી કરી વિવિધ લાભો તેમને મળે તેવી નેમ વ્યકત કરી છે. તેમણે કહ્યું કે, આવા અન ઓર્ગેનાઇઝ્ડ સેક્ટરના શ્રમિકો બાંધકામ શ્રમિકો સહિત 82 ટકા નાના-શ્રમિકોના પરિશ્રમના યોગદાનથી જ રાષ્ટ્ર-રાજ્યનો વિકાસ સંભવ બન્યો છે. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના આવા અસંગઠિત ક્ષેત્રના અને બાંધકામ શ્રમિકોની ઓનલાઇન નોંધણી માટેના ઇ-નિર્માણ પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશનનું ઇ-લોન્ચીંગ કર્યુ. મુખ્યમંત્રીએ કહ્યું કે, આવા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની ઓનલાઇન નોંધણી કરવાની પહેલ કરનારૂં ગુજરાત પ્રથમ રાજ્ય છે. આ કામગીરી પણ ઇન-હાઉસ GIPL દ્વારા કરવામાં આવી છે તે માટે તેમણે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે, ગુજરાતની ઔદ્યોગિક વિકાસ સહિતની વિકાસ યાત્રામાં લેબર પીસ-શ્રમિકોની શાંતિ, ઝિરો મેન ડેયઝ લોસ, તાળાબંધી કે હડતાળ વગરનું ગુજરાતની જે છબી છે, તેમાં સૌ શ્રમિકોનું મહત્વનું પ્રદાન છે. આવા સૌ શ્રમિકોના કલ્યાણની ચિંતા કરીને બેલેન્સ જળવાઇ રહે તેવા ભાવથી કામદારો-શ્રમિક વર્ગોના સર્વાંગી વિકાસ માટે યુ-વીન કાર્ડને આધાર સાથે જોડીને એક જ કાર્ડથી બધી યોજનાઓનો લાભ તેમને આપવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા છે.  

મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકારે બાંધકામ ક્ષેત્ર અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને ‘લાલ ચોપડી’માંથી મુક્તિ અપાવી કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓનો લાભ એક જ સ્માર્ટ કાર્ડથી આપવા કમર કસી છે. અત્યાર સુધીમાં છ લાખ શ્રમિકોની નોંધણી કરવામાં આવી છે. અત્યાર સુધી શ્રમયોગીને પોતાના કામનો સમય બગાડીને અથવા રજા પાડીને સરકારી કચેરીમાં નોંધણી કરાવવા જવું પડતું હતું. હવે તેઓ આ ઇ-પોર્ટલ અને મોબાઇલ એપ તેમજ કોમન સર્વિસ સેન્ટરના માધ્યમથી નોંધણી કરાવી શકશે.

શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે કહ્યું કે, રાજ્યમાં કુલ શ્રમયોગીઓ પૈકી અસંગઠિત શ્રમયોગીની સંખ્યા અંદાજિત ૮૨ ટકા છે ત્યારે આ અસંગઠિત શ્રમયોગીઓને રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા ચાલતી કલ્યાણકારી યોજનાનો લાભ મળે તે જરૂરી છે. આથી તમામ અસંગઠિત શ્રમયોગીઓની  નોંધણી ઝડપથી થાય તે માટે આજે ઇ-નિર્માણ પોર્ટલ તેમજ મોબાઇલ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.

હવેથી શ્રમિકોના વસવાટસ્થળ અને કાર્યસ્થળ પર જઇ શ્રમિકોની નોંધણી કરવામાં આવશે. આ માટે ગુજરાતમાં ૨૧,૨૯૧ કોમન સર્વિસ સેન્ટર પર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. શ્રમયોગીઓએ નોંધણી માટે આધાર નંબર, બેંક એકાઉન્ટ, રેશનકાર્ડ, આવકનું પ્રમાણપત્ર જેવા જુજ પુરાવા આપવાના રહેશે. રાજ્યમાં વર્ષ 2015 માં આવા અસંગઠિત શ્રમયોગીની નોંધણી કરવામાં આવી હતી જેમાં કુલ ૯.૨૦ લાખ યુ-વીન કાર્ડ આપવામાં આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, પ્રસૃતિ સહાય યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકની પત્નીને અગાઉ રૂ. ૫૦૦૦ સહાય તેમજ ૨૦૦૦ વધુ ઉચ્ચકની રકમ આપવમાં આવતી હતી. પણ હવે આ સહાયમાં રૂપિયા ૨૦ હજારની વધારાની મંજૂરીથી હવે કુલ ૨૭,૫૦૦ સહાય આપવામાં આવે છે. એટલું જ નહીં, મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના અંતર્ગત પુત્રીના જન્મ પ્રસંગે રૂ. ૧૦ હજારનો બોન્ડ, રાજ્યમાં કોઇપણ શ્રમિકનું અકસ્માતમાં મૃત્યુ થાય તો આવા શ્રમિકના વારસદારને મૃત્યુ સહાય અંતર્ગત રૂ. ૩ લાખની સહાય, બાંધકામ શ્રમિકના મૃત્યુ બાદ તેની અંતિમ ક્રિયા માટે બાંધકામ બોર્ડમાંથી સહાય અપાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news