સુષમા સ્વરાજના નિધનથી રૂપાણી સરકારની 3 વર્ષની ઉજવણીનો કાર્યક્રમ મુલત્વી, ટ્વિટથી કરી જાહેરાત

પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના નિધનને કારણે ગુજરાત સરકારના 3 વર્ષનો સંકલ્પથી સિદ્ધિ તરફ અગ્રેસર કાર્યક્રમની ઉજવણી મુલત્વી રાખવામાં આવી છે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે તેમના નિવાસસ્થાને યોજનારો મુખ્યમંત્રી સાથેનો સંવાદ ‘મુખ્યમંત્રી સાથે મોકળા મને વાત’ કાર્યક્રમ પણ મુલત્વી રાખવામાં આવ્યો છે.

સુષમા સ્વરાજના નિધનથી રૂપાણી સરકારની 3 વર્ષની ઉજવણીનો કાર્યક્રમ મુલત્વી, ટ્વિટથી કરી જાહેરાત

હિતલ પારેખ/ગાંધીનગર :પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના નિધનને કારણે ગુજરાત સરકારના 3 વર્ષનો સંકલ્પથી સિદ્ધિ તરફ અગ્રેસર કાર્યક્રમની ઉજવણી મુલત્વી રાખવામાં આવી છે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે તેમના નિવાસસ્થાને યોજનારો મુખ્યમંત્રી સાથેનો સંવાદ ‘મુખ્યમંત્રી સાથે મોકળા મને વાત’ કાર્યક્રમ પણ મુલત્વી રાખવામાં આવ્યો છે.

આજે વિજય રૂપાણીના કાર્યકાળને ગુજરાતમાં ત્રણ વર્ષ પૂરા થયા છે. તેમના મંત્રીમંડળે 7 ઓગસ્ટના રોજ ચોથા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ત્યારે આ પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર હતી. જે અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું. પરંતુ પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના આકસ્મિક નિધનને પગલે ગુજરાત સરકાર દ્વારા ઉજવવામાં આવનારા તમામ કાર્યક્રમો કેન્સલ કરવામાં આવ્યા છે. આ ઉપરાતં મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ‘મનની મોકળાશ’ કાર્યક્રમને પણ મુલતવી રાખવામાં આવ્યો છે. 

https://lh3.googleusercontent.com/-xBpFI6h6sKg/XUpC0esUpXI/AAAAAAAAIdA/jWq9OPu4d28TbGUaB8Ij-bQbh3QVesHwgCK8BGAs/s0/Jitu_waghani_tweet.jpg

ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશ મંત્રી રહી ચૂકેલા સુષમા સ્વરાજનું 67 વર્ષે દિલ્હીની એઈમ્સમાં નિધન થયું છે. તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સુષમા સ્વરાજ છેલ્લા ઘણા દિવસથી બિમાર હતા. પ્રાપ્ત રિપોર્ટ અનુસાર તેમને હાર્ટ એટેક આવ્યા પછી હોસ્પિટલ લઈ જવાયા હતા. એઈમ્સ દ્વારા રાત્રે 11.18 કલાકે સુષમા સ્વરાજના નિધનની આધિકારીક જાહેરાત કરાઈ હતી. પોરે 12.00 કલાકે તેમના પાર્થિવ દેહને નવી દિલ્હીમાં આવેલા ભાજપના કેન્દ્રીય કાર્યાલય ખાતે લઈ જવામાં આવશે. અહીં, બપોરે 12.00 કલાકથી 3.00 કલાક સુધી તેમનો પાર્થિવ દેહ લોકોના દર્શન માટે રાખવામાં આવશે. ત્યાર પછી બપોરે 3.00 કલાકે ભાજપના કાર્યાલય ખાતેથી તેમની અંતિમયાત્રા નિકળશે અને પછી દિલ્હીના લોધી રોડ ખાતે આવેલા સ્મશાન ગૃહમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news