આનંદો! ગુજરાતની આંગણવાડી અને તેડાગર બહેનોના વેતનમાં વધારો, જાણો સરકારે શું લીધો નિર્ણય?
સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આંગણવાડી બહેનો માટે આજે અલગ અલગ મંડળ સાથે બેઠક યોજી હતી.
Trending Photos
ગાંધીનગર: ચૂંટણીના વર્ષમાં ગુજરાત સરકારે મોટા ભાગની સરકારી કર્મચારીઓની માગણીઓ સંતોષી છે. જેમાં સાતમાં પગાર પંચના બાકી ભથ્થા, જૂની પેન્શન યોજના અને કુટુંબ પેન્શન યોજના જેવી સહિતની અનેક માંગણીઓ સંતોષી હતી. ત્યારબાદ સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આંગણવાડી બહેનો માટે આજે અલગ અલગ મંડળ સાથે બેઠક યોજી હતી.
બેઠકો બાદ જીતુ વાઘાણીએ આંગણવાડી અને તેડાગર બહેનો અંગે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આ બહેનો નાના બાળકોના સારા જીવન માટે કામ કરે છે. રાજ્યમાં 1800 મીની આંગણવાડીઓ જે અંતરીયાળ વિસ્તારમાં આવેલી છે. રાજય સરકાર આ મિની આંગણવાડીઓને અપગ્રેડ કરવાનો નિર્ણય કર્યો છે. વાઘાણીએ ઉમેર્યું હતું કે, દેશમાં કદાચ આ પહેલો નિર્ણય છે.
જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આંગણવાડી અને તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કર્યો છે. હાલના વેતનમાં 2200 રૂ વધારીને 10000 કર્યો છે. જ્યારે તેડાગર બહેનોના વેતનમાં 1500 રૂનો વધારો કર્યો છે. જેનાં કારણે 200 કરોડથી વધુનો બોજો રાજ્ય સરકાર પર પડશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કુલ હાલ 51229 આંગણવાડી કાર્યકર છે. જેને સરકાર કુલ 7800 પગાર ચુકવે છે. જો કે સરકારે હવે તેમાં 2200 રૂપિયાનો વધારો કર્યો છે. જેના કારણે આંગવાડી કાર્યકરને હવે 10 હજાર રૂપિયાનું માનદ વેતન ચુકવવામાં આવશે. જો કે સરકાર પર આના કારણે કુલ 135.24 કરોડ રૂપિયાનું વધારાનું ભારણ પડશે.
આંગણવાડી તેડાગરના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં કુલ 51229 તેડાગર કાર્યકર છે. જેને માનદવેતન તરીકે 3950 ચુકવવામાં આવે છે. જો કે સરકારે તેમના પગારમાં 1550 રૂપિયાનો વધારો કર્યો જેના કારણે હવે તેમને 5500 રૂપિયા માનવ વેતન ચુકવવામાં આવશે. આના કારણે ગુજરાત સરકાર પર કુલ 95.28 કરોડ રૂપિયાનું ભારણ વધશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે