ખંભીસર અનુસૂચિત વરઘોડાની બબાલ, સરકારે 8 પીડિતોને સહાય જાહેર કરી

મોડાસાના ખંભીસર ગામે અનુસુચિત જાતિના લોકોને વરઘોડો ન કાઢવા બાબતે થયેલી બબાલમાં રાજ્ય સરકારની પિડીત 8 લોકોને સહાય જાહેર કરી છે. રાજ્ય સરકાર તમામ લોકોને 1-1 લાખની સરકારી સહાય ચૂકવશે. ખંભીસરમાં એક જ દિવસમાં દલિતોના વરઘોડાને રોકવાના બે બનાવ બન્યા હતા. બંનેમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આ બંને કેસમાં પીડીતોને સરકાર દ્વારા સહાય આપવામાં આવી છે. 
 ખંભીસર અનુસૂચિત વરઘોડાની બબાલ, સરકારે 8 પીડિતોને સહાય જાહેર કરી

હિતલ પારેખ/ગાંધીનગર :મોડાસાના ખંભીસર ગામે અનુસુચિત જાતિના લોકોને વરઘોડો ન કાઢવા બાબતે થયેલી બબાલમાં રાજ્ય સરકારની પિડીત 8 લોકોને સહાય જાહેર કરી છે. રાજ્ય સરકાર તમામ લોકોને 1-1 લાખની સરકારી સહાય ચૂકવશે. ખંભીસરમાં એક જ દિવસમાં દલિતોના વરઘોડાને રોકવાના બે બનાવ બન્યા હતા. બંનેમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આ બંને કેસમાં પીડીતોને સરકાર દ્વારા સહાય આપવામાં આવી છે. 

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકામાં આવેલા ખંભીસર ગામે દલિત સમાજના લોકો દ્વારા લગ્નનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેને અન્ય સમાજના લોકોએ રોકવામાં આવતા બે કોમ વચ્ચે જૂથ અથડામણ થઇ હતી. જેમાં પોલીસે લાઠી ચાર્જ કરી મામલો થાળે પાડ્યો હતો. આ ઘટના બાદ ગામમાં અજંપાભરી શાંતિ છવાઈ ગઈ હતી. તો બીજી તરફ, વરરાજાના પિતાએ ડરના માર્યે વરઘોડો ન કાઢવાનો નિર્ણય લીધો હતો અને ન્યાય ન મળે તો બૌદ્ધ ધર્મ સ્વીકારવાની પણ વાત કરી હતી. જોકે, લગ્ન બાદ વરઘોડાથી વંચિત રહેલા પરિવારના 40થી વધુ સભ્યો ગઈકાલે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યા હતા.

શું બની હતી ઘટના 
અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકામાં આવેલા રહેતા પુજાભાઈ ડાહ્યાભાઈ રાઠોડનાં દીકરા જયેશના લગ્ન સાબર્કાન્થા જીલ્લાના અડપોદરા પાસે આવેલા માળી ગામે આવતી કાલે યોજાનાર હતા, ત્યારે આ લગ્ન માટે ગઈકાલે સાંજે પાંચ વાગે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ગામના અન્ય સમાજના લોકો દ્વારા અત્યાર સુધી ગામમાં અનુસુચિત જાતિ સમાજનો ક્યારેય વરઘોડો નીકળ્યો નથી તેવું કહી વરઘોડો જે રસ્તે થઇ નીકળવાનો હતો તે રસ્તા મહિલાઓ દ્વારા હાથમાં ભજન કીર્તનનાં સાધનો લઇ રસ્તા વચ્ચે બેસી જઈ વરઘોડો રોકવામાં આવ્યો હતો. ત્યારે દલિત સમાજના લોકો દ્વારા આ વરઘોડો અન્ય રસ્તે થઇ લઇ જવાનો પ્રયાસ કરવામાં આવતા મહિલાઓએ અન્ય રસ્તાઓ ઉપર પણ બેસી જઈ વરઘોડાને રોક્યો હતો. સમગ્ર મામલે પોલીસે બંને કોમના લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ મામલો બિચક્યો હતો અને બંને કોમોના લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું જેથી પોલીસને હળવો લાઠી ચાર્જ કરવો પડ્યો હતો પથથર મારો પણ થયો હતો જેમાં એક ડીવાય એસપી ફાલ્ગુની પટેલ તેમજ અન્ય બે પોલીસ કરમી સહીત પાંચ લોકોને ઈજાઓ થતા સારવાર અર્થે લઇ જવાયા હતા. જેમાં બે લોકોને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news